તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
વોટર આઈડી, આધાર કે પાન કાર્ડ ભારતીય નાગરિકતાનો પુરાવો નથીઃ કલકત્તા હાઈકોર્ટ

કોલકાતા,તા.૩૧: વોટર આઈડી કાર્ડ, આધાર કે પાન કાર્ડએ કોઈ વ્યક્તિની ભારતીય નાગરિકતાનો નિર્ણાયક પુરાવો નહીં હોવાનું જણાવતાં કલકત્તા હાઈકોર્ટે અટકાયત કેન્દ્રમાં રાખવામાં આવેલા મુર્શિદાબાદના એક શખ્સ સામેની રાજ્યની કાર્યવાહીમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, વોટર આઈડી, આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો હોવા છતાં કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક છે તેમ માની શકાય નહીં. સુમન મોલ્લા નામના વ્યક્તિએ પોતાના ભત્રીજા નાસિરને ડિટેન્શન કેમ્પમાંથી છોડાવવા માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી.
મોલ્લાએ અદાલતમાં દાવો કરતાં જણાવ્યું હતું કે, વિશેષ મતદાર યાદી સુધારણા (એસઆઈઆર) વખતે તેનું નામ મતદાર યાદીમાંથી દૂર કરાયા બાદ તેને ડિટેન્શન કેમ્પમાં મોકલી દેવાયો હતો. નાસિર ભારતીય છે તે દર્શાવવા તેના મતદાર ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંકની પાસબુક રજૂ કરવામાં આવી હતી. જોકે જાસ્ટિસ દેબાંગસુ બસક અને અજય કુમાર ગુપ્તાની બેન્ચે આ દસ્તાવેજો અમાન્ય રાખતા ઠેરવ્યું હતું કે, વોટર આઈડી કાર્ડ, આધાર અને પાન કાર્ડ એ ભારતીય નાગરિક હોવાના નિર્ણાયક પુરાવા નથી. નાસિરનું નામ ૨૦૨૬ની એસઆઈઆર કવાયત દરમિયાન દૂર કરાયું હોવાનું નોંધતા બેન્ચે જણાવ્યું હતું કે, વોટર આઈડી કાર્ડથી માત્ર જે તે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં સામેલ હોવાનું પુરવાર થાય છે
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
