તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ગોરખનાથ મઠના મહંત તેમજ ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથનો આવતીકાલે જન્મ દિવસ
અજય મોહન સિંહ બિષ્ટ એટલે કે યોગી આદિત્યનાથજીનો ૫૫માં વર્ષમાં મંગલ પ્રવેશ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ઉત્તરપ્રદેશ ના ફાયરબ્રેન્ડ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રભાવશાળી નેતા યોગી આદિત્યનાથ જી નો આવતીકાલે જન્મ દિવસ છે, તેમના આ જન્મ દિને તેમને શુભેચ્છા આપવા અનેરી આતુરતા જોવા મળે છે.
આજના દિને યોગી આદિત્યનાથ જી ના જીવન વિશે જોઈએ તો ૫મી જૂન ૧૯૭૨ના રોજ પંચુર ગામે , પૌડી ગઢવાલ (હાલના ઉત્તરાખંડ) ખાતે થયો હતો, તેમનું મુળ નામ અજય મોહન સિંહ બિષ્ટ, તેમના પીતાનુ નામ આનંદ સિહ બિષ્ટ તેવો વન વિભાગમાં રેન્જર હતા, અને માતા નું નામ સાવિત્રીદેવી હતુ તેઓ ગૃહિણી હતા, તેઓ સાત ભાઈ-બહેનો માં બીજા ક્રમે હતા,બાળપણ થી જ તેઓ શિસ્તબદ્ધ, ધાર્મિક અને અભ્યાસ પ્રેમી માનવામાં આવતા, ગામના સાદા વાતાવરણમાં તેમનો ઉછેર થયો હતો, અજયે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગઢવાલ વિસ્તાર માં પૂર્ણ કર્યું, ત્યાર બાદ ગણિત વિષયમાં B.Sc.ની ડિગ્રી મેળવી, ગણિતના વિદ્યાર્થી હોવા છતાં તેમનો ઝોક આધ્યાત્મિકતા અને સમાજસેવા તરફ વધતો ગયો.
તેઓ ગોરખપુર સ્થિત Gorakhnath Math ગોરખનાથ મઠ વિશે સાંભળતા હતા, આ મઠ માત્ર ધાર્મિક કેન્દ્ર નહોતું પરંતુ ,સામાજિક સેવા,ગૌસેવા, શિક્ષણ, હિંદુ સમાજના સંગઠન માટે પણ જાણીતું હતું, ગોરખનાથ મઠના તે સમયના મહંત હતા મહંત આવેધ્યનાથ ખૂબ જ પ્રભાવશાળી સંત અને નેતા હતા અજય બિષ્ટ તેમની ભાષણ શૈલી અને વિચારો થી ખૂબ પ્રભાવિત થયા, ગોરખપુરની મુલાકાત દરમિયાન તેમની મહંત અવૈદ્યનાથ સાથે પ્રથમ મુલાકાત થઈ, આ મુલાકાત તેમના જીવનનો ટર્નિગ પોઇન્ટ સાબિત થઈ.
ધીમે ધીમે અજય બિષ્ટનું મન આધ્યાત્મિક જીવનમાં વધારે લાગવા લાગ્યું, તેમણે સંસારિક જીવન છોડીને સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો, આ નિર્ણય તેમના પરિવાર માટે અચંબો ભર્યો હતો કારણ કે તેઓ ઉચ્ચ શિક્ષિત હતા , સામાન્ય કારકિર્દી બનાવી શકતા હતા, પરિવાર ની અપેક્ષાઓ હતી છતાં તેમણે આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો, ૧૯૯૩-૯૪ દરમિયાન તેઓ ગોરખપુરમાં સ્થાયી થયા, મહંત અવૈદ્યનાથે તેમને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા, નાથ પરંપરામાં દીક્ષા મળ્યા પછી, અજય મોહન બિષ્ટ નું નામ બદલાયું નવું નામ ‘‘યોગી આદિત્યનાથ'' રાખવામાં આવ્યું.
નાથ સંપ્રદાય હિદુ ધર્મની પ્રાચીન યોગ પરંપરા છે, આ પરંપરાના મુખ્ય સિદ્ધાંતો જોઈએ તો યોગ , તપ , રાષ્ટ્ર સેવા, સમાજ સેવા,આધ્યાત્મિક શિસ્ત છે, ગોરખનાથ મઠ આ પરંપરાનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે , યોગી આદિત્યનાથ ખૂબ જ ઝડપથી મઠમાં લોકપ્રિય બન્યા.
