તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 12th August 2026
‘નમસ્તે', ‘નમસ્કાર' અને ‘પ્રણામ'માં શું છે ફરક? ત્રણેયનો અર્થ અલગ
આપણી ભારતીય સંસ્કૃતિમાં પૌરાણિક કાળથી કોઈ વ્યક્તિને મળતી વખતે હાથ જોડીને નમસ્તે, નમસ્કાર કે પ્રણામ કહીને અભિવાદન કરવાની ખૂબ જ સુંદર પંરપરા રહી છે : આપણે રોજિંદા જીવનમાં આ ત્રણેય શબ્દોનો એક જ અર્થમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ હકીકતમાં આ ત્રણેયનો અર્થ ખૂબ જ અલગ છે અને ત્રણેયનો ઉપયોગ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ હેતુસર થાય છે

નવી દિલ્હી તા.૧૨: ભારતમાં કોઈને મળતી વખતે હાથ જોડીને અભિવાદન કરવાની પરંપરા ખૂબ જૂના અને પૌરાણિક કાળથી ચાલી રહી છે. આપણે રોજિંદા જીવનમાં ‘નમસ્તે', ‘નમસ્કાર' અને ‘પ્રણામ' જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર લોકો ત્રણેય શબ્દોને એક જ અર્થમાં લે છે, પરંતુ ભારતીય પરંપરા અને ભાષામાં ત્રણેયના અર્થ, ભાવ અને ઉપયોગમાં મોટો તફાવત છે, જે ઘણાં ઓછા લોકો જાણે છે. આ દરમિયાન દરેક વ્યક્તિએ આપણી ભારતીય સંસ્કૃતિના તથ્યો જાણવા જરૂરી છે.
‘નમસ્તે' સંસ્કૃતના બે શબ્દો ‘નમઃ' અને ‘તે'થી બનેલો છે. અહીં ‘નમઃ'નો અર્થ નમવું અથવા આદર કરવો અને ‘તે'નો અર્થ ‘તમને' થાય છે. એટલે તેનો ભાવ થાય છે- ‘હું તમને નમન કરું છું.' સામાન્ય રીતે મિત્રો, પોતાના સમકક્ષ વ્યક્તિઓ અથવા પોતાના કરતાં નાની ઉંમરના લોકો સાથે અનૌપચારિક રીતે મળતી વખતે ‘નમસ્તે' કહી શકાય છે. હાથ જોડીને કરવામાં આવતું આ અભિવાદન આત્મીયતા અને આદર દર્શાવે છે.
‘નમસ્કાર' શબ્દ ‘નમઃ' અને ‘કાર'થી બનેલો માનવામાં આવે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે વધુ ઔપચારિક અભિવાદન માટે થાય છે. કોઈ સભા, કાર્યક્રમ અથવા એકથી વધુ લોકોને સંબોધતી વખતે ‘નમસ્કાર' કહેવું યોગ્ય માનવામાં આવે છે. ઓફિસ, મીટિગ અથવા કોઈ સિનિયર અને માનનીય વ્યક્તિને મળતી વખતે પણ ‘નમસ્કાર'નો ઉપયોગ કરી શકાય છે. તેમાં સામેની વ્યક્તિ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો ભાવ હોય છે.
‘પ્રણામ' શબ્દમાં ‘પ્ર' અને ‘નામ'નો સમાવેશ થાય છે. તેનો ભાવ ઊંડા આદર, શ્રદ્ધા અને સમર્પણ સાથે નમન કરવાનો છે. સામાન્ય રીતે માતા-પિતા, ગુરુ, વડીલો અને પૂજનીય વ્યક્તિઓ પ્રત્યે ‘પ્રણામ' કરવામાં આવે છે. પ્રણામ કરતી વખતે ઘણા લોકો ચરણ સ્પર્શ પણ કરે છે. આ પરંપરા સામેની વ્યક્તિ પ્રત્યે ઊંડો આદર અને શ્રદ્ધા દર્શાવે છે.
નમસ્તેઃ સામાન્ય અને આત્મીય અભિવાદન, ખાસ કરીને સમકક્ષ અને પોતાનાથી ઓછી ઉંમરના વ્યક્તિઓ માટે. નમસ્કારઃ ઔપચારિક અને આદરપૂર્ણ અભિવાદન, ખાસ કરીને સભા, કાર્યક્રમ અથવા વરિષ્ઠ વ્યક્તિ માટે.
પ્રણામઃ વડીલો, માતા-પિતા, ગુરુ અને પૂજનીય વ્યક્તિઓ પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને સમર્પણ દર્શાવતું અભિવાદન.
આ રીતે ત્રણેય શબ્દો અભિવાદન સાથે જોડાયેલા હોવા છતાં તેમના ઉપયોગ અને ભાવમાં મોટો અને મહત્વનો તફાવત છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
