News of Sunday, 29th November 2026
બાંગ્લાદેશમાં ફરી હિંસા અને અશાંતિનો માહોલ: 19 દિવસમાં 100 બોમ્બ વિસ્ફોટ અને આગચંપી
7 થી 25 નવેમ્બર દરમિયાન બનેલી ઘટનાઓથી દેશમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો: તંત્ર દ્વારા સઘન તપાસ અને કડક કાર્યવાહીની તૈયારી

ઢાકા : બાંગ્લાદેશમાંથી ફરી એકવાર હિંસા અને અશાંતિના ગંભીર અહેવાલો સામે આવી રહ્યા છે, જેમાં 7 થી 25 નવેમ્બર દરમિયાન ઓછામાં ઓછા 100 ઇમ્પ્રુવાઇઝ્ડ બોમ્બ વિસ્ફોટ અને વ્યાપક આગચંપીની ઘટનાઓ બની હોવાનું જાણવા મળ્યું છે. સતત વિસ્ફોટો અને આગચંપીના બનાવોથી સામાન્ય જનજીવન તથા જાહેર સલામતી પર મોટી અસર પડી છે અને સ્થાનિક નાગરિકોમાં ભય તથા ચિંતાનો માહોલ સર્જાયો છે.
અહેવાલો મુજબ, આશરે 19 દિવસના સમયગાળામાં નોંધાયેલા આ વિસ્ફોટો અને આગચંપીની ઘટનાઓ પાછળ કયા તત્વો સક્રિય છે તે અંગે વિવિધ સ્તરે ચર્ચા શરૂ થઈ છે. વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ અને મિલકતોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી દીધી છે.
બાંગ્લાદેશમાં અગાઉ પણ રાજકીય અને સામાજિક અશાંતિના તબક્કા દરમિયાન હિંસા તથા તોડફોડના બનાવો બની ચૂક્યા છે, જેના કારણે સુરક્ષા દળો પર સતત દબાણ રહેતું આવ્યું છે. તાજેતરની શ્રેણીબદ્ધ ઘટનાઓએ ફરી એકવાર દેશમાં આંતરિક સુરક્ષા અને સ્થિરતા જાળવવાના પડકારને વધુ ઘેરો બનાવ્યો છે.
હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા અને વિસ્ફોટ તથા આગચંપીની ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવાની કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં તપાસ એજન્સીઓ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી, નુકસાનનું આकलन અને શાંતિ જાળવવા માટે કયા નક્કર પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી રહેશે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
