તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
મુશળધાર વરસાદ બાદ પણ શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો
ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાયું

નાસિકઃ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદે સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી સમય માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. મુશળધાર વરસાદ બાદ પણ શાકભાજીના ભાવ હજી પણ આસમાનને આંબી રહ્યા છે અને નાગરિકોને કોઈ રાહતના સમાચાર નથી મળી રહ્યા. આ કુદરતી આફતની સીધી અસર હવે સામાન્ય લોકોની થાળી પર જોવા મળી રહી છે.
નાસિક જિલ્લો શાકભાજીના ઉત્પાદન માટે જાણીતો છે, પરંતુ સતત વરસી રહેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ સ્થિતિને કારણે તૈયાર પાક બગડવાની શરૂઆત થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદને કારણે વાવણી પણ પ્રભાવિત થઈ છે અને પાકને જે નુકસાન થયું છે, તેના કારણે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
પુરવઠામાં આવેલી આ અછતને પગલે નાસિકની મુખ્ય કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં શાકભાજીની આવક ખૂબ જ ઘટી ગઈ છે. માંગની સામે પુરવઠો ખૂબ જ ઓછો હોવાથી શાકભાજીના ભાવમાં તોતિગ ઉછાળો આવ્યો છે. ટામેટા, કોથમીર, અને અન્ય લીલા શાકભાજીના ભાવમાં બમણો કે ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
ભારે વરસાદ અને રસ્તાઓ પર ભરાયેલા પાણીને કારણે માલવાહક વાહનોની અવરજવર પણ અત્યંત મુશ્કેલ બની છે. ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરો સુધી માલ પહોંચાડવામાં વિલંબ થઈ રહ્યો છે, જે ભાવ વધારાનું મુખ્ય કારણ બની રહ્યું છે.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
