તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
પાકિસ્તાનમાં ૧૨૫ વર્ષ જૂનાં ગુરુદ્વારાને તોડી પડાતા હોબાળો
ભારતે દોષિતોને સજા આપવાની અપીલ કરી : નિશાન બનાવી કરાયેલી તોડફોડની ખૂબ જ નિંદા કરીએ છીએ, પાક. સરકાર ઘટનાની તપાસ કરેઃ ભારત

નવી દિલ્હી,તા.૦૨: ભારતે બુધવારે પાકિસ્તાનમાં એક જૂના ગુરુદ્વારાને તોડી પાડવાનાં સમાચારને ખૂબ જ દુઃખદ ગણાવ્યા છે. ભારતે જણાવ્યું હતું કે તે આ ખૂબ જ ટીકાપાત્ર અને નિશાન બનાવી કરવામાં આવેલી તોડફોડની ખૂબ જ નિદા કરે છે. ભારતે પાકિસ્તાનને દોષિતોને સજા અપાવવાની અપીલ કરી છે.
ભારતીય વિદેશ મંત્રાલયનું આ નિવેદન તોડફોડ અંગે મીડિયાનાં પ્રશ્નોનાં જવાબમાં આવ્યું હતું. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અમે પાકિસ્તાનના ફારુકાબાદમાં ઐતિહાસિક ૧૨૫ વર્ષ જૂનાં ગુરુદ્વારાને તોડી પાડવાનાં ખૂબ જ દુઃખદ સમાચાર જોયા છે.
અમે એક પવિત્ર શીખ ધર્મસ્થળની વિરુદ્ધ તોડફોડની આ ખૂબ જ ટીકાપાત્ર અને નિશાન બનાવીને કરવામાં આવેલી કાર્યવાહીની કડક શબ્દોમાં નિદા કરીએ છીએ. ભારતે પાકિસ્તાન સરકારને આ કેસની ઝડપથી તપાસ કરવા અને નિદનીય કાર્યનાં દોષિતોને સજા આપવાની પણ અપીલ કરી છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુદ્વારા સાહિબનાં તોડી પાડવામાં આવેલા હિસ્સાને વહેલામાં વહેલી તકે ફરીથી બનાવવો જોઈએ.
ગુરુદ્વારાનું તુટવું અને સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઇ યોગ્ય કાર્યવાહી ન કરવાનાં સમાચાર ખૂબ જ ચિતાજનક છે. કમનસીબે આ કોઇ પ્રથમ ઘટના નથી કારણકે અમે અગાઉ પણ આ પ્રકારનાં રિપોર્ટ જોયા છે.
ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ અને તેમના પૂજા સ્થળોને સિસ્ટેમિક રીતે નિશાન બનાવવાનું સતત ચાલુ છે
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
