તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
ફ્રાન્સ પછી અલ્બેનિયામાં હિંસક પ્રદર્શનો! ભ્રષ્ટાચાર - બેરોજગારી સામે વિરોધ
બેન્ક, સરકારી ઈમારતો નિશાન બનાવ્યાઃ વડાપ્રધાન એડી રામાના રાજીનામાની માંગ : પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને કૃષિ મંત્રાલયના પ્રવેશદ્વાર પર આગ લગાવી દીધી

તિરાના તા.૨૬: અલ્બેનિયામાં સરકાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શનો હિસક બન્યા છે. રાજધાની તિરાનામાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને કૃષિ મંત્રાલયના પ્રવેશદ્વાર પર આગ લગાવી દીધી. આ ઘટનાઓના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. વિરોધ પ્રદર્શનોને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા, રબરની ગોળીઓ ચલાવી અને વોટર કેનનનો ઉપયોગ કર્યો. તેના જવાબમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર ફટાકડા અને રોકેટ ફેંક્યા, જેનાથી તણાવ વધુ વધી ગયો.
અહેવાલ મુજબ, તિરાનામાં પ્રદર્શનકારીઓએ પોલીસને નિશાન બનાવી હતી. એવા અહેવાલો પણ છે કે આ અશાંતિ દરમિયાન સરકારી ઇમારતો અને બેન્કોને પણ નિશાન બનાવવામાં આવી હતી. પોલીસે હિસાને રોકવા માટે કાર્યવાહી કરી; ભીડને વિખેરવા માટે ટીયર ગેસ, રબરની ગોળીઓ અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો. વળતા જવાબમાં, પ્રદર્શનકારીઓએ પોલીસ તરફ ફટાકડા અને રોકેટ ફેંક્યા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિસા જોઈ શકાય છે. જોકે, તે સ્પષ્ટ નથી કે આ ઘટનાઓથી સરકારમાં કોઈ ફેરફાર થશે કે પછી વડા પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પડશે.
અલ્બેનિયામાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો ભ્રષ્ટાચાર, શિક્ષણ પ્રણાલીની સ્થિતિ અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર આધારિત છે. વિદ્યાર્થીઓના નેતૃત્વમાં શરૂ થયેલું આ આંદોલન ઓક્ટોબરની શરૂઆતમાં વેગવંતુ બન્યું હતું. આ વિરોધ પ્રદર્શનો ધીમે ધીમે તિરાનાથી દેશના અન્ય શહેરોમાં ફેલાઈ ગયા છે. પ્રદર્શનકારીઓ સરકારની નીતિઓ અને વર્તમાન વ્યવસ્થા પ્રત્યે પોતાનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
પ્રદર્શનકારીઓ અલ્બેનિયાના વડા પ્રધાન એડી રામાના રાજીનામાની માગ કરી રહ્યા છે. અશાંતિ દરમિયાન સરકારી ઇમારતો અને બેન્કોને નિશાન બનાવવામાં આવતા, વહીવટીતંત્ર માટે પરિસ્થિતિને સંભાળવી વધુ મુશ્કેલ બની ગઈ છે. હાલમાં, પોલીસ હિસક વિરોધ પ્રદર્શનોને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. હવે સૌની નજર એ વાત પર છે કે આ આંદોલન કઈ દિશા લે છે અને સરકાર શું પગલાં લે છે. જોકે, વડા પ્રધાનના રાજીનામા કે સરકારમાં કોઈ ફેરફાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
