તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
અમેરિકન કોર્ટે ખાલિસ્તાની અલગતાવાદી પન્નુને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને પૂર્વ રો વડા સામંત ગોયલ વિરુદ્ધ ભારતીય અદાલતો દ્વારા કાનૂની નોટિસ બજાવવાની મંજૂરી આપી
ન્યુયોર્કની કોર્ટે પન્નુની અરજી સ્વીકારી અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 30 નવેમ્બર 2026 ની સમયમ્યાદા નક્કી કરી છે.

નવી દિલ્હી : યુએસ કોર્ટે સિખ અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના પૂર્વ વડા સામંત ગોયલ સામેનો સિવિલ દાવો દિલ્હીની ભારતીય અદાલતો દ્વારા ચલાવવાની મંજૂરી આપી દીધી છે. સોમવારે જારી કરાયેલા આદેશમાં ન્યુયોર્કની કોર્ટે પન્નુની વિનંતીને મંજૂર કરી છે.
કોર્ટના તાજેતરના આદેશ મુજબ વાદીને નિયુક્ત ભારતીય અદાલતો દ્વારા કાનૂની દસ્તાવેજો પહોંચાડવાની છૂટ આપવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે 30 નવેમ્બર 2026ની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. આ દાવામાં અજીત ડોભાલ અને સામંત ગોયલ બંનેને પ્રતિવાદી તરીકે સામેલ કરવામાં આવ્યા છે, જેના કારણે આ માેટો કાનૂની વિવાદ ઉભો થયો છે.
ખાસ ઉલ્લેખનીય છે કે ગુરપતવંત સિંહ પન્નુ યુએસમાં રહે છે અને ખાલિસ્તાની અલગતાવાદી ચળવળ સાથે સંકળાયેલો છે. તે યુએસ અને કેનેડા બંને દેશોમાં સક્રિય રહ્યો છે. ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો છે અને તેના સંગઠનને ગેરકાયદેસર સંસ્થા તરીકે ઘોષિત કર્યું છે. પન્નુ અગાઉ પણ ભારતીય રાજદ્વારીઓ વિરુદ્ધ ધમકીઓ આપતો રહ્યો છે. આ અગાઉ પણ ન્યુયોર્કની કોર્ટે અજીત ડોભાલને કાનૂની દસ્તાવેજો મોકલવાના મુદ્દા પર સુનાવણી કરી હતી. એપ્રિલ 2025માં કોર્ટે પન્નુના તે દાવાને ફગાવી દીધો હતો જેમાં એવું કહેવાયું હતું કે ફેબ્રુઆરી મહિનામાં વાશિંગ્ટનની મુલાકાત દરમિયાન એનએસએ અજીત ડોભાલને સમન્સ અને અન્ય કાગળો સોંપવામાં આવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે મુલાકાત દરમિયાન કોઈ સમન્સ આપવામાં આવ્યું ન હતું.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
