<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

હોર્મુઝમાં યુદ્ધનું વાતાવરણ: ભારતીય જહાજો પર હુમલા બાદ ભારતનું ‘પ્લાન-બી’ સક્રિય

60 દિવસનો ઓઈલ સ્ટોક તૈયાર: મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષા વ્યવસ્થા મજબૂત.

​નવી દિલ્હી : હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવની સીધી અસર હવે વૈશ્વિક વેપાર પર પડી રહી છે. ઈરાની નૌકાદળ દ્વારા ભારતીય ટેન્કર અને કન્ટેનર જહાજ પર કરવામાં આવેલા હુમલા બાદ નવી દિલ્હીએ ગંભીર નોંધ લીધી છે અને ઈરાની રાજદૂતને વિરોધ નોંધાવ્યો છે.
​આ સંકટને પહોંચી વળવા ભારત સરકારે પોતાનું 'પ્લાન-બી' તૈયાર રાખ્યું છે. ઉચ્ચ સ્તરીય બેઠક બાદ જાહેર કરાયેલી વિગતો મુજબ, ભારત પાસે ક્રૂડ ઓઈલ, પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલનો 60 દિવસથી વધુનો વ્યૂહાત્મક ભંડાર સુરક્ષિત છે. આ ઉપરાંત 50 દિવસનો LNG અને 40 દિવસનો LPGનો સ્ટોક પણ ઉપલબ્ધ છે. એપ્રિલ અને મે 2026 સુધીની ભારતની તેલની જરૂરિયાતો પહેલેથી જ સુરક્ષિત કરી લેવામાં આવી છે. ભારત હાલમાં મુત્સદ્દીગીરી (Diplomacy) દ્વારા માર્ગ મોકળો કરવા પ્રયાસ કરી રહ્યું છે, સાથે જ વૈકલ્પિક સપ્લાય ચેઈન વિકસાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

(12:43 PM IST)