<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

આજે રાત્રે ઈરાન પર કબજો કરી લઈશું!: ટ્રમ્પે આપી અત્યાર સુધીની સૌથી મોટી ધમકી

મિડલ ઈસ્ટમાં અમેરિકાની એરસ્ટ્રાઈક બાદ સોશિયલ મીડિયા પર ટ્રમ્પના કથિત નિવેદનથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ : હોર્મુઝ સંકટ વચ્ચે સુપરપાવર દેશના આક્રમક વલણથી ત્રીજા વિશ્વયુદ્ધના ભયાનક ભણકારા

નવી દિલ્હી: પશ્ચિમ એશિયા માં અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા સૈન્ય સંઘર્ષની વચ્ચે વૈશ્વિક રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારા સમાચાર વહેતા થયા છે. અમેરિકી દળો દ્વારા ઈરાનના બુશેહર પરમાણુ પ્લાન્ટના શહેર અને બંદર અબ્બાસ પર કરવામાં આવેલા પ્રચંડ મિસાઈલ હુમલા બાદ, સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં એક સનસનાટીભર્યો દાવો સામે આવ્યો છે. વાયરલ થઈ રહેલા અહેવાલો મુજબ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સંપૂર્ણપણે નાશ કરવાની અને તેના પર કબજો કરી લેવાની ખુલ્લી ધમકી આપી છે. આ કથિત નિવેદને વૈશ્વિક સ્તરે સુરક્ષા એજન્સીઓ અને રાજદ્વારીઓ ઊંડી ચિંતામાં મૂકી દીધા છે.

વ્યૂહાત્મક રીતે અતિ સંવેદનશીલ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ના દરિયાઈ માર્ગ પર સર્જાયેલી કટોકટી વચ્ચે આ પ્રકારના આક્રમક દાવાઓએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. વાયરલ થઈ રહેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે "આજે રાત્રે જ અમેરિકા સૌથી મોટો હુમલો કરશે અને આખા ઈરાન પર નિયંત્રણ મેળવી લેશે" તેવું અત્યંત ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. જોકે, સંરક્ષણ વિશ્લેષકો અને આંતરરાષ્ટ્રીય મીડિયા આ બાબતને વર્તમાન યુદ્ધની પરિસ્થિતિમાં અમેરિકા તરફથી ઈરાન પર મનોવૈજ્ઞાનિક દબાણ લાવવાની રણનીતિના ભાગ રૂપે પણ જોઈ રહ્યા છે.

હાલની ગંભીર પરિસ્થિતિને જોતાં, વ્હાઇટ હાઉસ કે યુએસ સેન્ટ્રલ કમાન્ડ  દ્વારા આ ચોક્કસ નિવેદનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ અમેરિકાના સત્તાવાર વલણથી સ્પષ્ટ છે કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજો પર થતા હુમલાને સહન કરવાના મૂડમાં નથી. ઈરાનના તેહરાન અને અમેરિકાના વોશિંગ્ટન વચ્ચે વધતા જતા આ વાકયુદ્ધ અને વાસ્તવિક સૈન્ય હુમલાઓએ સમગ્ર વિશ્વને પરમાણુ યુદ્ધની અણી પર લાવીને ઊભું રાખી દીધું છે. જો આગામી કલાકોમાં સ્થિતિ શાંત ન થઈ, તો વૈશ્વિક અર્થતંત્ર અને ક્રૂડ ઓઇલના બજાર પર તેની વિનાશક અસરો જોવા મળી શકે છે.

(7:34 PM IST)