News of Saturday, 28th November 2026
બંગાળની ખાડીમાં ફરી હવામાનની હલચલ : ૩૦ નવેમ્બરે હવાનું હળવું દબાણ સર્જાવાની શક્યતા
દક્ષિણ આંદામાનના સમુદ્રમાં આવતીકાલથી ચક્રવાતી પરિભ્રમણ સર્જાશે : ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં તામિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની સંભાવના

ચેન્નાઈ, તા. ૨૮ : બંગાળની ખાડીમાં ફરી એક વખત હવામાનની નવી પ્રણાલી સર્જાવાના સંકેતો મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આજે સવારે ૬.૧૫ વાગ્યે જાહેર કરેલી વિગતો અનુસાર ૨૯ નવેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાનના સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ સર્જાવાની શક્યતા છે.
તેના પ્રભાવ હેઠળ ૩૦ નવેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં હવાનું હળવું દબાણ સર્જાઈ શકે છે.
આંદામાન-નિકોબાર ટાપુઓમાં ૩૦ નવેમ્બર અને પહેલી ડિસેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે.
જોકે આ હવામાન પ્રણાલી વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. બીજી ડિસેમ્બર આસપાસ તે વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાય તેની શક્યતા પણ હાલ ઓછી દર્શાવવામાં આવી છે. 'કાની' નામના વાવાઝોડા અંગે અત્યારે સત્તાવાર ચેતવણી જાહેર થઈ નથી.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
