હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતમાં સૌથી વધુ શું ખાવામાં આવે છે: ચિકન, મટન કે માછલી? આ અહેવાલ પર વિશ્વાસ નહીં આવે!
ભારતના માંસાહારી આહારમાં ૫૨% સાથે માછલી અને સીફૂડનો દબદબો : વૈશ્વિક સરેરાશ ૩૧% ને વટાવીને પોલ્ટ્રી, બીફ અને મટનને પાછળ છોડી દેતો ચોંકાવનારો રીપોર્ટ

નવી દિલ્હી : ભારતમાં માંસાહારી લોકોની ખાણીપીણીની પસંદગીમાં એક અત્યંત ચોંકાવનારો અને રસપ્રદ ફેરફાર સામે આવ્યો છે. 'અવર વર્લ્ડ ઇન ડેટા' ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતીયોના માંસાહારી થાળીમાં સૌથી મોટો હિસ્સો ચિકન કે મટનનો નહીં પરંતુ માછલી અને સીફૂડનો છે. આંકડા દર્શાવે છે કે ભારતમાં કુલ માંસાહાર વપરાશમાં માછલી અને સીફૂડનો હિસ્સો અડધાથી વધુ એટલે કે ૫૨ ટકા જેટલો વિશાળ છે. આ આંકડો વૈશ્વિક સરેરાશના ૩૧ ટકા કરતા ઘણો વધારે છે અને ભારતીયોની આહાર પદ્ધતિની એક અલગ જ છબી રજૂ કરે છે.
આ સરવે મુજબ, ભારતમાં માછલી પછીના ક્રમે પોલ્ટ્રી (ચિકન) આવે છે જેનો હિસ્સો ૨૧ ટકા છે. જ્યારે બીફ અને ભેંસના માંસનો હિસ્સો ૧૪ ટકા તથા ઘેટાં-બકરીના માંસ (મટન)નો હિસ્સો ૧૧ ટકા નોંધાયો છે. ભારતના વિશાળ દરિયાકિનારા, નદીઓ અને પ્રાદેશિક પરંપરાઓને કારણે માછલી અને સીફૂડ અન્ય તમામ પ્રકારના માંસ કરતા વધુ લોકપ્રિય અને મુખ્ય આહાર બન્યા છે. વિશ્વના અન્ય દેશો સાથે સરખામણી કરીએ તો આ પેટર્ન સાવ અલગ પડે છે; જેમ કે બ્રાઝિલમાં ચિકન, આર્જેન્ટિનામાં બીફ અને જર્મની તથા ચીનમાં પોર્ક (ડુક્કરનું માંસ) સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.
જોકે, નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે આ આંકડા કુલ માંસાહારી આહારમાં વિવિધ પ્રકારના માંસના પ્રમાણ (ગુણોત્તર) ને દર્શાવે છે, માથાદીઠ કુલ વપરાશની માત્રાને નહીં. તેનો અર્થ એ નથી કે દરેક ભારતીય મોટા પ્રમાણમાં માછલી ખાય છે, પરંતુ તેનો સીધો અર્થ એ છે કે જ્યારે પણ માંસાહારી ભોજનની વાત આવે છે ત્યારે દેશમાં સૌથી વધુ પસંદગી માછલી અને સીફૂડને જ મળે છે. દરિયાકાંઠાના રાજ્યો અને નદી કિનારાના વિસ્તારોમાં આ આહાર પરંપરા પેઢીઓથી ચાલી આવી છે, જેને આ અહેવાલે વૈશ્વિક મંચ પર સાબિત કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