યોગી આદિત્યનાથજીએ ગૌશાળાની સેવા,ગરીબોની મદદ , શિક્ષણ કાર્ય , આરોગ્ય સેવાઓ, ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિય ભાગ લીધો , તેમની શિસ્ત અને કામ કરવાની ક્ષમતા જોઈ મહંત અવૈદ્યનાથ ખૂબ પ્રભાવિત થયા, યોગીજી ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય બન્યા કારણ કે સ્પષ્ટ વક્તવ્ય, રાષ્ટ્રવાદી વિચાર, ધાર્મિક ઓળખ, કાર્યશૈલી તેમને અલગ બનાવતી હતી.
યોગી આદિત્યનાથ જી ના રાજકીય પ્રવેશની શરૂઆત સમજીએ તો, ગોરખનાથ મઠનો રાજકીય પ્રભાવ પણ લાંબા સમયથી રહ્યો છે , મહંત અવૈદ્યનાથ પોતે સાંસદ રહ્યા હતા, તેમણે યોગી આદિત્યનાથને જાહેર જીવન માટે તૈયાર કર્યા.
વર્ષ ૧૯૯૮ ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ યોગી આદિત્યનાથને ઉમેદવાર બનાવ્યા તે સમયે ઘણા લોકો માટે આ ચોંકાવનારું હતું કારણ કે તેઓ ખૂબ યુવાન હતા, નવા ચહેરા હતા,તાજા સંન્યાસી હતા, પરંતુ ગોરખનાથ મઠનો પ્રભાવ અને તેમની લોકપ્રિયતા ઝડપથી વધી રહી હતી, ચૂંટણી પ્રચારમાં યોગીજી એ અલગ રણનીતી અપનાવી, તેમણે ખાસ કરીને ધ્યાન, હિંદુ સમાજના સંગઠન પર, યુવાનો સાથે સીધા સંપર્ક પર, ગામડાઓમાં મુલાકાતો પર ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો પર વધુ ધ્યાન આપ્યું, તેમની ભાષણશૈલી તેજસ્વી અને આક્રમક માનવામાં આવતી હતી.
ચૂંટણીનું પરિણામ આવ્યું જેમાં યોગીજીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવારને હરાવી ભવ્ય જીત મેળવી આ જીતથી તેઓ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા, ગોરખપુરમાં તેમની અલગ ઓળખ બની, યુવા હિંદુ નેતા તરીકે ઓળખ મળવા લાગી, ૧૯૯૮ માં માત્ર ૨૬ વર્ષની વયે સૌથી યુવા સાંસદોમાં સ્થાન મળ્યું જે મોટી ઘટના હતી, તે સમયે તેઓ ૧૨ મી લોકસભાના સૌથી યુવા MPs પૈકીના એક હતા.
યુવા સંન્યાસી નો જાણે થયો ઉદય ત્યાર પછી રાજકીય આલમ માં યોગી જી એ પાછળ વળીને જોયું નથી ૧૯૯૮ પ્રથમ વખત સાંસદ બન્યા બાદ,૧૯૯૯ ફરી જીત,૨૦૦૪ પાછા જીત્યા, ૨૦૦૯ માં ફરી જીત મેળવી,૨૦૧૪ ફરી મેદાન માર્યું, આ રીતે તેઓ ગોરખપુરના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં સામેલ બન્યા.
યોગી આદિત્યનાથજીએ વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૬ દરમ્યાન સંગઠન અને પ્રભાવ નો વિસ્તાર કર્યો, પરિણામે વર્ષ ૨૦૧૭ માં બીજેપી ને ભવ્ય જીત મળી અને તેવો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા, ૨૦૨૨માં ફરી બીજી ટર્મ માટે મુખ્યમંત્રી બન્યા હવે હવે ફરી વિધાનસભાની ચૂંટણી ઓ આવી પહોંચશે.
ગામડાના સામાન્ય પરિવારનો અજય બન્યા દીક્ષા લઈ યોગી જી બન્યા અને આ યોગીજી ઉત્તર પ્રદેશની લાખો જનતા ના દિલો ઉપર રાજ કરે છે, આવતીકાલે એટલે કે ૫ જુન ૨૦૨૬ ના રોજ યોગી જી ૫૪ વર્ષ પૂર્ણ કરી ૫૫ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે આ વેળા એ તેમને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ....
મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથજીની સફર કાયદો અને વ્યવસ્થા પર કડક કાર્યવાહી ૧૬૦૦૦ થી વધુ થયા એન્કાઉન્ટર ઓપરેશન યોગી સરકારની ‘‘માફિયા મુક્ત ઉત્તર પ્રદેશ'' છબી વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રફતાર, અયોધ્યા અને ધાર્મિક વિકાસ, કુંભમેળાની વિશ્વ એ લીધી નોંધ, ખેડૂતો માટે યોજનાઓ, ઔદ્યોગિક અને આર્થિક વિકાસ, કોરોના કાળમાં ભૂમિકા બીજી વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ, ઉત્તર પ્રદેશને ‘‘ટ્રિલિયન ડોલર અર્થતંત્ર'' બનાવવાનો લક્ષ્ય, એક્સપ્રેસવે ક્રાંતિ, યોગી સરકારની મુખ્ય સિદ્ધિઓ, કડક પ્રશાસક, ઝડપી નિર્ણયક્ષમ નેતા , હિન્દુત્વવાદી ચહેરો, વિકાસમુખી મુખ્યમંત્રી ની બનાવી છબી બુલડોઝર બાબાનું મળ્યું ઉપનામ
‘‘અપરાધી યા તો જેલ મેં હોંગે, યા પ્રદેશ છોડ દેંગે
દંગા કરને વાલો કો ઉનકી ભાષા મેં જવાબ મિલેગા
ઉત્તર પ્રદેશ મેં અબ ગુંડા ટેક્સ નહીં ચલેગા
જો કાનૂન હાથ મેં લેગા, ઉસકા હિસાબ કાનૂન કરેગા''
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથજી આવતીકાલે ૫૪ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી તરીકે તેમની મુખ્ય સિદ્ધિ ઓ જોઈએ તો યોગી આદિત્યનાથ જી મુખ્યમંત્રી તરીકે ઉત્તર પ્રદેશમાં એક કડક, ઝડપી અને વિકાસમુખી પ્રશાસક તરીકે જાણીતા બન્યા છે, આ વિધાનસભાની ચૂંટણીમાં લગભગ ૧૫ વર્ષ પછી ભાજપ ઉત્તર પ્રદેશમાં સત્તામાં આવ્યું, ઉત્તર પ્રદેશમાં ભાજપની સૌથી મોટી જીતોમાંની એક ગણાય છે, આ જીત પછી યોગી આદિત્યનાથજીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
૧૯ માર્ચ ૨૦૧૭ થી તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે અને રાજ્યની રાજનીતિમાં મોટું પરિવર્તન લાવનાર નેતા તરીકે જોવામાં આવે છે.
મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની સફર પડકારજનક હતી પરંતુ યોગીજી એ પડકાર ને ઝીલી આગળ વધતા જ ગયા, કાયદો અને વ્યવસ્થા હોય કે વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત હોય કે ધાર્મિક વિકાસ હોય, ખેડૂતો માટે યોજના હોય કે બહેનો માટે યોજના, કોઈ પણ ક્ષેત્રે પાછળ રહ્યા નથી, લાખો જનતા ની અપેક્ષા પૂરી કરવા સાથે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે પછી અમીત ભાઈ શાહની અપેક્ષા માં પણ ખરા ઉતર્યા છે યોગી જી, આવો આપણે તેમની આ સફરને જોઈએ.
સૌથી પહેલા તો યોગીજી એ કાયદો અને વ્યવસ્થા પર કડક કાર્યવાહી કરી, યોગી સરકાર નું સૌથી મોટું પગલું , ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ, ગેરકાયદેસર સંપત્તિ જપ્ત માફિયા નેટવર્ક સામે કાર્યવાહી, ‘‘બુલડોઝર કાર્યવાહી'', પ્રખ્યાત નામો સામે કાર્યવાહી ચર્ચામાં રહી, અતીક અહેમદ, મુખ્તાર અંસારી સહિત અન્ય પ્રભાવ શાળી ગુનેગાર ગેંગ નો ખાત્મો બોલાવ્યો, જેને લઈ ને સંગઠિત ગુનાખોરી ઘટી, સામાન્ય લોકોમાં સુરક્ષા ભાવના વધી, તેમજ પોલીસ એન્કાઉન્ટર નીતિ નો ચમકારો વધુ જોવા મળ્યો, યોગી સરકાર ના એન્કાઉન્ટર સૌથી વધુ ચર્ચામાં રહ્યા, સરકારી દાવા મુજબ હજારો ગુનેગારો ની ધરપકડ કરાઈ, ઘણા ઇનામી ગુનેગારો પકડાયા, અનેક એન્કાઉન્ટર થયા.
