<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

પ.બંગાળમાં ટ્રિબ્‍યુનલે બે દિવસ પહેલાં મંજૂર રાખેલા મતદારો પણ મત આપી શકશેઃ સુપ્રીમ કોર્ટ

પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં ૨૩ અને ૨૯ એપ્રિલે ચૂંટણી યોજવામાં આવશે

નવી દિલ્‍હી તા.૧૭: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મતાધિકાર સંદર્ભે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્‍યો છે. એપલેટ ટ્રિબ્‍યુનલે ચૂંટણીના બે દિવસ પહેલા પણ મતદાર યાદીમાં સમાવેશ માટે મંજૂર રાખ્‍યા હોય તેવા મતદારો મત આપી શકશે. પヘમિ બંગાળમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ૨૩ અને ૨૯ એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે અનુક્રમે ૨૧ અને ૨૭ એપ્રિલે નામ મંજૂર થયા હોય તેવા લોકો પણ મત આપી શકશે. પヘમિ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનરજીએ આ ચુકાદા પ્રત્‍યે ખુશી વ્‍યક્‍ત કરી હતી. 

પヘમિ બંગાળમાં હાથ ધરાયેલી સ્‍પેશિયલ ઈન્‍ટેન્‍સિવ રીવિઝન (સર)ની કવાયતને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન બંધારણની કલમ ૧૪૨ અન્‍વયે મળેલી સત્તા મુજબ, સુપ્રીમ કોર્ટના ચીફ જાસ્‍ટિસ સૂર્યકાંત અને જોય માલ્‍યા બાગચીની બેન્‍ચે પヘમિ બંગાળમાં મતાધિકાર સંદર્ભે આ ચુકાદો આપ્‍યો હતો. સરના કારણે પヘમિ બંગાળમાં મતદાર યાદીમાંથી મોટા પાયે નામ કમી થયેલા છે, જેના કારણે ચૂંટણી પંચ તથા પヘમિ બંગાળ સરકાર વચ્‍ચે વિવાદ સર્જાયો છે અને મામલ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્‍યો છે. સુપ્રીમ કોર્ટના આદેશથી જ પヘમિ બંગાળ, ઓડિશા અને ઝારખંડમાં સરની કવાયત માટે જ્‍યુડિશિયલ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્‍યા હતા. 

ચૂંટણી પંચ અને પヘમિ બંગાળ સરકારે પરસ્‍પર અવિશ્વાસ વ્‍યક્‍ત કરતાં સુપ્રીમ કોર્ટે ૨૦ ફેબ્રુઆરીના રોજ આપેલા હુકમ અન્‍વયે ડિસ્‍ટ્રિક્‍ટ જજ અને એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ જજને સરની કામગીરીમાં જવાબદારી સોંપવામાં આવી હતી. ૯૦૦ જેટલા જ્‍યુડિશિયલ અધિકારી આ પ્રક્રિયામાં જોડાયા હતા.

તેમણે ૬૦ લાખ વાંધા અરજીનો નિકાલ કર્યો હતો અને ૨૭ લાખ મતદારોને યાદીમાંથી બહાર કાઢવાના પગલાને યથાવત રાખ્‍યુ હતું. જ્‍યુડિશિયલ અધિકારીઓના નિર્ણયથી નારાજ હોય તેવા લોકોની અરજી પર સુનાવણી માટે રાજ્‍યમાં ૧૯ એપલેટ ટ્રિબ્‍યુનલની સ્‍થાપના કરવામાં આવી હતી.

 પヘમિ બંગાળ સરકાર અને ચૂંટણી પંચ વચ્‍ચે વિશ્વાસના અભાવને સુપ્રીમ કોર્ટે બદનસીબ ગણાવ્‍યો હતો. પંચ દ્વારા રાજ્‍યમાં ૧૦૦૦ વહીવટી તથા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. જો કે ચૂંટણી હોય તે રાજ્‍યમાં નિર્ણય લેતી વખતે રાજ્‍ય સરકાર સાથે મંત્રણા કરવાની કાનૂની જરૂરિયાત છે કે નહીં તે મુદ્દાને કોર્ટે ચુકાદા માટે ખુલ્‍લો રાખ્‍યો હતો.

(10:21 AM IST)