તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને ઉર્જાની ખરીદી કરનાર ભારત સહિતના દેશોને અમેરિકાનો મોટો ઝટકો લાગ્યો છે અમેરિકન સેનેટમાં ૧૦૦ ટકા સુધીનો આકરો ટેરિફ લાદવાનું બિલ જંગી બહુમતીથી પસાર

વોશિંગ્ટન: અમેરિકન સેનેટ દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ બિલ ૮૬-૧૨ ના જંગી મતે પસાર કરવામાં આવ્યું છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયા પાસેથી ઉર્જા અને ઓઇલની ખરીદી કરતા દેશો પર ૧૦૦ ટકા સુધીનો આકરો ટેરિફ લાદવાનો છે.
આ કડક પગલાના કારણે ભારત ચીન સ્લોવાકિયા હંગેરી અને અઝરબૈજાન જેવા દેશો સીધા નિશાના પર આવી ગયા છે.
રશિયા સાથે વ્યાપારિક સંબંધો જાળવી રાખનાર દેશો માટે આ એક મોટા ફટકા સમાન છે. જો આ પસાર થયેલું બિલ સત્તાવાર રીતે કાયદાનું રૂપ ધારણ કરશે તો અમેરિકાના પ્રમુખ પાસે ભારત જેવા વિકાસશીલ અને ઉર્જા આયાત કરતા દેશો પર ૧૦૦ ટકા સુધી ટેરિફ લાદવાની સંપૂર્ણ સત્તા આવી જશે.
વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રની દ્રષ્ટિએ આ નિર્ણય ભારત માટે ખૂબ જ મોટી ચિંતાનો વિષય બની ગયો છે. *
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
