તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
ઈરાન યુદ્ધ અંગે ખોટું નિવેદન આપી અમેરિકી મંત્રી મુશ્કેલીમાં : ‘મારી ભૂલ થઈ’ કહી જાહેરમાં માફી માગવી પડી
‘એક પણ અમેરિકન મૃત્યુ પામ્યો નથી’ કહી બેઠા લુટનિક : અઢાર અમેરિકન સૈનિકોના મોત સ્વીકારી નિવેદન પાછું ખેંચ્યું

ન્યૂયોર્ક : અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે ઈરાન સંઘર્ષમાં કોઈ અમેરિકન મૃત્યુ પામ્યો નથી એવું કહી દીધા બાદ જાહેર માફી માગી છે.
અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક ઈરાન સાથેના યુદ્ધ અંગે કરેલા નિવેદનને કારણે વિવાદમાં આવ્યા છે. લુટનિકે જાહેર નિવેદનમાં ઈરાન સામેના સંઘર્ષ દરમિયાન એક પણ અમેરિકનનું મૃત્યુ થયું નથી એવું કહ્યું હતું. હકીકતમાં અમેરિકાના ૧૮ સૈનિકોના મૃત્યુ થયાં હોવાની માહિતી સામે આવ્યા બાદ તેમણે પોતાની ભૂલ સ્વીકારી માફી માગી છે.
લુટનિકે સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેઓ બોલતી વખતે બીજા સૈન્ય અભિયાન અંગે વિચારી રહ્યા હતા અને તેથી ખોટી વાત તેમના મોઢેથી નીકળી ગઈ. તેમણે મૃત્યુ પામેલા અમેરિકન સૈનિકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે પોતાનું નિવેદન અયોગ્ય હતું.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લુટનિકનો બચાવ કર્યો હતો અને આને ઈરાદાપૂર્વક કરાયેલું નિવેદન નહીં પરંતુ ગેરસમજ ગણાવી હતી. ઈરાન યુદ્ધમાં અમેરિકી સૈન્યને થયેલી જાનહાનિ અને ઘાયલ સૈનિકોની સંખ્યા અંગે અમેરિકામાં રાજકીય ચર્ચા પહેલેથી જ ચાલી રહી છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
