તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના પગલે લોજિસ્ટિક ખર્ચમાં ૫%નો ઘટાડો થયો
દૈનિક ૨૧૦ ઉપરાંત ગુડ્સ ટ્રેન દ્વારા માલસામાનની હેરફેર : ચીનની સાથે સ્પર્ધામાં હજી વધુ ૩ ટકાનો ઘટાડો થવો જરૂરી

નવી દિલ્હી તા.૧૨: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત મંગળવારે વડોદરામાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફેઈટ કોરિડોરનું લોકાર્પણ થયું છે ત્યારે આ કોરિડોરના પગલે લોજાિસ્ટિક ખર્ચમાં ૫ ટકાનો ઘટાડો થયો છે. જે ભવિષ્યમાં ૭ ટકા સુધીનો ઘટાડો કરી શકાશે. ચીનનો લોજાિસ્ટિક ખર્ચ ૭ટકા છે ત્યારે ભારતને પણ સ્પર્ધામાં રહેવા વધુ ૩ ટકાઉપરાંતનો ઘટાડો કરવો જરૂરી છે.આ લક્ષ્યાંક સિધ્ધ થતાં ભારત વૈશ્વિક સપ્લાય ચેનમાં મજબૂત રીતે આગળ આવી શકશે.
નવી મુંબઇના જવાહરલાલ નહેરૂ પોર્ટ થી ઉત્તર પ્રદેશના દાદરીને જોડતા ૧૫૦૯ કિ.મી.ના વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ત્રણ મહત્વના સેકશન હવે કાર્યરત થયા છે. જેએનપીટીથી વડોદરા વરણામા સુધી ડબલ સ્ટેઇક ગુડ્સ ટ્રેન સફળતા પૂર્વક દોડાવવામાં આવી હતી. ૧.૩ કિ.મી. લાંબી આ ગુડ્સ ટ્રેઇને એક નવો ઈ તિહાસ પヘમિ રેલવેમાં સર્યો હતો. ૨૫૦ ટ્રક દ્વારા જેટલો માલસામાન હેરફેર કરી શકાય તેટલો માલસામાન આ ગુડ્સ ટ્રેઇન દ્વારા હેરફેર કરવામાં આવ્યો હતો.
આ કોરિડોરમાં રોજની ૨૧૦ ગુડ્સ ટ્રેનની હેરફેર થાય છે. જે ૮૭ટકા ક્ષમતાનો ઉપયોગ દર્શાવે છે. ઈ સ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફેઈડ કોરિડોર મળીને રોજની કુલ ૪૩૫ ગુડ્સ ટ્રેન દોડે છે. જે વાર્ષિક ૫.૨ લાખ કેઈટ ટ્રેન ટ્રીપ થાય છે. આ નેટવર્ક દ્વારા ૬૫૮ બિલિયન ગ્રોસ ટન કિ.મી. અને ૩૯૦ બિલિયન નેટ ટન કિ.મી. જનરેટ થયા છે. ભારતમાં અગાઉ લોજાિસ્ટિક કોસ્ટ ૧૪ ટકાથી ૧૫ ટકા હતી જે હવે ૧૦ ટકા સુધી નીચે આવી છે. ડીએફસીથી પヘમિ રેલવેની રેલ લાઈ ન પર હાલ જે ભારણ હતું તેમાં થટાડો થયો છે. જેના પગલે મુસાફર ટ્રેનોની ઝડપમાં વધારો થશે. આ ઉપરાંત વધુ ટ્રેન દોડવવા માટે પણ રેલવે તંત્રને આયોજનમાં ફાયદો થશે. પાલનપુર, ન્યુસાણંદ, વડોદરા સહિતના મહત્વના મથકોને પણ આ કોરિડોરથી લાભથશે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
