તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
ફ્રાન્સમાં હિંસા અને લૂંટફાટ કરનારાઓએ નુકસાન ચૂકવવું પડશે: મેક્રોંની ચેતવણી
મોંઘવારી અને શાળાઓની સ્થિતિ સામેના દેખાવો બાદ કડક સુરક્ષા વ્યવસ્થા

પેરિસ:ફ્રાન્સમાં મોંઘવારી અને શાળાઓની ખરાબ સ્થિતિ સામે યોજાયેલા દેખાવો હિંસક બનતાં પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ તોફાનીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે લૂંટફાટ કરનારાઓએ નુકસાનની ભરપાઈ કરવી પડશે અને પ્રજાસત્તાકને અસ્થિર કરવાનો પ્રયાસ કરનારાઓને જવાબદાર ઠેરવાશે.
દેશભરમાં ઓછામાં ઓછા ૨,૪૦૦ લોકોની ધરપકડ થઈ છે. પેરિસ સહિતનાં શહેરોમાં દુકાનો અને જાહેર ઇમારતોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. લિમોજનું ઐતિહાસિક નગરભવન આગમાં ભારે નુકસાન પામ્યું હતું. મેક્રોંએ હિંસા માટે અતિડાબેરી તત્ત્વો અને ગુનેગારોને જવાબદાર ગણાવ્યા છે. જાહેર ઇમારતો તથા વેપારી સંસ્થાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને જરૂર પડે દેખાવો ઉપર પ્રતિબંધ મૂકવા સ્થાનિક વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
