તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
અમેરિકા અને ભારત વચ્ચેનો બહુભાષી વેપાર કરાર આખરી તબક્કામાં: કાનૂની મુસદ્દાનું આખરી ઓપ અપાઈ રહ્યો હોવાના રાજદૂત સર્જિયો ગોરના મધ્યસ્થ સંકેત
બે વિશાળ આર્થિક મહાસત્તાઓ વચ્ચે રૂ. ૫૦૦ અબજ ડોલરના દ્વિપક્ષીય વેપાર લક્ષ્યાંક તરફ ઝડપી પ્રગતિ: મોટાભાગના નીતિગત મુદ્દા ઉકેલાયા, માત્ર જટિલ ટેકનિકલ કાનૂની ભાષાનું માળખું ઘડવાનું બાકી રહેતાં ટૂંક સમયમાં મોટો આર્થિક કરાર જાહેર થવાની સંભાવના

નવી દિલ્હી:વિશ્વની બે સૌથી મોટી લોકશાહી અને આર્થિક મહાસત્તાઓ એવા ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી બહુપ્રતિક્ષિત વેપાર કરારની વાટાઘાટો હવે તેની આખરી મંજિલ પર પહોંચી ગઈ છે. આ મહત્ત્વપૂર્ણ વ્યાપારી સમજૂતીના સૈદ્ધાંતિક મુદ્દાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હાલ બંને દેશોના લીગલ નિષ્ણાતો દ્વારા માત્ર કાનૂની ડ્રાફ્ટિંગ અને તકનીકી શરતોને આખરી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આ અંગેની મહત્વપૂર્ણ વિગતો આપતાં સ્પષ્ટ કર્યું છે કે દ્વિપક્ષીય વેપારી સમજૂતીનો સૈદ્ધાંતિક હિસ્સો પૂર્ણ થઈ ગયો છે અને હવે માત્ર અંતિમ કાનૂની શરતો જ પ્રક્રિયા હેઠળ છે. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૫ વર્ષ પહેલાં જે ૨૦ અબજ ડોલર હતો તે વધીને હાલ ૨૪૦ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે, અને આગામી સમયમાં તેને ૫૦૦ અબજ ડોલર સુધી પહોંચાડવાનો મહત્ત્વકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આર્થિક નિષ્ણાતો અને વાટાઘાટકારો વચ્ચે વિતેલા કેટલાક મહિનાઓથી આ કરારની વિવિધ જોગવાઈઓ પર સઘન ચર્ચાઓ ચાલી રહી હતી. હજારો ટેરિફ લાઈન્સ (જકાત દરો) અને કૃષિ, આઈટી, મેન્યુફેક્ચરિંગ સહિતના ક્ષેત્રોને સાંકળતા આ જટિલ કરારમાં કાનૂની સુધારા-વધારા ચાલી રહ્યા છે. અમેરિકી વાણિજ્યિક પ્રતિનિધિ મંડળ અને ભારતીય વાણિજ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની સતત બેઠકોને કારણે બંને પક્ષો વહેલી તકે આ કરાર પર આખરી હસ્તાક્ષર કરવા માટે અત્યંત આશાવાદી છે.
ભારત અને યુએસ વચ્ચેની આ ભાગીદારીથી ભારતીય નિકાસકારોને અમેરિકી બજારમાં મોટો ફાયદો થવાની અપેક્ષા છે, તેમજ સેમિકન્ડક્ટર, એડવાન્સ્ડ ટેક્નોલોજી, ઊર્જા અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં પણ રોકાણોને નવો વેગ મળશે. નવી દિલ્હી અને વોશિંગ્ટન બંને તરફથી કાનૂની પ્રક્રિયાઓને આખરી ઓપ મળતાં જ ટૂંક સમયમાં આ ઐતિહાસિક કરારની વિધિવત જાહેરાત કરવામાં આવશે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
