<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

વાહન ચલાવતી વખતે નિયમનો સૌથી વધુ ભંગ કરવામાં ઉત્તર પ્રદેશ, કેરળ બાદ ગુજરાત વધુ ભંગ ત્રીજા સ્‍થાને

હેલ્‍મેટ વગર વાહન ચલાવવું, ઓવરસ્‍પીડથી સૌથી વધુને દંડઃ ડ્રાઈવિંગમાં બેદરકારીઃ દરરોજ ૨૫ હજાર વાહનચાલકો દંડાય છે

નવી દિલ્‍હી,તા.૧૫: ગુજરાતમાં રોંગસાઈડ ડ્રાઈવિગ, ઓવરસ્‍પીડ, મોબાઈલનો ઉપયોગ કરતાં વાહન ચલાવવું, હેલમેટ-સીટ બેલ્‍ટ નહીં પહેરવા જેવા સામાન્‍ય નિયમોનું પાલન નહીં કરનારના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે જ ગુજરાતમાંથી ૪૦.૬૫ લાખ જેટલા ટ્રાફિક ચલાન ઈસ્‍યુ થઈ ચૂક્‍યા છે. આ સ્‍થિતિએ દરરોજ સરેરાશ ૨૫ હજાર જેટલા વાહનેચાલકો દંડાય છે.

આ વર્ષે સૌથી વધુ વાહનચાલકોને મેમો ઈસ્‍યુ થયા હોય તેવા રાજ્‍યોમાં ઉત્તર પ્રદેશ ૯૭.૭૪ લાખ સાથે મોખરે, કેરળ ૪૬.૬૫ લાખ સાથે બીજા અને ગુજરાત ત્રીજા સ્‍થાને છે. ગુજરાતમાં આ વર્ષે ૧૪ જૂન સુધી ટ્રાફિક વિભાગ દ્વારા ૩૫.૪૪ લાખ અને ટ્રાન્‍સપોર્ટ  ડિપાર્ટમેન્‍ટ દ્વારા ૫.૨૦ લાખ મેમો જારી આવેલા છે. રેડ સિગ્નલ તોડવું, હેલમેટ-સીટ બેલ્‍ટ વગર વાહન ચલાવવું, ઓવરસ્‍પીડ, મોબાઈલ પર વાત કરતાં ડ્રાઇવિગ કરવું, રોંગ સાઈડ ડ્રાઈવિગ જેવી બાબત માટે ટ્રાફિક પોલીસ દ્વારા જ્‍યારે પોલ્‍યુશન સર્ટિફિકેટ એક્‍સપાર્યડ હોવું, પરમિટ સર્ટિફિકેટ, ઈન્‍સ્‍યોરન્‍સ-ફિટનેસ સંબધિત ઉલ્‍લંઘન, ડ્રાઇવિગ લાયસન્‍સ કે રજિસ્‍ટ્રેશન સંબધિત નિયમનો ભંગ ટ્રાન્‍સપોર્ટ વિભાગ હેઠળ આવે છે.

વર્ષ ૨૦૨૫ દરમિયાન ગુજરાતમાંથી કુલ ૮૫.૭૧ લાખ ટ્રાફિક ચલણ ફાટ્‍યા હતા. હાલ દરરોજસરેરાશ ૨૫ હજાર ટ્રાફિક ચલણ ઈશ્‍યુ થાય છે અને તેમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્‍થળ વસૂલાયેલા દંડનો સમાવેશ થતો નથી. અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન ૪૦.૨૦ લાખ ચલણ નોંધાયા હતા. સૌથી સામાન્‍ય ગુનામાં હેલ્‍મેટ વગર વાહન ચલાવવું, રોંગ સાઈડ ડ્રાઈવિગ, ઓવરસ્‍પીડિગ, ખોટી રીતે પાર્કિગ, સીટ બેલ્‍ટ નહીં પહેરવાનો સમાવેશ થાય છે. એક રીતે ગુજરાતમાં દરરોજ સરેરાશ બે મિનિટે ૨૯ ઈ-ચલણ જારી થાય છે.

આ વર્ષે ૭૨૮૫ કરોડનો દંડ વસૂલવાનો બાકી !

સમગ્ર દેશમાંથી આ વર્ષે ૧૪ જૂન સુધી ચલણ જારી થયેલા છે. આ ચલણની રકમ ૮૬૪૮. ૯૯ કરોડ છે. જેમાંથી ૧૩૯૩.૨૬ કરોડની રકમ ચૂકવાઈ છે જ્‍યારે ૭૨૮૫.૭૪ કરોડની રકમ વસૂલાઇ નથી.

કયા રાજ્‍યથી સૌથી વધુ ટ્રાફિક ચલાન ઈસ્‍યુ થયા?

રાજ્‍ય     ચલાન જારી

ઉત્તર પ્રદેશ    ૯૭.૭૪ લાખ

કેરળ     ૪૬.૬૫ લાખ

ગુજરાત   ૪૦.૬૫ લાખ

તામિલનાડુ     ૩૫.૮૪ લાખ

રાજસ્‍થાન ૩૩.૫૩ લાખ

દિલ્‍હી  ૩૨.૫૬ લાખ.

(10:07 AM IST)