તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
૨૫ વર્ષ જૂનું મફલર પહેરીને ઓકલેન્ડમાં ભવ્ય સાંસ્કૃતિક સંગમ વચ્ચે ભાવુક થયા પીએમ મોદી
ન્યુઝીલેન્ડમાં ભારતીય સમુદાયને પીએમ મોદીનું સંબોધન : કીવી પીએમ ક્રિસ્ટોફર લક્સએ ગણાવ્યા પીએમ મોદીને વર્તમાન સમયના સૌથી પ્રભાવશાળી વૈશ્વિક મહાનાયક

ઓકલેન્ડ, તા.૧૧: ૪૦ વર્ષના લાંબા અંતરાલ પછી ન્યુઝીલેન્ડની ધરતી પર કદમ મૂકનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતી વખતે એક અત્યંત ભાવુક કિસ્સો શેર કર્યો હતો. પીએમ મોદીએ સ્ટેજ પરથી જૂની યાદો તાજી કરતા જણાવ્યું કે, ૨૫-૩૦ વર્ષ પહેલા જ્યારે તેઓ કોઈ સરકારનો ભાગ નહોતા અને સક્રિય રાજકારણમાં અજાણ હતા, ત્યારે એક કીવી મિત્રએ તેમને મફલર, ટોપી અને મોજા ભેટ આપ્યા હતા, જેને તેઓ આજે પણ સુરક્ષિત રાખીને આ ખાસ કાર્યક્રમમાં પ્રેમસ્વરૂપે પહેરીને આવ્યા છે. આ ભવ્ય સમુદાય સમારોહમાં માઓરી સંસ્કળતિના પરંપરાગત હકા નળત્ય અને ભારતના શાષાીય કથ્થકની અદભુત જુગલબંધીએ ઉપસ્થિત તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વડાપ્રધાને ન્યુઝીલેન્ડની સ્થાનિક સંસ્કળતિના પવિત્ર શબ્દ વાકા (જે એક સહિયારી નૌકા યાત્રાનું પ્રતીક છે)નો ઉલ્લેખ કરીને ભારત-ન્યુઝીલેન્ડના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે વિશ્વમાં સૌપ્રથમ મહિલાઓને મતદાનનો અધિકાર આપવા બદલ કીવી દેશની પ્રશંસા કરી અને ભારતમાં પણ ચાલી રહેલા વુમન-લેડ ડેવલપમેન્ટની રૂપરેખા આપી હતી. પીએમ મોદીએ ગર્વભેર ઉમેર્યું કે ન્યુઝીલેન્ડમાં બોમ્બે હિલ્સ, કોરોમંડલ, કલકત્તા અને દિલ્હી જેવા ભારતીય શહેરોના નામ પરથી રસ્તાઓનું સન્માન કરાયું છે, અને અહીં વસતા ભારતીયોની શ્રેષ્ઠ કામગીરીને લીધે જ વૈશ્વિક નેતાઓ સામે તેમનું માથું હંમેશા ગર્વથી ઊંચું રહે છે.
આ ઐતિહાસિક મિલન પ્રસંગે ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને પીએમ મોદીના સંઘર્ષમય જીવન અને દાર્શનિક નેતળત્વની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. લક્સને જણાવ્યું કે એક અત્યંત નમ્ર પળષ્ઠભૂમિમાંથી આવીને વિશ્વની સૌથી મોટી લોકશાહીનું કુશળ નેતળત્વ કરવું અને ભારતના કરોડો નાગરિકોને ગરીબી રેખામાંથી બહાર લાવવા એ પીએમ મોદીની અસાધારણ ક્ષમતા દર્શાવે છે. તેમણે પીએમ મોદીને વર્તમાન સમયના સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક નેતા અને ન્યુઝીલેન્ડના એક સાચા તથા અતૂટ મિત્ર તરીકે બિરદાવ્યા હતા.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
