તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
૮૦૦ કિલો વજનની ૨૦ ફુટ પહોળી અને ખૂલે ત્યારે ૧૧ ફુટ ઊંચી થતી બુક
ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે આ બુકને વિશ્વની સૌથી મોટી પોપ-અપ બુકની માન્યતા આપી છે

લોસ ઍન્જલસ,તા.૪: અમેરિકાના લોસ ઍન્જલસની પબ્લિક લાઇબ્રેરીમાં રાખેલી એક બુકનું નામ છે લુસેરોઝ પેનુમ્બ્રાસ. એનો મતલબ થાય તારાઓની રોશની અને પડછાયો. લાઇબ્રેરીની શતાબ્દી ઍનિવર્સરી પર ખાસ આ બુક બનાવવામાં આવી છે. એનું વજન લગભગ ૮૦૦ કિલો જેટલું છે. આ બુક ખોલવામાં આવે તો એ ૨૦ ફુટ પહોળી થઈ જાય છે અને એનાં પાનાંની ઊંચાઈ લગભગ ૧૧ ફુટ જેટલી હોય છે. પુસ્તકનું પાનું પલટવા માટે એક-બે જણથી કામ નથી ચાલતું. પ્રત્યેક પેજનું વજન એટલું હોય છે કે લગભગ ૧૦ જણે મળીને એ પલટાવવું પડે છે. આર્ટિસ્ટ ડેનિયલ ગોન્ઝાલેઝે બનાવેલું આ પુસ્તક વાંચવા માટે નથી, અનુભવવા માટે છે. એના કાગળની ડિઝાઇન કરવા માટે પૂંઠાંની એક મોટી કંપનીએ મદદ કરી છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે આ બુકને વિશ્વની સૌથી મોટી પોપ-અપ બુકની માન્યતા આપી છે. આ બુક થોડાક સમય માટે જ આ લાઇબ્રેરીમાં લોકો જોઈ શકે એમ મૂકવામાં આવશે
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
