<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં બપોર બાદ હવામાનમાં પલટો :ભારે વરસાદે તબાહી મચાવી

જૌનપુર બ્લોકના નૌઘર ગામમાં અચાનક આવેલી પૂર જેવી સ્થિતિને કારણે દુકાનોમાં પાણી અને કાંપ ભરાઈ જતા મોટું નુકસાન

ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં આજે બપોર બાદ હવામાન પલટાતા થયેલા ભારે વરસાદે ભારે તબાહી મચાવી છે. જૌનપુર બ્લોકના નૌઘર ગામમાં અચાનક આવેલી પૂર જેવી સ્થિતિને કારણે દુકાનોમાં પાણી અને કાંપ ભરાઈ જતા મોટું નુકસાન થયું છે. આ આકાશી આફતને કારણે નગુણ-ભવાન-દેહરાદૂન સ્ટેટ હાઈવે પર ઠેર-ઠેર મલબો જમા થઈ જતાં વાહનવ્યવહાર લાંબા સમય સુધી અવરોધાયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા કેબિનેટ મંત્રી ભરત સિંહ ચૌધરી અને ધનૌલ્ટીના ધારાસભ્ય પ્રીતમ સિંહ પંવાર પણ મલબામાં કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા હાઈવે સાફ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

(11:57 PM IST)