તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
ગેસ ગ્રાહકો માટે અત્યંત મહત્વના સમાચાર: 16 ઓગસ્ટથી LPG સિલિન્ડરના નિયમોમાં મોટો ફેરફાર, e-KYC વગર અટકી જશે સિલિન્ડરનું બુકિંગ અને સબસિડી!
ઉજ્જવલા યોજના સહિત ભારત, ઇન્ડેન અને HP ગેસના તમામ ગ્રાહકો માટે ઈ-કેવાયસી ફરજિયાત; જાણો ઘરે બેઠા કે એજન્સી પર જઈને વેરિફિકેશન કરાવવાની સરળ રીત.

અમદાવાદ: ઘરેલુ ગેસ ગ્રાહકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને જરૂરી અપડેટ સામે આવ્યું છે. જો તમે એલપીજી (LPG) સિલિન્ડરનો ઉપયોગ કરો છો અને તમારું ગેસ કનેક્શન સક્રિય રાખવા માંગો છો, તો તાત્કાલિક e-KYC પૂર્ણ કરાવવું અનિવાર્ય બન્યું છે. 16 ઓગસ્ટ પછી જે ગ્રાહકોએ e-KYC પ્રક્રિયા પૂર્ણ નહીં કરી હોય, તેઓ નવું સિલિન્ડર બુક કરાવી શકશે નહીં અને તેમને મળતી સરકારી સબસિડીનો લાભ પણ બંધ થઈ જશે.
આ નવો નિયમ ભારત ગેસ, ઇન્ડેન અને HP ગેસના તમામ ગ્રાહકો તેમજ વડાપ્રધાન ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સમાન રીતે લાગુ પડશે. જોકે, જે ગ્રાહકોએ તાજેતરમાં જ પોતાનું e-KYC કરાવેલું છે, તેમને ફરીથી આ પ્રક્રિયા કરવાની કોઈ જરૂર નથી. ગ્રાહકો માટે 16 ઓગસ્ટ સુધી સામાન્ય રીતે સિલિન્ડર બુક કરવાની આખરી તક રહેશે, ત્યારબાદ e-KYC પૂર્ણ કર્યા વિના બુકિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.
ગ્રાહકો ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને માધ્યમથી આ વેરિફિકેશન સરળતાથી કરાવી શકે છે. ઓફલાઈન સુવિધા માટે ગ્રાહકે પોતાની ગેસ એજન્સીની ઓફિસે જરૂરી દસ્તાવેજો સાથે જવાનું રહેશે, જ્યારે ઓનલાઈન વેરિફિકેશન માટે સંબંધિત ગેસ કંપનીની સત્તાવાર વેબસાઈટ કે મોબાઈલ એપ પર જઈને આ પ્રક્રિયા ઘરે બેઠા પૂર્ણ કરી શકાશે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
