<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

વિનોદ પટેલે અમેરિકા જર્મનીમાં મચાવી ધૂમ : ગુજરાતી ગીત સંગીત, ગઝલ પીરસી

રાજકોટ : વિશ્વના ૩૫ જેટલા દેશોમાં ૩૫૦૦ કરતા વધારે સંગીતના કાર્યક્રમો રજુ કરનાર આંતરરાષ્ટ્રીય ગાયક કલાકાર વિનોદ પટેલના તાજેતરમાં અમેરિકા અને જર્મની ખાતે ભારતીય ગીત સંગીતના યોજાયેલ કાર્યક્રમોમાં વિદેશની ધરતી ઉપર વસવાટ કરતા ભારતીયો ભાવવિભોર બન્યા હતા. બેલ્જિયમના જૈન કલ્ચર સેન્ટર એન્ટરોપ ખાતે દેરાસરમાં વિનોદ પટેલે જૈનસ્તવન, ભકિત સંગીત, સોળ સંસ્કાર, માનવજીવન તેમજ રસપ્રદ ગીત સંગીત રજુ કર્યા હતા. પ્રમુખ અરુણ જોગાની આયોજિત આ કાર્યક્રમમાં મનસુખભાઈ પટેલ, જીવદયાવાળા તેમજ કિશોર મામાએ જહેમત ઉઠાવી હતી.

જ્યારે જર્મનીના બર્લિનમાં આનંદ ભટ્ટ અને કાર્યકરો દ્વારા યોજિત કાર્યક્રમમાં લોકડાયરો, લોકગીત, કવિતા, ગઝલ અને હાસ્યરસ પીરસી વિનોદ પટેલે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે મ્યુનિકના શિવાલયમ ટેમ્પલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હિન્દી ભકિત સંગીત, ગુજરાતી ગીતો, શિવસ્તુતિ રજુ કરેલ. કાર્યક્રમની સફળતા માટે જિગરભાઈ, તેમજ જૈમિનભાઈએ જહેમત ઉઠાવી હતી. પોર્ટુગલ લિસ્બન ખાતે શિવમંદિરમાં પ્રમુખ કાન્તીભાઈ દાવડા આયોજિત કાર્યક્રમમાં ગીત સંગીત, ભકિતરસ પિરસ્યો હતો. જ્યારે અમેરિકાના કેલિફોર્નિયા ખાતે રાધાકૃષ્ણ ટેમ્પલ ખાતે હિન્દી ભકિત સંગીત તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની શાખામાં તેમજ સિકાગો બીએપીએસ મંદિર ગુરુકુળમાં એટલાન્ટામાં સનાતન મંદિર તેમજ બાલ્ટીમૉર ખાતે ગુજરાતી સમાજ દ્વારા યોજાયેલ ગીત સંગીત કાર્યક્રમમાં  અતુલભાઈ પટેલ તેમજ ડૉ. નટુભાઈ રાજપરાએ જયારે મેરીલેન્ડ કૃષ્ણમંદિરમાં ભકિતરસ કાર્યક્રમમાં ડૉ. કિરણ પટેલ, હરીશ ભલાણીએ તેમજ નોર્થ કેરાલીના રાલે ખાતે અમે ગુજરાતી ગૃપ દ્વારા હિમાંશુ દેસાઈ, તુષાર બારોટની નિશ્રામાં વિનોદ પટેલે સોળ સંસ્કાર રજુ કરી ભારતીય ધર્મસંસ્કૃતિની ઝાંકી કરાવી હતી. 

(3:57 PM IST)