<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

ઢાકામાં ફૂટબોલ મેચ બાદ ભારે હોબાળો : પાકિસ્તાન સામે બાંગ્લાદેશની હારથી રોષે ભરાયેલા દર્શકોએ સ્ટેડિયમની ગેલેરીમાં આગ લગાવી, મેદાનમાં જ્વલનશીલ વસ્તુઓ ફેંકી

હવે ૧૭ નવેમ્બર મંગળવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટ્રોફી જીતવા મુકાબલો: ભારતે બીજી સેમિફાઇનલમાં ભૂટાનને ૨-૧થી હરાવ્યું હતું

ઢાકા, તા. ૧૫ : બાંગ્લાદેશની રાજધાની ઢાકાના નેશનલ સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પાકિસ્તાને યજમાન બાંગ્લાદેશને ૧-૦થી હરાવતાં ભારે હોબાળો મચ્યો હતો. 

 

મેચની ૮૫મી મિનિટે પાકિસ્તાનના અબ્દુલ સમદે બાંગ્લાદેશના ગોલકીપર મેહદી હસન શ્રાબોનની ભૂલનો લાભ ઉઠાવી નિર્ણાયક ગોલ કર્યો હતો. 

 

હારથી રોષે ભરાયેલા કેટલાક દર્શકોએ મેદાનમાં જ્વલનશીલ વસ્તુઓ ફેંકતાં રમત થોડીવાર ખોરવાઈ હતી. સ્ટેડિયમની ગેલેરીના એક ભાગમાં આગ લાગતાં ફાયર સર્વિસના કર્મચારીઓએ પહોંચીને આગ કાબૂમાં લીધી હતી. 

 

પાકિસ્તાન પ્રથમ વખત આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યું છે. હવે ૧૭ નવેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખિતાબી મુકાબલો યોજાશે. ભારતે બીજી સેમિફાઇનલમાં ભૂટાનને ૨-૧થી હરાવ્યું હતું.

 

(10:59 AM IST)