હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિનેશ ફોગટની રિંગમાં વાપસી પર સસ્પેન્સ : દિલ્હી હાઈકોર્ટે WFI પાસે તાત્કાલિક જવાબ માંગ્યો
મેટરનિટી લીવ પછી મહિલા એથ્લેટ્સ માટે ફેર પોલિસીની માંગ સાથે ૧૪ સપ્ટેમ્બરે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં એન્ટ્રી માટે વિનેશે કોર્ટના દરવાજા ખટખટાવ્યા

નવી દિલ્હી : ભારતીય રેસલિંગ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગટની રેસલિંગ રિંગમાં વાપસીને લઈને મોટો સસ્પેન્સ સર્જાયો છે. આવનારી ૧૪ સપ્ટેમ્બરે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી મેળવવા માટે વિનેશ ફોગટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.
આ મામલે દિલ્હી હાઈકોર્ટે ગંભીરતા દર્શાવીને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) પાસે તાત્કાલિક જવાબ તલબ કર્યો છે.
વિનેશ ફોગટે કોર્ટમાં મધરહુડ (માતળત્વ) અને મેટરનિટી લીવ બાદ રમતમાં વાપસી કરતી મહિલા એથ્લેટ્સ માટે એક ‘ફેર પોલિસી' (ન્યાયી નીતિ) બનાવવાની માંગ ઉઠાવી છે. વિનેશનું માનવું છે કે માતા બન્યા પછી કમબેક કરતી મહિલા ખેલાડીઓને યોગ્ય તક અને સમાન અધિકાર મળવા જોઈએ. જેથી તેઓ પોતાની કારકિર્દી ફરી શરૂ કરી શકે.
હવે સૌની નજર દિલ્હી હાઈકોર્ટના નિર્ણય અને WFIના જવાબ પર ટકેલી છે કે શું વિનેશને ૧૪ સપ્ટેમ્બરની ટ્રાયલ્સમાં રમીને વાપસી કરવાની તક મળશે કે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
