તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
અમેરિકા અને ઇઝરાયલની લશ્કરી હિલચાલથી પશ્ચિમ એશિયામાં યુદ્ધનું જોખમ વધ્યું : ઈરાન દ્વારા વળતા હુમલાની ચેતવણી : અમેરિકાએ ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરી
યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ સહિત ત્રણ એરક્રાફ્ટ કેરિયર તૈનાત : ઇઝરાયલી ફાઇટર જેટ્સ દ્વારા ઈરાની સરહદ નજીક સર્વેલન્સ : ઈરાન દ્વારા ૩૦ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ

વાશિંગ્ટન : અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાનને નિશાન બનાવીને કરવામાં આવી રહેલી લશ્કરી હિલચાલને કારણે પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધની આશંકા ઊભી થઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા આ ક્ષેત્રમાં ત્રીજી એરક્રાફ્ટ કેરિયર યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ મોકલવામાં આવી છે, જ્યાં અગાઉથી જ બે અન્ય કેરિયર તૈનાત છે. નવેમ્બરની શરૂઆત સુધીમાં આ ક્ષેત્રમાં ૨૦,૦૦૦ કરતા વધુ નાસિકો અને મરીન્સ તેમજ સેંકડો ફાઇટર જેટ્સ તૈનાત કરવામાં આવશે.
દરમિયાન, ડઝનેક ઇઝરાયલી ફાઇટર જેટ્સ દ્વારા સીરિયન અને ઇરાકી એરસ્પેસનો ઉપયોગ કરીને ઈરાની સરહદ નજીક સર્વેલન્સ ફ્લાઇટ્સ ગુજારવામાં આવી હોવાના અહેવાલ છે. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અગાઉ જણાવ્યું હતું કે દેશ ઈરાન પર સંભવિત હુમલાની તૈયારી કરી રહ્યો છે, અને તાજેતરની લશ્કરી હિલચાલ આ તૈયારીઓને સમર્થન આપતી દેખાય છે.
બીજી બાજુ, ઈરાને પણ હુમલાની સ્થિતિમાં વળતો જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દેશે દેશવ્યાપી લશ્કરી અભ્યાસો શરૂ કર્યા છે, જે દરમિયાન ૩૦ બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી. ઈરાનની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી મોહસિન રેજાઈ ચેતવણી આપી છે કે જો અમેરિકા હુમલો કરશે તો ઈરાન ઓઇલ રિફાઇનરીઓ, ભૂગર્ભ કેબલ્સ અને ડેટા સેન્ટર્સને નિશાન બનાવશે. આ ઉપરાંત અમેરિકાના મધર ઓફ ઓલ બોમ્બના જવાબમાં ઈરાને ફાધર ઓફ ઓલ બોમ્બ નામનું નવું હથિયાર વિકસાવી રહ્યું હોવાની જાહેરાત પણ કરી છે.
મધ્ય પૂર્વમાં ઇરાન સમર્થિત હૂતી જૂથના સતત જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકાએ આ ક્ષેત્રના દેશો માટે પોતાની ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરી છે. ગલ્ફ ક્ષેત્રમાં થયેલા હુમલાઓ બાદ બંડખોર જૂથ દ્વારા ઉભા થયેલા વધતા જોખમ અંગે વાશિંગ્ટનના સુરક્ષા એલર્ટમાં ચેતવણી આપવામાં આવી છે. આ અપડેટમાં સાઉદી અરેબિયા, કતાર, યુએઈ અને ઇઝરાયલ જેવા દેશો સામેલ છે, જે સાઉદી એરપોર્ટ, એનર્જી સુવિધાઓ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને કરવામાં આવેલા શ્રેણીબદ્ધ હુમલાઓ પછી જારી કરવામાં આવી છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું છે કે આ એડવાઈઝરી હૂતીઓની નવી ક્ષમતાઓનો સંકેત નથી, પરંતુ એરપોર્ટ સહિતના તાજેતરના દિવસોમાં જોવા મળેલી હુમલાની ઘટનાઓને પ્રતિબિંબિત કરે છે.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