ઉત્તર પ્રદેશ પોલીસ અને DGP દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ અનુસાર આંકડા ને જોઈએ તો કુલ એન્કાઉન્ટર ઓપરેશન લગભગ ૧૬,૦૦૦ થી વધુ, ધરપકડ કરાયેલા ગુનેગાર ૩૪,૦૦૦ થી વધુ ઘાયલ આરોપીઓ લગભગ ૧૧,૦૦૦, માર્યા ગયેલા આરોપીઓ ૨૬૬ થી ૨૮૯ વચ્ચે ઘાયલ પોલીસકર્મીઓ ૧,૭૦૦ થી વધુ શહીદ પોલીસકર્મીઓ ૧૮ નો સમાવેશ થાય છે, ધાર્મિક તણાવ અને દંગા ઉપર આવ્યું નિયંત્રણ,મોટા દંગાઓ માં ઘટાડો થયો, અને સંવેદનશીલ વિસ્તારોમાં ઝડપી કાર્યવાહી થઈ તેમજ અગાઉની તુલનાએ સામૂહિક હિસા પણ ઘટી.
ટેકનોલોજી આધારિત પોલીસિગ શરૂ કરાઈ, ૧૧૨ ઇમરજન્સી સેવા મજબૂત નેટવર્ક ડિજિટલ પોલીસિગ, સાયબર સેલ વિકાસ, આતંકવાદ અને સંગઠિત નેટવર્ક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી ATS અને STF ને મજબૂત બનાવવામાં આવ્યા , શંકાસ્પદ નેટવર્ક પર નજર, આંતરરાજ્ય ગુનેગાર ગેંગ સામે કાર્યવાહી શરૂ થઈ, યોગી સરકાર વારંવાર કહે છે કે ‘‘સારો લો એન્ડ ઓર્ડર એટલે વધુ રોકાણ'' મોટા ઉદ્યોગ જૂથોને ઉત્તર પ્રદેશમાં રોકાણ માટે આમંત્રિત કરવામાં આવ્યા, તેમના કાર્યકાળ માં સૌથી વધુ ચર્ચિત વિષય ‘‘લો એન્ડ ઓર્ડર'' રહ્યો, તેમણે લીધેલા પગલા ને જોઈએ તો , કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ સામે કાર્યવાહી હાથ ધરી અતીક અહેમદ ઉત્તર પ્રદેશના સૌથી પ્રભાવશાળી માફિયા-રાજકારણીઓમાં ગણાતા હતા , તેમના વિરુધ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ, હજારો કરોડની મિલ્કત પર કાર્યવાહી, ગેરકાયદેસર મિલ્કતો પર બુલડોઝર, પ્રયાગરાજમાં અનેક સંપત્તિઓ જપ્ત ૨૦૨૩ દરમિયાન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા દેશભરમાં ચર્ચાનો વિષય બની.
ત્યાર બાદ Mukhtar Ansari મુખ્તાર અંસારી સામે કાર્યવાહી કરવામાં આવી, મુખ્તાર અંસારી પૂર્વાંચલના સૌથી મોટા ‘‘બાહુબલી'' નેતાઓમાં ગણાતા હતા, તેમની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરાઈ, લખનૌ અને ગાઝીપુર માં મિલ્કતો તોડાઈ , પરિવાર અને ગેંગ નેટવર્ક સામે તપાસ, જેલ ટ્રાન્સફર અને સુરક્ષા કડક, યોગી સરકારનો દાવો હતો કે મુખ્તાર અંસારી ની કરોડો ની મિલ્કત સરકારના કબ્જામાં લેવામાં આવી, પછી કેટલીક જમીન પર ગરીબો માટે મકાનો પણ બનાવાયા.
