તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 31st July 2026
બ્લેક મની છુપાવવા સલામત હોવાથી બેંક લોકરનો વપરાશ વધ્યો
મોડી રાત સુધી ખાનગી લોકર ઓપરેટ થતા હોવાના લીધે વપરાશ વધુ હોવાની હકીકતો

મુંબઈ,તા.૩૧: આઇટીના દરોડા પડે તો બેંકમાં લોકર હોય તો તેની જાણકારી સરળતાથી અધિકારીઓને મળી જતી હોય છે. જ્યારે ખાનગી લોકર હોય તો તેની જાણકારી અધિકારીઓને મળતી નથી. આ કારણોસર ખાનગી લોકરનો વપરાશ કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત બેંકમાં લોકર રાખવામાં આવે તો બેંકિગ સમયમર્યાદા સિવાય લોકર ઓપરેટ કરી શકાતું નથી. જ્યારે ખાનગી લોકરમાં આવી કોઈ સમયમર્યાદા નડતી નહીં હોવાના લીધે જ ખાનગી લોકરની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. બેંકમાં લોકર રાખવામાં આવે તો સૌથી પહેલા જે પણ વ્યક્તિએ લોકર લેવાનું હોય તેનું બેંક ખાતું તે બેંકમાં હોવું જોઈએ.
ત્યારબાદ તેની પાસેથી ફિક્સ ડિપોઝિટ વસૂલ કરવામાં આવતી હોય છે. તે ૨૦ હજાર અને તેના કરતા વધુ હોય છે. આ ઉપરાંત લોકર માટે કરાર કરાવવામાં આવતા હોય છે. તેમાં ૩૦૦ રૂપિયાનું સ્ટેમ્પ પેપર લાગતું હોય છે. આવી તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ લોકર ખોલવામાં આવતું હોય છે. જ્યારે ખાનગી સેફ વોલ્ટમાં આવા કોઈ નિયમો લાગુ કરવામાં આવતા નથી. આ ઉપરાંત ખાનગી સેફ વોલ્ટમાં સમયમર્યાદા નહીં હોવાના કારણે વેપારીઓએ જોખમ લાવવા લઇ જવામાં પણ સમસ્યા રહેતી નથી.
બેંકના લોકરનો વીમો રાખવો ફરજિયાત કરાયો
બેંકમાં લોકર રાખવા માટે પહેલા વીમો રાખવો ફરજિયાત નહોતો. પરંતુ ઇન્ડિયન બેંક એસોસિયેશન અને આરબીઆઇ વચ્ચે થયેલી બેઠકમાં લોકરમાં રાખવામાં આવતા કિમતી સામાનની સુરક્ષાને ધ્યાને રાખીને લોકર ધારક સાથે કરાર કરવામાં આવે. તેમજ તમામ લોકરનો વીમો ફરજિયાત કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. તેના કારણે થોડા સમય પહેલા લોકરધારક અને બેંક વચ્ચે ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર તેનો કરાર કરવામાં આવ્યો છે. તેમાં લોકરનો વીમો લેવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
