<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

સવારે આંખ ખૂલીને ખબર પડી નોકરી ગઈઃ ઓરેકલમાં છટણીનો વધુ એક રાઉન્‍ડ

ટેકનોલોજી કંપનીઓમાં એઆઈના લીધે મોટા પાયા પર જોબ કટ અગાઉની છટણીમાં વિશ્વમાંથી કુલ ૩૦,૦૦૦ની હકાલપટ્ટી કરી હતી, તેમાંથી ૧૨ હજાર ભારતના હતા નોકરીમાંથી કાઢી મૂકાયેલા કર્મચારીઓએ લિકડઈન અને રેડિટ જેવી સાઇટ્‍સ પર તેમની વ્‍યથા ઠાલવી

નવી દિલ્‍હી, તા.૧૬: ઓરેકલમાં છટણીનો વધુ એક રાઉન્‍ડ શરુ થઈ ગયો છે. કર્મચારીઓને સવાર આંખ ખોલીને ખબર પડી કે તેમની નોકરી જતી રહી છે. કંપનીએ ફરીથી મોટાપાયા પર છટણી કરી છે. જો કે કંપનીએ આખા વિશ્વમાં કેટલી છટણી કરી તેનો દેશદીઠ આંકડો જાહેર કર્યો નથી. કંપનીએ આ પહેલા ૩૧ મેના રોજ ૩૦ હજારની છટણી કરી હતી, તેમાથી ભારતમાં ૧૨ હજારની છટણી કરી હતી.

આના પગલે ઓરેકલ આ વખતે પણ ભારતમાં મોટાપાયા પર છટણી કરી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે સ મડિયા સવારથી ઈ-મેઈલ મોકલીને જણાવવામાં આવી રહ્યું છે કે કંપનીમાં મોટાપાયા પર રિસ્‍ટ્રકચરિગ કરવામાઁ આવી રહ્યું છે, તેના પગલે તેમની જોબ્‍સ ખતમ કરવામાં આવી રહી છે.

ઓરેકલે જે લોકોને નોકરીઓ પરથીટ્ટ કાઢ્‍યા છે તેઓએ લિક્‍ડઈન, રેડિટ વગેરે પર તેમની નોકરી જવાની જાણકારી શેર ટ્ટ કરી છે. કેટલાય લોકોએ વિડીયો પણ પોસ્‍ટ કર્યા છે અને કંપનીના છેલ્‍લા પગલા અંગે જાણકારી આપી છે. અગાઉની છટણીના પગલે કંપનીના કર્મચારીઓની સંખ્‍યા ૧.૬૨ લાખથી ૧.૪૧ લાખ થઈ ગઈ હતી.

ઓરેકલમાં આ છટણી એવા સમયે કાઢવામાં આવી રહી છે જ્‍યારે આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ અને ક્‍લ સર્વિસની માંગ પૂરી કરવા માટે કંપની સેક્‍ટરનો વિસ્‍તાર ક ઘટાડો કરવા વર્કફોર્સનું રિસ્‍ટ્રકચક્‍ચરિગ કરી રહી છે. ઓરેકલના એઆઈ કારોબારમાં ભારે માંગ જોવા મળી રહી છે. તેની સાથે કંપનીએ જણાવ્‍યું હતું કે તેણે ૩૦ અબજ ડોલરથી વધુના એડિશનલ એઆઈક્‍લોડ કોન્‍ટ્રાક્‍ટ સાઈન કર્યા છે. તેની સાથે કંપનીને આવકમાં પણ નોંધપાત્ર ફાયદો થવાની આશા છે. એઆઈની ઝડપી સ્‍વીકૃતિ વધવાથી ટેકનોલોજી સેક્‍ટરમાં મોટાપાયા પર જોબ કટ થઈ રહી છે

(3:33 PM IST)