હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને રાજદૂત સેર્ગીઓ ગોરે જામનગર સ્થિત વિશ્વની સૌથી મોટી રિલાયન્સ રિફાઇનરીની લીધી મુલાકાત : મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ કર્યું સ્વાગત
ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઓ, ડેટા સેન્ટર્સ અને અદ્યતન ટેકનોલોજી નિહાળી : ભારત-અમેરિકા વચ્ચે ઊર્જા સહયોગ, ડીજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાપારી ભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચા

જામનગર - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ (વિદેશ મંત્રી) માર્કો રૂબિયો અને ભારતમાં યુએસના રાજદૂત સેર્ગીઓ ગોરનું વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ધરાવતા જામનગર ખાતે સ્વાગત કર્યું હતું. આ પ્રતિષ્ઠિત મુલાકાત દરમિયાન મહેમાનોને વિશ્વ કક્ષાના રિફાઇનરી સંકુલની મુલાકાત કરાવાઈ હતી, જ્યાં તેમને રિલાયન્સના વિશાળ કદ, અદ્યતની ટેકનોલોજી અને સંકલિત કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો હતો.
ન્યૂ એનર્જી, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી પર ચર્ચા:
મુલાકાત દરમિયાન રૂબિયો અને ગોરને તબક્કાવાર કાર્યરત થઈ રહેલી રિલાયન્સની ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઓ તેમજ નિર્માણાધીન ડેટા સેન્ટર્સ વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ જામનગર સંકુલના વિકાસને ડીપ-ટેક, ઇનોવેશન અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગના કેન્દ્ર તરીકે વિકસાવવાના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિઝનને રજૂ કર્યું હતું. આ પ્રવાસમાં ઊર્જા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કંપનીના રોકાણોની ઝાંખી પણ આપવામાં આવી હતી.
બંને પક્ષો વચ્ચે વૈશ્વિક ઊર્જા લેન્ડસ્કેપ, પરંપરાગત તથા નવા ઊર્જા ક્ષેત્રોમાં વેપારી ભાગીદારી, વિશ્વસનીય અને સસ્તી ઊર્જા પુરવઠો, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન અને વધતી માંગને પહોંચી વળવા જરૂરી રોકાણ અંગે વ્યાપક ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, ડેટા સેન્ટર્સને ટેકો આપવા માટે ભરપૂર વીજળીની ભૂમિકા અને ડિજિટલ અર્થતંત્રના વિસ્તરણ જેવા ઊર્જા અને ડિજિટલ માળખાના પરસ્પરના જોડાણ પર પણ મંથન કરવામાં આવ્યું હતું. મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ ટેકનોલોજી, ઇજનેરી અને અદ્યતની મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અમેરિકન કંપનીઓ સાથે સહયોગની અપાર સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો. આ બેઠક ઉદ્યોગના દ્રષ્ટિકોણની આપ-લે કરવા અને પારસ્પરિક વ્યાપારી હિતોના ક્ષેત્રો શોધવા માટે અત્યંત રચનાત્મક રહી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
