તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Monday, 4th May 2026
'હિન્દુત્વની જીત' :મમતા બેનર્જીને હરાવવા રાજ્યના ભવિષ્ય માટે અનિવાર્ય :જીતનું સર્ટિફિકેટ બતાવી શુભેન્દુ અધિકારીનો હુંકાર
શુભેન્દુ અધિકારીએ મતદારોનું ગણિત સમજાવતા કહ્યું કે મુસ્લિમ મતો મમતા બેનર્જીને મળ્યા હોવા છતાં, હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને સીપીએમના કટ્ટર સમર્થકોએ તેમને ખુલીને સમર્થન આપ્યું

ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જીને ૧૫,૦૦૦થી વધુ મતોથી પરાજિત કર્યા બાદ શુભેન્દુ અધિકારીએ જીતનું પ્રમાણપત્ર મેળવી આક્રમક પ્રતિક્રિયા આપી છે. તેમણે આ જીતને 'હિન્દુત્વની જીત' ગણાવતા કહ્યું કે, મમતા બેનર્જીને હરાવવા રાજ્યના ભવિષ્ય માટે અનિવાર્ય હતા અને આ પરિણામ તેમની રાજકીય વિદાય સમાન છે. અધિકારીએ મતદારોનું ગણિત સમજાવતા કહ્યું કે મુસ્લિમ મતો મમતા બેનર્જીને મળ્યા હોવા છતાં, હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને સીપીએમના કટ્ટર સમર્થકોએ તેમને ખુલીને સમર્થન આપ્યું છે. ખાસ કરીને બંગાળી હિન્દુઓ અને અન્ય પ્રાંતના ગુજરાતી-મારવાડી સમુદાયના સામૂહિક આશીર્વાદને કારણે આ ઐતિહાસિક સફળતા મળી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
