હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિઓ પહોંચ્યા જામનગર : બે દિવસીય ભારત મુલાકાત દરમિયાન આજે જામનગર સ્થિત એશિયાની વિશાળ રિલાયન્સ રિફાઇનરીની લેશે મુલાકાત
રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણી સાથે બેઠક યોજાવાની પ્રબળ સંભાવના : ભારત-અમેરિકા વચ્ચે વેપાર, ઊર્જા સહયોગ અને ક્રૂડ ઓઇલ મુદ્દે થશે ચર્ચા

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના વરિષ્ઠ નેતા અને વિદેશ મંત્રી માર્કો રુબિઓ તા. ૨૦ થી ૨૨ ઓક્ટોબર દરમિયાન સત્તાવાર ભારત મુલાકાતે આવ્યા છે. આ પ્રવાસના ભાગરૂપે તેઓ આજે ગુજરાતના જામનગર ખાતે પહોંચીને એશિયાની સૌથી વિશાળ એવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરીની મુલાકાત લેવાના છે. આ કંપની વિઝિટ બાદ રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણી સાથે પણ તેમની મુલાકાત યોજાવાની પૂરી સંભાવના છે.
મુલાકાતના મુખ્ય મુદ્દાઓ અને સુરક્ષા વ્યવસ્થા:
અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિઓની આ જામનગર મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર, ઊર્જા સહયોગ, ક્રૂડ ઓઇલ તેમજ વ્યૂહાત્મક રોકાણ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા થઈ શકે છે. આ ઉચ્ચસ્તરીય મુલાકાતને ધ્યાનમાં રાખીને જામનગર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા સાથે ખાસ કોન્વેની (કાફલાની) વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. (તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
