હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સવારે ૪:૩૦ કલાકે ઊઠી ૬ વાગ્યાની ફલાઈટ પકડે છે પછી ૮:૩૦ સુધીમાં પહોંચે છે ઓફિસ
અમેરિકન યુવતી એન્જેલિકનું રુટિન વાયરલઃ ઓફિસ લોસ એન્જિલ્સમાં નહીં પણ લગભગ ૬૦૦ કિલોમીટર દૂર સેન ફ્રાન્સિસ્કોમાં છે

લોસ એન્જિલ્સ,તા.૨૧: અમેરિકાની ૨૬ વર્ષીય એન્જેલિક ખિયૂની ઓફિસ લોસ એન્જિલ્સમાં નહીં પણ લગભગ ૬૦૦ કિલોમીટર દૂર સેન ફ્રાન્સિસ્કોમાં છે. ખાસ વાત તો એ છે કે, તે નોકરી માટે દર વખતે શહેર બદલવાના બદલે ફલાઈટ થકી ઓફિસમાં જાય છે. તેની કંપની હાઈબ્રિડ વર્ક મોડલ પર કામ કરે છે અને કર્મચારીઓને સપ્તાહમાં ૩ દિવસ ઓફિસે જવાનું હોય છે.
અમેરિકાની ૨૬ વર્ષીય એન્જેલિક ખિયૂની ઓફિસ લોસ એન્જિલ્સમાં નહીં પણ લગભગ ૬૦૦ કિલોમીટર દૂર સેન ફ્રાન્સિસ્કોમાં છે. ખાસ વાત તો એ છે કે, તે નોકરી માટે દર વખતે શહેર બદલવાના બદલે ફલાઈટ થકી ઓફિસમાં જાય છે. તેની કંપની હાઈબ્રિડ વર્ક મોડલ પર કામ કરે છે અને કર્મચારીઓને સપ્તાહમાં ૩ દિવસ ઓફિસે જવાનું હોય છે. આ કારણે એન્જેલિક લોસ એન્જિલિસથી સેન ફ્રાન્સિસ્કો સુધી હવાઈ યાત્રા કરે છે.
ઓફિસ જવાના દિવસે એન્જેલિક સવારે લગભગ ૪:૩૦ વાગે ઊઠી કારથી એરપોર્ટ જાય છે. તે સવારે ૬ વાગ્યાની ફલાઈટ પકડે છે. તેણે જણાવ્યું કે- ટીએસએ પ્રીચેક અને ક્લિયરની સુવિધા હોવાને કારણે એરપોર્ટ પર સિક્યોરિટીથી ગેટ સુધી પહોંચવામાં વધુ સમય લાગતો નથી. લગભગ દોઢ કલાકની ફલાઈટ બાદ તે સેન ફ્રાન્સિસ્કો પહોંચે છે. જ્યાંથી તે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સીધી ઓફિસ પહોંચે છે. જે પછી તે મોટાભાગે સવારે ૮:૩૦ સુધીમાં ઓફિસમાં કામ કરવા તૈયાર હોય છે. ઓફિસથી પરત ફરતા સમયે પણ તે આ જ પ્રકારનું રુટિનને વિપરીત દિશામાં આગળ વધારે છે. જો સતત ૨ દિવસ ઓફિસ જવું હોય તો એન્જેલિક સેન ફ્રાન્સિસ્કોમાં રોકાય જાય છે અને પછી લોસ એન્જાિલિસ પરત ફરે છે. તેના બંને શહેરોમાં ઘર હોવાથી તેને વધુ મુશ્કેલી થતી નથી.
એન્જેલિકે જણાવ્યું કે- વર્ષનાં પ્રારંભિક ૬ મહિના તે લગભગ દર સપ્તાહે આ પ્રકારે મુસાફરી કરતી. તે સમયે તે મહિનામાં લગભગ ૬ થી ૧૦ ફલાઈટ લેતી હતી. જોકે- હવે તેણે ઓછી ફલાઈટ્સમાં મુસાફરી કરવી પડે છે. તેને હવાઈ મુસાફરીમાં વધુ સમસ્યા થતી નથી. બાળપણથી જ તેને ફલાઈટનો શોખ છે. તે સમયે વેકેશનમાં તે ફલાઈટમાં જવાનું હોવાનું વિચારી સુઈ શકતી નહોતી. ઘણીવાર તેને અમુક મુશ્કેલીઓ પણ થાય છે. તે ઘણીવાર એકદિવસ પહેલા ફલાઈટ ટિકિટ બુક કરે છે. ફલાઈટ મોડી હોય કે રદ થાય તો તેની મુશ્કેલીઓ વધી જાય છે. એકવાર ફલાઈટ રદ થવા પર તેણે ૭ કલાક કાર ચલાવવી પડી હતી.
એન્જેલિકે જણાવ્યું કે, જ્યારે લોકોને તેની યાત્રા વિશે જાણ થઈ તો ઘણાં લોકોએ તેને પાગલ ગણાવી હતી. પરંતુ હવે તેની માટે આ સામાન્ય વાત થઈ ચૂકી છે. હવે તો આ રુટ પર પ્રવાસ કરતા ઘણાં લોકોના ચહેરા પણ તે ઓળખવા લાગી છે અને તેમની વચ્ચે ઘણીવાર વાતચીત પણ થતી રહે છે. એન્જેલિકે કહ્યું કે- તે લોસ એન્જાિલિસના જીવનને છોડવા નહોતી માગતી અને સેન ફ્રાન્સિસ્કોની નોકરી તેના કરિયર માટે યોગ્ય હતી. આ બંને વચ્ચે સંતુલન જાળવવા તેણે યોગ્ય માર્ગ અપનાવ્યો. તેની માટે નોકરી અને ઘર બંને જરૂરી છે અને આ માટે જ તે લાંબા અંતરને પાર કરવા ફલાઈટ થકી મુસાફરી કરતી હોય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
