<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

વૉલમાર્ટ દ્વારા દિલ્‍હીમાં ગ્રોથ સમીટ ર૦ર૬: વૈશ્વિક વિસ્‍તાર

 

રાજકોટઃ તા.૮, વોલમાર્ટે આજે ભારતમાં નવી દિલ્‍હીના ભારત મંડપમ ખાતે વૉલમાર્ટ ગ્રોથ સમિટની બીજી આવળતિપ્ર ઇન્‍ડિયા ૨૦૨૬નું આયોજન કર્યું છે. આ ઇવેન્‍ટમાં નિકાસ માટે તૈયાર બિઝનેસીસ, એમએસએમઇસ, ડિજિટલ ફર્સ્‍ટ બ્રાન્‍ડ્‍સ, ડીટુસી વિક્રેતા અને સપ્‍લાઈ ચેન સહયોગીઓને સ્‍થાનિક તથા આંતરરાષ્‍ટ્રીય માર્કેટમાં વિકાસની તકને જોવાની તક આપે છે. ૧૯૯૦થી વૉલમાર્ટ એ દેશભરમાં એક ઊંડાણપૂર્વકના સપ્‍લાયર સહયોગી ઉભા કર્યા છે, જેના દ્વારા લાંબાગાળાની નિકાસની ક્ષમતાને વિકસવામાં મદદ મળે છે અને દેશને એક મુખ્‍ય વૈશ્વિક ઉત્‍પાદન કેન્‍દ્ર તરીકે ઉભું કરવામાં યોગદાન આપ્‍યું છે.

વૉલમાર્ટ અને ફિ્‌લપકાર્ટના અગ્રણીઓએ વૈશ્વિક સપ્‍લાઈ ચેઇનમાં ભારતીય બિઝનેસને વિકસાવવા પ્રત્‍યેના રોલ પર ભાર મૂકયો હતો અને સ્‍થાનિક સહયોગ તથા ક્ષમતા ઉભી કરવાના પ્રયત્‍નોનું ઊંડાણપૂર્વકનું મહત્‍વ સમજાવ્‍યું હતું. આ સમીટ બાદ પ્રાંતિય વિકાસ સમીટની ઇવેન્‍ટ જયપુર અને કોઇમ્‍બરતુરમાં યોજાશે, જે ડિરેક્‍ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી), ગવર્મેન્‍ટ ઓફ ઇન્‍ડિયા અને ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એક્‍સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્‍સ (એફઆઇઇઓ)ની સાથે સહયોગમાં યોજવામાં આશે, જેનાથી મુખ્‍ય એમએસએમઇસ ક્‍લસ્‍ટરોમાં પહોંચ મજબૂત બનાવવાની સાથોસાથ આગામી વર્ષોમાં આવા વધુ સેન્‍ટર સુધી પહોંચી શકાય.

મનિષ જુનેજા, સિનિયર વાઇસ પ્રેસિડેન્‍ટ, વૉલમાર્ટ માર્કેટપ્‍લેસ કહે છે, ‘‘ભારતની વૈશ્વિક વેપાર મહત્‍વકાંક્ષાઓ ઝડપથી આગળ વધી રહી છે અને વૉલમાર્ટ માર્કેટપ્‍લેસ ડીપીઆઇઆઇટી અને એફઆઇઇઓ જેવી સંસ્‍થાઓ સાથે સહયોગ કરીને તેઓ પણ ગર્વ અનુભવે છે, જેથી ભારતીય વ્‍યવસાય નિકાસ માટે તૈયાર થઈ શકે અને વિશ્વભરના ગ્રાહકો સુધી પહોંચી શકે.'' 

(3:49 PM IST)