ત્યાર બાદ વિકાસ દુબે નો કેસ હાથ ઉપર લીધો, ૨૦૨૦ માં કાનપુર ના બીકરુ ગામમાં પોલીસ પર હુમલા પછી વિકાસ દુબે દેશભરમાં ચર્ચામાં આવ્યો, જેમાં ૮ પોલીસકર્મીઓના શહીદ થયા, વિશાળ પોલીસ ઓપરેશન હાથ ધરી વિકાસ ની મધ્યપ્રદેશમાંથી ધરપકડ પછી પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ આ કેસ પછી યોગી સરકારે ગેંગસ્ટર નેટવર્ક સામે વધુ કડક અભિયાન શરૂ કર્યું.
યોગી સરકારે ભૂમાફિયા વિરોધી અભીયાન હાથ ધરી ‘‘એન્ટી લેન્ડ માફિયા ટાસ્ક ફોર્સ'' રચી.
ગુનેગારો સામે કડક પોલીસ કાર્યવાહી, માફિયા વિરોધી અભિયાન, ગેંગસ્ટર એક્ટ હેઠળ સંપત્તિ જપ્ત, ‘‘બુલડોઝર કાર્યવાહી'' ચર્ચામાં આવી, ‘‘બુલડોઝર મોડેલ'' યોગી સરકાર ની સૌથી પ્રખ્યાત ઓળખ બની.
ગેરકાયદેસર મિલ્કતો તોડવી, માફિયાની આર્થિક શક્તિ તોડવાનો પ્રયાસ, કડક પ્રશાસનિક સંદેશ, યોગીજી એ જાહેરમાં કહ્યું હતું કે ‘‘માફિયા સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.''
અતિક અહેમદઃ પ્રયાગરાજ (અલ્હાબાદ), રાજકીય-માફિયા નેટવર્ક
મુખ્તાર અંસારીઃ ગાઝીપુર, મૌ, પૂર્વાંચલ કોન્ટ્રાક્ટ માફિયા
વિકાસ દુબેઃ કાનપુર, બિકરુ કાંડ
ધનંજય સિંઘઃ જાૈનપુર વિસ્તારનો બાહુબલી
બ્રિજેશ સિંઘઃ પૂર્વાંચલ ગેંગ નેટવર્ક
રઘુરાજ પ્રતાપ સિઘ ?? પ્રતિપગઢ, રાજકીય બાહુબલી
હરી શંકર તિવારીઃ ગોરખપુર, પૂર્વાંચલનો પ્રભાવશાળી બાહુબલી
ડી. પી. યાદવઃ પヘમિ ઉત્તર પ્રદેશ
અમરનાથ ત્રિપાઠીઃ ગોરખપુર વિસ્તાર
અભય સિંઘઃ અયોધ્યા-ગોંડા વિસ્તાર
સમર્થકોના મત મુજબ રાજ્યમાં ગુનાખોરીમાં ઘટાડો થયો અને રોકાણનું વાતાવરણ સુધર્યું.
વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને પણ યોગી જી એ એટલું જ મહત્વ આપ્યું, યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં એક્સપ્રેસવે ક્રાંતિ લાવ્યા, ઉત્તર પ્રદેશને એક્સપ્રેસવે નેટવર્કથી જોડવાનો મોટો નિર્ણય લીધો, પૂર્વાંચલ એક્સપ્રેસવે, ગંગા એક્સપ્રેસવે, બુન્દેલખંડ એક્સપ્રેસવે શરૂ થયા જેને લઇને પ્રવાસનેમાં ઘટાડો થયો , ઉદ્યોગ અને વેપારમાં વધારો થયો તેમજ , પૂર્વાંચલ અને બુન્દેલખંડ જેવા વિસ્તારોને વિશેષ લાભ મળ્યો, આ ઉપરાંત યોગી સરકારે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર નવા એરપોર્ટ અને મેટ્રો પ્રોજેક્ટ જેવા મોટા મોટા પ્રોજેક્ટ શરૂ કર્યા, યોગીજીના સમયમાં રામ મંદિર અને અયોધ્યાનો વિકાસ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો, જેમાં મુખ્ય બાબતોમાં અયોધ્યામાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવા રસ્તા, એરપોર્ટ અને પર્યટન સુવિધાઓ, ધાર્મિક પર્યટનનો વિકાસ કરાયો એટલુજ નહી ૨૨મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જે તેમની સિદ્ધિ કહેવાય.
