તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
ઉજ્જૈનના કાલ ભૈરવ મંદિરમાં રૂ.૫૦૦માં VIP દર્શન કરી શકાશે
રૂ.૧૨૫ કરોડના ખર્ચે કોરિડોર વિકાસ સાથે ભક્તો માટે સુવિધાઓનો વિસ્તાર કરાશે

ઉજ્જૈન,તા.૨૧: મધ્યપ્રદેશ સ્થિત ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર બાદ હવે શ્રી કાલ ભૈરવ મંદિરમાં પણ ઝડપી દર્શન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ ભક્તો રૂપિયા ૫૦૦ની ટિકિટ લઈને સીધા ગર્ભગૃહમાંથી દર્શન કરી શકશે. આ ટિકિટો મંદિર પરિસરની બહાર આવેલા કાઉન્ટર પરથી સવારે ૬ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી મેળવી શકાશે. વિશ્વપ્રસિદ્ધ શ્રી કાલભૈરવ મંદિર, જ્યાં ભગવાન કાલ ભૈરવને મદિરા (દારૂ)નો ભોગ ચડાવવામાં આવે છે, ત્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચે છે. ભક્તોની સતત વધતી સંખ્યા અને આગામી સિહસ્થ કુંભમેળો-૨૦૨૮ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને, મંદિરમાં રૂપિયા રૂ.૧૨૫.૧૭ કરોડના ખર્ચે કોરિડોર અને અન્ય સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં આ વીઆઈપી પ્રોટોકોલ જેવી શીઘ્ર દર્શન વ્યવસ્થા ઓફલાઈન શરૂ કરવામાં આવી છે, જેને ટૂંક સમયમાં ઓનલાઈન પણ ઉપલબ્ધ કરાશે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
