<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

ઓફલાઇન નિમણૂક પામેલા નોટરીઓ માટે તાકીદનો આદેશ : અધિકૃત નોટરી પોર્ટલ પર ત્વરિત રજીસ્ટ્રેશન કરાવવા કેન્દ્ર સરકારની સૂચના

કેન્દ્રીય મંત્રાલયના અદાલતી બાબતોના વિભાગ દ્વારા નોટરી સેલ માટે વિશેષ નોટિસ જારી : કોઈપણ ભૌતિક નકલો વિભાગમાં મોકલવાની જરૂર નથી (ન્યૂઝફર્સ્ટ)

નવી દિલ્હી (ન્યૂઝફર્સ્ટ) : કેન્દ્ર સરકારના કાયદો અને ન્યાય મંત્રાલય હેઠળના અદાલતી બાબતોના વિભાગ (Department of Legal Affairs) દ્વારા નોટરી સેલ દ્વારા એક મહત્વપૂર્ણ નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસ અનુસાર, મંત્રાલય દ્વારા અગાઉ ઓફલાઇન મોડમાં નિમણૂક પામેલા તમામ નોટરી પબ્લિકને સત્તાવાર નોટરી પોર્ટલ (www.notary.gov.in) પર ઓનબોર્ડિંગ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

પોર્ટલ પર નોંધણી બાબતે વિશેષ નિર્દેશો:
વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે સંબંધિત તમામ નોટરીઓએ ત્વરિત ધોરણે સત્તાવાર પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી લેવી અનિવાર્ય છે. ઓનબોર્ડિંગ પ્રક્રિયા અંગેની વિગતવાર માર્ગદર્શિકા અને સૂચનાઓ આ નોટિસ સાથે જોડવામાં આવી છે.

તમામ સંબધિત નોટરીઓએ એ બાબતની વિશેષ નોંધ લેવાની રહેશે કે આ પ્રક્રિયા અંતર્ગત કોઈપણ પ્રકારની ભૌતિક (ફિઝિકલ) નકલો અથવા દસ્તાવેજો વિભાગમાં મોકલવાની કોઈ આવશ્યકતા નથી. આ સમગ્ર પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી જ પૂર્ણ કરવાની રહેશે, જેનું પંકાજ કુમાર, અંડર સેક્રેટરી, ભારત સરકાર દ્વારા ડિજિટલ હસ્તાક્ષર સાથે પ્રમાણીકરણ કરવામાં આવ્યું છે.

(6:57 PM IST)