તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાનમાં મતદાતાઓનો ભારે ઉત્સાહ: વિક્રમજનક ૯૧.૩ ટકા જંગી મતદાન નોંધાયું
લોકશાહીના પર્વમાં બંગાળની જનતા મન મૂકીને જોડાઈ: સવારથી જ તમામ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. મળતા અહેવાલો મુજબ, આ તબક્કામાં લોકોએ ભારે ઉત્સાહ દાખવ્યો છે અને અત્યાર સુધીમાં વિક્રમજનક ૯૧.૩ ટકા જેટલું જંગી મતદાન નોંધાયું છે. સવારથી જ તમામ મતદાન મથકોની બહાર મતદાતાઓની લાંબી કતારો જોવા મળી હતી. યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના તમામ વર્ગના લોકોએ લોકશાહીના આ મહાપર્વમાં પોતાની આહુતિ આપી છે. ક્યાંક છૂટીછવાઈ ઘટનાઓને બાદ કરતા સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પડી હોવાની માહિતી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ જંગી મતદાનના આંકડાઓને લઈને વિવિધ તર્કવિતર્ક કરી રહ્યા છે. વિશ્લેષકોના મતે આટલા મોટા પ્રમાણમાં થયેલું મતદાન કોઈ મોટા રાજકીય પરિવર્તન અથવા તો સત્તાધારી પક્ષ પ્રત્યેના ભારે સમર્થનનો ઈશારો કરી શકે છે, જે હવે પરિણામના દિવસે જ સ્પષ્ટ થશે.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
