News of Wednesday, 25th November 2026
૧૬ ડિસેમ્બર સુધી બાંગ્લાદેશ પર કબજો કરી લઈશું: હિન્દુઓની હત્યાથી બંગાળ ભાજપના મંત્રી લાલઘૂમ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાનો બદલો લેવાના અર્જુન સિંહના દાવા વચ્ચે શેખ હસીનાની ૧૬ ડિસેમ્બરે વાપસીની જાહેરાત

નવી દિલ્હી, તા.૨૫: પヘમિ બંગાળના મંત્રી અર્જુન સિંહે ૧૬ ડિસેમ્બર સુધીમાં ભારત બાંગ્લાદેશ પર કબજો કરશે તેવો ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાનો બદલો લેવાશે. શેખ હસીનાની સંભવિત વાપસીના તણાવ વચ્ચે આ નિવેદન આવ્યું છે. બાંગ્લાદેશ સરકારે કહ્યું કે હસીનાને માત્ર કેદી તરીકે જ પરત લવાશે.
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સંભવિત વાપસીને લઈને સર્જાયેલા તણાવ વચ્ચે પヘમિ બંગાળના મંત્રી અર્જુન સિંહે એક મોટું નિવેદન આપ્યું છે. અર્જુન સિંહે દાવો કર્યો છે કે ભારત ૧૬ ડિસેમ્બર સુધીમાં બાંગ્લાદેશ પર કબજો કરી લેશે અને પાડોશી દેશમાં હિન્દુઓની થયેલી હત્યાઓનો બદલો લેવામાં આવશે.
પત્રકારો સાથે વાતચીત કરતાં પヘમિ બંગાળના મંત્રી અર્જુન સિંહે જણાવ્યું હતું કે, અમે ૧૬ ડિસેમ્બર સુધીમાં બાંગ્લાદેશ પર કબજો કરી લઈશું. હવે બઉ થઈ ગયું, બાંગ્લાદેશને લઈને હવે વધુ કોઈ બહાનું નહીં ચાલે. બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓની હત્યા કરવામાં આવી છે, અમે તેનો બદલો જરૂર લઈશું, તેમાં કોઈ શંકા નથી.
અર્જુન સિંહનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે શેખ હસીના ૧૬ ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાના હોવાના અહેવાલો વહેતા થયા છે. અવામી લીગ દ્વારા શેખ હસીનાને પરત લઈ જવા માટે બાંગ્લાદેશ સરકાર પાસે વિમાનની માંગણી કરવામાં આવી છે. જોકે, આ મામલે બાંગ્લાદેશ સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.
શેખ હસીનાના સ્વદેશ પરત ફરવાના અહેવાલો પર પ્રતિક્રિયા આપતા બાંગ્લાદેશના વિદેશ રાજ્ય મંત્રી હુમાયુ કબીરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, શેખ હસીનાને માત્ર એક કેદીના રૂપમાં, હાથમાં હાથકડી પહેરાવીને અને કડક સુરક્ષા દેખરેખ હેઠળ જ પરત આવવા દેવામાં આવશે
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
