News of Wednesday, 25th November 2026
અમેરિકાના વ્યાપારી ક્રૂડ ઓઇલ ભંડારમાં ૧.૨૬ લાખ બેરલનો વધારો નોંધાયાનો પ્રાથમિક અંદાજઃ વ્યૂહાત્મક અનામત ભંડારમાંથી વધુ ૨૯ લાખ બેરલ બહાર કઢાયા
અમેરિકામાં દૈનિક ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ૧.૪૦ કરોડ બેરલને પારઃ વ્યૂહાત્મક તેલ અનામત ઘટીને ૨૭.૩૫ કરોડ બેરલ થતાં ઊર્જા બજારની નજર

વોશિંગ્ટન, તા. ૨૫ : અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના પ્રાથમિક અંદાજ અનુસાર ૨૦ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન અમેરિકાના વ્યાપારી ક્રૂડ ઓઇલના ભંડારમાં ૧.૨૬ લાખ બેરલનો વધારો થયો છે. અગાઉના સપ્તાહ દરમિયાન આ ભંડારમાં ૫૩ લાખ બેરલનો વધારો નોંધાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ૩૨ સપ્તાહ દરમિયાન વ્યૂહાત્મક અનામતને બાદ કરતાં વ્યાપારી ક્રૂડ ઓઇલના જથ્થામાં ૪.૯૦ કરોડથી વધુ બેરલનો ઘટાડો થયો છે. વ્યાપારી પુરવઠાને ટેકો આપવા વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામતમાંથી વધુ ૨૯ લાખ બેરલ બહાર કાઢવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
અમેરિકાનો વ્યૂહાત્મક ક્રૂડ ઓઇલનો અનામત જથ્થો ઘટીને ૨૭.૩૫ કરોડ બેરલની સપાટીએ પહોંચ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. બીજી તરફ ૧૩ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં અમેરિકાનું દૈનિક ક્રૂડ ઓઇલ ઉત્પાદન ૧.૪૦૩૨ કરોડ બેરલની સપાટીએ પહોંચ્યું હતું.
પેટ્રોલના ભંડારમાં ૪૭ હજાર બેરલનો નજીવો ઘટાડો થયો હોવાનો અંદાજ છે. અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના તાજા આંકડા પ્રાથમિક છે અને અમેરિકન સરકારના ઊર્જા માહિતી વિભાગના સત્તાવાર સાપ્તાહિક આંકડાની હજુ રાહ જોવાઈ રહી છે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
