News of Thursday, 5th November 2026
વિજયે ૧૨માં ધોરણની ટોપર વિદ્યાર્થિનીને સોનાનો હાર ગિફટમાં આપ્યો
તમિલનાડૂના મુખ્યમંત્રી વિજયે બુધવારે ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં, ૧૦માં અને ૧૨માં ધોરણના મેધાવી છાત્રોને સન્માનિત કર્યા

તમિલનાડૂના મુખ્યમંત્રી વિજયે બુધવારે ચેન્નઈમાં આયોજિત એક કાર્યક્રમમાં, ૧૦માં અને ૧૨માં ધોરણના મેધાવી છાત્રોને સન્માનિત કરતા, ૧૨માં ધોરણની સ્ટેટ ટોપરને સોનાનો હાર ગિફટમાં આપ્યો. છાત્ર અને તેમના પરિવાર, જેમાંથી કેટલાય લોકો સવારથી કાર્યક્રમ સ્થળ પર એકઠા થઈ ગયા હતા. વિજયને મળવા માટે ઉત્સાહિત હતા. તિરુવન્નમલાઈની ૧૨માં ધોરણની છાત્રા મોનિકા, જેણે ૬૦૦માંથી ૫૬૬ ગુણ પ્રાપ્ત કર્યા છે, તેણે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયના હાથે પુરસ્કાર લેવો એક ખૂબ જ ખાસ ક્ષણ હતી અને આ આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.
સિનેમાથી શાસન પ્રશાસનના ક્ષેત્રમાં પોતાના બદલાવનો ઉલ્લેખ કરતા, વિજયે કહ્યું કે, તેણે છાત્રોના કલ્યાણને ધ્યાનમાં રાખતા રાજનીતિમાં પગલું માંડ્યું છે. તેમણે છાત્રોને યાદ અપાવી કે તેમના માતા-પિતા, સમાજ અને રાજ્યને તેમની પાસેથી ઘણી આશા છે. મુખ્યમંત્રીએ છાત્રોને પોતાની અલગ ઓળખ બનાવવા અને પડકારોનો સામનો કરતા ન ગભરાવા માટે પણ પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે, જે લોકો આપના રસ્તામાં અડચણો ઊભી કરે છે, તો સમજી લો કે આપની સફળતા નક્કી છે. સાથે જ તેણે છાત્રોને ખરાબ આદતોના ગુલામ ન બનવા અને ભ્રષ્ટાચાર તથા નશીલા પદાર્થોથી દૂર રહેવાની અપીલ કરી છે.
કડ્ડલોરની ધોરણ ૧૦ની વિદ્યાર્થિની શ્રીનિધિએ ૫૦૦માંથી ૪૯૪ ગુણ મેળવ્યા છે. તેણે જણાવ્યું કે નવનિયુક્ત મુખ્યમંત્રી તરફથી મળેલું આ સન્માન તેના અને તેની શાળા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ કાર્યક્રમ વ્સ્ધ્ શૈક્ષણિક પુરસ્કારોના પ્રથમ તબક્કાનો ભાગ હતો. આ દરમિયાન વિજયે પોતે જ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને આર્થિક પ્રોત્સાહન રકમનું વિતરણ કર્યું હતું.
વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં વિજયે કહ્યું કે તેમના રાજકારણમાં આવવા પાછળનો એક હેતુ વિદ્યાર્થીઓના કલ્યાણ માટે કામ કરવાનો પણ હતો. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણને પ્રાથમિકતા આપવા, ભ્રષ્ટાચાર અને નશીલા પદાર્થોથી દૂર રહેવા તેમજ પોતાનાં લક્ષ્યો હાંસલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની સલાહ આપી હતી.
તેમણે કહ્યું, ઙ્કહું અહીં રાજકારણ કરવા, મત માંગવા કે પાર્ટી વિશે વાત કરવા આવ્યો નથી. અત્યારે તમારે પાર્ટીના રાજકારણની કોઈ જરૂર નથી. મન લગાવીને અભ્યાસ કરો, મોટી સિદ્ધિઓ હાંસલ કરો અને તમારું જીવન બદલો. ત્યારબાદ તમે આપણા સમાજ અને તમારા તમિલનાડુ વિશે વિચારી શકો છો.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
