તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
અમારી પાસે હથિયારોથી સજ્જ ૧૦૦૦ ફાઇટર્સ તૈયાર છે
બિશ્નોઈ ગેન્ગે કેનેડાની પોલીસને મોકલ્યો ધમકીભર્યો પત્ર...

ટોરેન્ટો,તા.૩૦: લોરેન્સ બિશ્નોઈ ગેન્ગે કેનેડાની પોલીસને એક ધમકીભર્યો પત્ર મોકલ્યો છે અને એમાં આ ગેન્ગે દાવો કર્યો હતો કે એની પાસે હથિયારોથી સજ્જ ૧૦૦૦ ફાઇટર્સ તૈયાર છે. આ ફાઇટર્સ સાઉથ એશિયન ઇમિગ્રન્ટ્સને નિશાન બનાવવા માટે તૈયાર છે.
આ પત્ર ૨૦૨૫ની ૧૩ ઑગસ્ટે લખવામાં આવ્યો હતો. ગુરુવારે એડમોન્ટનના પોલીસ-કોન્સ્ટેબલ કેવિન સેન્ટ લુઇસે એનો ખુલાસો કર્યો હતો. આ પત્ર બ્રિટિશ કોલંબિયાના એબોટ્સફોર્ડના એક પોલીસ-સ્ટેશનને મોકલવામાં આવ્યો હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે બિશ્નોઈ પાસે મોટી ગેન્ગ છે અને એની પાસે હથિયારો છે. ગેન્ગે દરેક બિઝનેસમેન પાસેથી ટેક્સરૂપે પ્રોટેક્શન-મની માગ્યા છે.
લોરેન્સ બિશ્નોઈ ૨૦૧૫થી જેલમાં બંધ છે. જોકે તેની ગેન્ગ સક્રિય છે. તેના પર જેલમાંથી ગેન્ગ ચલાવવાનો આરોપ છે. કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના લોઅર મેનલેન્ડ સરે અને અબોટ્સફોર્ડ, અલ્બર્ટા, ઑન્ટારિયો અને મનિટોબામાં આ ગેન્ગની ગતિવિધિ વધારે છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
