<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

૧ જાન્યુઆરીથી જૂની ચેકબુક બંધ થઈ જશે તેવો વાયરલ મેસેજ ખોટો : રિઝર્વ બેન્કે આપ્યો ખુલાસો, લાખો બેન્ક ગ્રાહકોને મોટી રાહત

હાલની ચેકબુક બદલવાની કોઈ જરૂર નથી : નવી સુરક્ષા વ્યવસ્થાવાળી ચેકબુક ફરજિયાત બનાવવાનો કોઈ નિર્ણય લેવાયો નથી

નવી દિલ્હી  : આગામી ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી દેશની તમામ બેન્કોની હાલની ચેકબુક અમાન્ય બની જશે તેવા સોશિયલ મીડિયા ઉપર ફરી રહેલા સંદેશાને ભારતીય રિઝર્વ બેન્કે ખોટો અને ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો છે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ પછી હાલની ચેક ટ્રન્કેશન સિસ્ટમ હેઠળની ચેકબુક બંધ થઈ જશે અને નવી સુરક્ષા સુવિધાવાળી ચેકબુક મેળવવી ફરજિયાત બનશે. રિઝર્વ બેન્કે સ્પષ્ટ કર્યું છે કે આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલની માન્ય ચેકબુકનો ઉપયોગ બેન્કોના પ્રવર્તમાન નિયમો મુજબ ચાલુ રાખી શકાશે. સરકારે પણ સત્તાવાર ફેક્ટ ચેક દ્વારા વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે. બેન્ક ગ્રાહકોને આવી અફવાઓથી ગભરાવાને બદલે રિઝર્વ બેન્કની સત્તાવાર સૂચનાઓ ઉપર વિશ્વાસ રાખવા અને ખોટા સંદેશા આગળ નહીં મોકલવા અનુરોધ કરવામાં આવ્યો છે. 

(8:02 PM IST)