તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
બંગાળની ખાડીમાં ફરી એકવાર હવામાન પલટાતા વાવાઝોડાનું સંકટ: અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાની ચેતવણી
દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર સર્જાયેલું લો પ્રેશર 14 નવેમ્બરે વધુ મજબૂત ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા: છેલ્લા કેટલાક દિવસોમાં ત્રાટકનારું આ ત્રીજું વાવાઝોડું બની રહેશે

નવી દિલ્હી : બંગાળની ખાડીમાં ફરી એકવાર હવામાન પલટાતા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર સર્જાયેલું લો પ્રેશર 14 નવેમ્બરે વધુ મજબૂત બનીને 15 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. ત્યારબાદ આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધીને 16 નવેમ્બરની સાંજ આસપાસ મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાનું રૂપ ધારણ કરશે. છેલ્લા કેટલાક દિવસોમાં ત્રાટકનારું આ ત્રીજું વાવાઝોડું બની રહેશે, જેની અસરથી દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. 13થી 15 નવેમ્બર અને 16થી 19 નવેમ્બર દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વરસાદ વરસશે. આ ઉપરાંત 13થી 15 નવેમ્બર વચ્ચે કેરળ અને માહેમાં, 13થી 19 નવેમ્બર દરમિયાન લક્ષદ્વીપમાં તેમજ 14થી 19 નવેમ્બર સુધી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યનમ અને રાયલસીમામાં મેઘમહેર થશે. જ્યારે 18 અને 19 નવેમ્બરે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમમાં ભારે વરસાદ ખાબકશે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