યોગી સરકાર એ ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી, જેમાં શેરડી ખેડૂતોને ચુકવણી, MSP ખરીદીમાં વધારો, સિચાઈ સુવિધાઓમાં સુધારો , ટ્યુબવેલ માટે વીજળી સહાય, સરકાર ના દાવા મુજબ કૃષિ વૃદ્ધિ દરમાં વધારો થયો, ઉત્તર પ્રદેશ ને ‘‘ટ્રિલિયન ડોલર અર્થતંત્ર'' બનાવવા પર ભાર મૂકાયો.
યોગી સરકારનું લાંબા ગાળાનું આર્થિક વિઝન સમજીએ તો ઉદ્યોગીકરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટઅપ, કૃષિ અને નિકાસ ઉપર કર્યું ફોકસ, ઉત્તર પ્રદેશ ને ભારતનું સૌથી મોટું આર્થિક કેન્દ્ર બનાવવું.,
મોબાઇલ મેન્યુફેક્ચરિગ, ડિફેન્સ ઉત્પાદન, MSME વિકાસ, સ્ટાર્ટઅપ પ્રોત્સાહન અને નોઈડામાં વિશ્વના મોટા મોબાઇલ ઉત્પાદન પ્લાન્ટોમાંનું એક શરૂ થયું, આવા અનેક ક્ષેત્રે યોગી સરકાર આગળ ધપી છે, મહિલાઓ ની સુરક્ષા માટે ‘‘એન્ટી-રોમિયો સ્ક્વોડ'' કરી શરૂ, ૨૦૧૭ માં શરૂ કરાયેલ આ મહત્વપૂર્ણ અભિયાન નો મુખ્ય હેતુ હતો, મહિલા ઓ અને,વિદ્યાર્થિનીઓની સુરક્ષા, જાહેર સ્થળે છેડતી રોકવી જેના પરિણામે સુરક્ષા ભાવના વધી, અને કદાચ આવા વિકાસ ના પરીબળો ને કારણે જ જનતા એ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણી માં ફરી બીજેપી ઉપર જ મહોર લગાવી, લગભગ ૩૭ વર્ષ પછી ઉત્તર પ્રદેશ માં કોઈ સરકાર સતત બીજી વખત સત્તામાં આવી, યોગી આદિત્યનાથ ફરી મુખ્યમંત્રી બન્યા, ‘‘કાયદો-વ્યવસ્થા'', ‘‘ફ્રી રાશન યોજના'' અને ‘‘બુલડોઝર ઈમેજ'' ચૂંટણીમાં મુખ્ય મુદ્દા રહ્યા, આ જીતને ૨૦૨૪ લોકસભા ચૂંટણી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મુખ્યમંત્રી તરીકે યોગીજી ની મુખ્ય ઓળખ એક વાક્ય માં જોઈએ તો કડક પ્રશાસક, ઝડપી નિર્ણયક્ષમ નેતા, હિન્દુત્વવાદી ચહેરો,વિકાસમુખી મુખ્યમંત્રી કહી શકાય, આજે અનેક રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જીત માં યોગીજીની ચૂંટણી પ્રચારક છબી કામ કરી ગઈ હોવાનું પણ કહેવાય છે.
યોગી આદિત્યનાથજીના મુખ્યમંત્રી ના કાર્યકાળને દિવસોમાં જોઈએ તો , યોગીજીએ પ્રથમ વખત ૧૯મી માર્ચ ૨૦૧૭ ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, આવતીકાલના તેમના જન્મ દિવસ સુધીના દિવસની ગણત્રી કરીએ તો, કુલ સમય ૯ વર્ષ, ૨ મહિના અને ૧૮ દિવસ એટલે કે, કુલ દિવસ ૩૩૬૬ થાય, એટલે કે ૫મી જૂન ૨૦૨૬ સુધી યોગીજીને મુખ્યમંત્રી તરીકે અંદાજે ૯ વર્ષથી વધુ સમય પૂર્ણ થઈ ગયો છે. હવે યોગી આદિત્યનાથ ૨૦૨૭ ની વિધાનસભા ની ચૂંટણી માં ફરી બીજેપીને જીતાડવા કામે લાગ્યા છે, યોગી જીને જન્મ દિવસની આગોતરી શુભેચ્છા....(
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
