<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

ભારત અને અમેરિકી સૈન્ય વચ્ચે મહાજન રેન્જમાં યુદ્ધ અભ્યાસનો ધમાકેદાર પ્રારંભ: અપાચે હેલિકોપ્ટરના સચોટ એટેકનો વીડિયો વાયરલ!

રાજસ્થાનના બિકાનેરમાં ભારત અને યુએસ સેનાનું સંયુક્ત ઓપરેશન; AH-64E અપાચે એટેક હેલિકોપ્ટરે હવામાંથી જમીન પરના લક્ષ્યો પર સાધ્યું સચોટ નિશાન.

બિકાનેર, તા.૨૩: ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) ના સૈન્ય દળો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા માટે રાજસ્થાનના બિકાનેર સ્થિત મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે મહત્ત્વપૂર્ણ સંયુક્ત ‘યુદ્ધ અભ્યાસ’ નો બુધવારથી ધમાકેદાર પ્રારંભ થયો છે. આ કવાયત દરમિયાન ભારતીય સેનાના શક્તિશાળી AH-64E અપાચે એટેક હેલિકોપ્ટર્સ ભારતીય અને અમેરિકી સૈનિકો સાથે મળીને જમીની તથા આકાશી ઓપરેશનલ કવાયતો હાથ ધરી રહ્યા છે. આ ભવ્ય યુદ્ધાભ્યાસનો એક આક્રમક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં અપાચે હેલિકોપ્ટરે હવામાંથી જમીન પરના દુશ્મનના લક્ષ્યાંકો પર સચોટ નિશાન લગાવીને પોતાની વિનાશક ક્ષમતા દર્શાવી હતી.


 

અપાચે હેલિકોપ્ટર દ્વારા આકાશી ધાડ અને લક્ષ્ય પર સચોટ હુમલા

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બે અપાચે હેલિકોપ્ટર ખૂબ જ ઝડપથી આકાશમાં આગળ વધીને નિર્ધારિત લક્ષ્ય તરફ ધસી જાય છે અને સેકન્ડોમાં જમીન પરના ટાર્ગેટને ધ્વસ્ત કરી દે છે. આ અભ્યાસ દ્વારા બંને દેશોના સૈનિકોએ સંયુક્ત મિશન પ્લાનિંગ અને આધુનિક યુદ્ધ તકનીકોનું આદાન-પ્રદાન કર્યું હતું.


 

પરસ્પર સંકલન અને યુદ્ધક્ષમતા મજબૂત બનશે

આ પ્રકારની લશ્કરી કવાયતોથી બંને દેશોની સેનાઓ વચ્ચે યુદ્ધક્ષેત્રે પરસ્પર સંકલન વધારવામાં મદદ મળે છે. અપાચે હેલિકોપ્ટરના ઉપયોગથી વાસ્તવિક યુદ્ધના વાતાવરણમાં ભૂમિદળ (Ground Forces) અને એટેક એવિએશન (Attack Aviation) વચ્ચે કઈ રીતે મજબૂત તાલમેલ સાધી શકાય તેનો સઘન મહાવરો કરવામાં આવ્યો હતો.

 

(5:00 PM IST)