<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

અમેરિકાએ ત્રણ ઈરાની તેલ ટેન્કરો ઉપર હુમલો કર્યાનું સૈન્યનું નિવેદનઃ ખારગ ટાપુથી ઓમાન અખાત સુધી ભડક્યો તણાવ

નૌકાદળના બે યુદ્ધજહાજ ઉપર ઈરાની મિસાઇલ હુમલાના જવાબનો દાવોઃ હોર્મુઝમાં ‘ટેન્કર સામે ટેન્કર’ જેવી જોખમી સ્થિતિ

વોશિંગ્ટન: અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાન સાથે જોડાયેલા ત્રણ ક્રૂડ તેલ ટેન્કરોને નિશાન બનાવ્યાની પુષ્ટિ કરી છે.

અમેરિકાના જણાવ્યા મુજબ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે અમેરિકી નૌકાદળના બે જહાજ ઉપર બેલિસ્ટિક મિસાઇલ છોડ્યા બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. હુમલામાં ખારગ ટાપુ નજીકનું એક ટેન્કર, જાસ્ક નજીકનું બીજું અને ઓમાન અખાતમાં રહેલું ત્રીજું જહાજ નિશાન બન્યું હતું. અમેરિકાનો કોઈ સૈનિક ઘાયલ થયો નથી.

પ્રારંભિક ઈરાની અહેવાલમાં ખારગથી આશરે દસ કિલોમીટર દૂર ટેન્કર ઉપર ચાર મિસાઇલ પડ્યાનું અને કોઈ જાનહાનિ ન થયાનું જણાવાયું હતું. હોર્મુઝમાં મર્યાદિત જહાજ વ્યવહાર વચ્ચે આ ઘટનાએ કાચા તેલના વૈશ્વિક પુરવઠા, માલવહન સુરક્ષા અને ભાવ અંગે નવી ચિંતા ઊભી કરી છે

(10:10 PM IST)