<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ટ્રેનમાં ૧૦ રુપિયામાં વેચાતી એક કપ ચાની અસલી કિંમત શું હોય છે?

ટ્રેનમાં પણ કોઈ ૧૪ રૂપિયાથી વધારે ભાવે પાણીની બોટલ વેચી શકતા નથી

 

નવી દિલ્‍હી તા.૧૬: ભલે ટ્રેનમાં મળતી ચા ગમે તેવી હોય, પણ જ્‍યારે લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે તો ચા પણ પીતા જ હોય છે. તમે જોયું હશે કે ટ્રેનમાં કેટલાય પ્રકારની ચા મળે છે. એક ચા તો એવી હોય છે, જે ટી બેગ વિનાની હોય છે, પણ એક ચા એવી પણ હોય છે જેમાં ટી બેગ પણ હોય છે. આ ચાના રેટ પણ અલગ અલગ વસૂલવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ટ્રેનમાં વેચાતી ચાના અસલી રેટ કેટલા હોય છે, એટલે કે સરકાર તરફથી તેના રેટ શું નક્કી કર્યા હોય છે. આપને જણાવી દઈએ કે, તેનાથી વધારે રેટમાં ટ્રેનમાં ચા નથી વેચી શકાતી.

આમ તો ટ્રેનમાં વેન્‍ડર અથવા કેટરિગ સ્‍ટાફ એક કપ ચા ૧૦ રૂપિયામાં વેચે છે. પણ અસલી રેટ ખૂબ અલગ હોય છે. રેલવેની સત્તાવાર કેટરિગના દર અનુસાર, સામાન્‍ય ટ્રેનોમાં મળતી ૧૫૦ મિલીલીટર સ્‍ટાન્‍ડર્ડ ચાની કિમત ખાલી ૫ રૂપિયા નક્કી કરેલા છે. જો તમે આ કેટેગરીની ચા ૧૦ રૂપિયામાં લઈ રહ્યા છો તો તેની કિમત નક્કી કરેલા દરથી ડબલ છે.

પણ, ટીબેગવાળી ચાના રેટ અલગ છે. રેલવેના નિયમ અનુસાર ટી બેગવાળી ચા ૧૦ રૂપિયામાં મળે છે. આ ઉપરાંત ઇન્‍સ્‍ટન્‍ટ કોફીના રેટ પણ ૧૦ રૂપિયા છે. જો અમુક વિશેષ ટ્રેનોમાં વ્‍યવસ્‍થા અલગ હોય છે. ઉદાહરણ માટે હમસફર ટ્રેનોમાં એવીએમ મશીન દ્વારા ચા આપવામાં આવી રહી છે, તો એ ચાની કિમત ૧૦ રૂપિયા નક્કી હોય છે. અહીં ૧૦૦ મિલીલીટર ચા ૧૨૦ મિલીલીટરના કપમાં આપવામાં આવે છે.

આવા સમયે તમે જ્‍યારે પણ ચા ખરીદો છો તો એ વાતનું ધ્‍યાન રાખો કે આખરે તમે કઈ ચા પી રહ્યા છો. તે સ્‍ટાન્‍ડર્ડ ચા છે કે પછી વેન્‍ડિંગ મશીનવાળી ચા. રેલવેમાં તમામ ટ્રેનોમાં એક જેવી કેટરિગ વ્‍યવસ્‍થા નથી હોતી. સામાન્‍ય મેલ-એક્‍સપ્રેસ અને પેસેન્‍જર ટ્રેનોમાં સ્‍ટાન્‍ડર્ડ ચાના રેટ ૫ રૂપિયા રાખવામાં આવ્‍યા છે, જ્‍યારે અમુક પ્રીમિયમ સેવાઓ અને વેન્‍ડિંગ મશીન આધારિત વ્‍યવસ્‍થામાં કિમત વધારે હોઈ શકે છે.

ભારતીય રેલવેના નિયમો અનુસાર, ટ્રેનમાં ખાલી રેલ નીર જ વેચી શકાય છે અને તેની એક લીટરવાળી બોટલના રેટ ૧૪ રૂપિયા છે. આ સ્‍ટેશન અને ટ્રેન બંનેમાં બરાબર હોય છે. પણ જો અમુક પરિસ્‍થિતિમાં વેન્‍ડર રેલ નીર ઉપરાંત બીજી પાણીની બોટલ વેચે છે તો એ પણ અમુક નિヘતિ કંપનીઓનું પાણી જ ટ્રેનમાં વેચી શકાય છે. તેમાં પણ ખાસ વાત એ છે કે બીજી કંપનીની બોટલ પણ ૧૪ રૂપિયામાં જ વેચવાની રહેશે. એટલે કે ટ્રેનમાં પણ કોઈ ૧૪ રૂપિયાથી વધારે ભાવે પાણીની બોટલ વેચી શકતા નથી.(૩૮.૪)

(9:52 AM IST)