<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો દાવો: ઈરાન પરમાણુ હથિયારોનો મોહ છોડીને તમામ શરતો સ્વીકારવા અને મહત્ત્વપૂર્ણ સમજૂતી કરવા તૈયાર

સૈન્ય તાકાત ખતમ થતા ઈરાનની મજબૂરી વધી: વર્ચ્યુઅલ રેલીમાં ટ્રમ્પે અમેરિકાની મોટી સફળતા ગણાવીને તેહરાનના ઘૂંટણીયે પડવાની સનસનીખેજ વાત જણાવી

 

 

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વર્ચ્યુઅલ રેલીને સંબોધતા દાવો કર્યો છે કે અમેરિકાના આકરા વલણને કારણે ઈરાનની સૈન્ય તાકાત બિલકુલ પાયમાલ થઈ ગઈ છે. આથી મજબૂર બનેલું ઈરાન હવે પરમાણુ હથિયારોની જિદ્દ કાયમ માટે છોડીને અમેરિકા સાથે નવી સમજૂતી પર હસ્તાક્ષર કરવા તૈયાર થઈ ચૂક્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ જણાવ્યું કે તેહરાન આપણી તમામ શરતો માનવા માટે મજબૂર બન્યું છે.

 

અમેરિકા અને ઈરાન વચ્ચેના લાંબા સમયના તણાવ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરતા વૈશ્વિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. એક વર્ચ્યુઅલ ટેલિ-રેલીને સંબોધન કરતા તેમણે સ્પષ્ટ અને આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે ઈરાન હવે અમેરિકા સાથે એક બહુ મોટી સમજૂતી કરવા માટે રાજી થઈ ગયું છે. અમેરિકાના કડક આર્થિક પ્રતિબંધો અને સૈન્ય કાર્યવાહીના ડરથી ઈરાનની સૈન્ય ક્ષમતાઓ સાવ તળિયે પહોંચી ગઈ છે. આ પરિસ્થિતિમાં તેમની પાસે વોશિંગ્ટનની શરતો સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. 

 

ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે ઈરાન પરમાણુ હથિયાર ક્યારેય નહિ રાખવાની શરત માનવા અને બધું જ સોંપી દેવા માટે પણ તૈયાર છે. અમેરિકાની આર્થિક અને લશ્કરી નીતિઓએ ઈરાનની કમર તોડી નાખી છે, જેના કારણે લાંબા સમયથી ચાલી આવતી પરમાણુ જિદ્દનો હવે અંત આવી રહ્યો હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે.

(9:32 AM IST)