<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

નરેન્‍દ્રભાઈની અપાર લોકચાહનાનું સાચું કારણ શું છે...???: દેશની કરોડો જનતા કેમ આટલો પ્રેમ કરે છે....???

દેશ હિત અને પ્રજાલક્ષી યોજના ઓ.... જનધન યોજના, ઉજ્‍જ્‍વલા યોજના, આવાસ યોજના, આયુષ્‍ય માન ભારત યોજના, પી એમ કિસાન યોજના નાના અને મધ્‍યમ વર્ગના મહીલા ઓ અને સમાજ કલ્‍યાણ હિતની યોજનાઓ પ્રજાજનોની સતત કાળજી, મહિલાઓના સન્‍માન માટે સદા અડીખમ, અન્નદાતાઓના લાભો અને સુરક્ષાને પહેલું પ્રાધાન્‍ય, માછીમાર હોય કે શ્રમજીવી દરેક ની કરે છે ચીંતા

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ વડાપ્રધાન તરીકે શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદી ૧૨ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે, ત્‍યારે માત્ર ભારત ના જ નહી વિશ્વભર ના રાજકીય અગ્રણી ઓ આ વેળા એ તેમના ઉપર શુભેચ્‍છા વર્ષા કરી રહ્યા છે.

એક બાજુ નરેન્‍દ્ર ભાઈ ના શાસન નો સમય આગળ વધતો જાય છે તો બીજી બાજુ તેમની લોકપ્રિયતા નો ગ્રાફ પણ વધતો જાય છે, ત્‍યારે ઘણા ને સવાલ થાય છે કે શા માટે છે તેમની આટલી લોકપ્રિયતા.... પ્રજાજનો કેમ આટલો પ્રેમ કરે છે....?? આટલી અપાર લોકચાહના કેમ....???

તો આ બધા સવાલનો એક જ જવાબ છે નરેન્‍દ્ર ભાઈ ની પ્રામાણિકતા.... નરેન્‍દ્ર ભાઈ ની કાર્યદક્ષતા અને નરેન્‍દ્રભાઈના પ્રજાહિતને લગતા નિર્ણયો...!!!

નરેન્‍દ્રભાઈ જ્‍યારે ગુજરાત ના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે પણ અનેક યોજના ઓ અમલમાં મૂકી, બાળકો, મહીલા ઓ, ખેડૂતો, મધ્‍યમ વર્ગ ના વેપારી ઓ, શ્રમિકો, કે માછીમારો ના હિત માટે કાર્યરત હતા, જો ફર્ક છે તો એટલો કે તેવો પહેલા માત્ર ગુજરાત ના હિત માટે નિર્ણય લેતા હતા પરંતુ વડાપ્રધાન બન્‍યા બાદ હવે વિવિધ યોજના ઓ દ્વારા સમગ્ર દેશ ની પ્રજા ના હિત માટે યોજના ઓ લાવી અમલ કરાવી રહ્યા છે,  અને એ છે તેમની લોકપ્રિયતા નુ સાચું કારણ..!!!

નરેન્‍દ્ર ભાઈ ૨૦૧૪ માં વડાપ્રધાન બન્‍યા પછી અત્‍યાર સુધીમાં પ્રજાહિત માટે અનેક યોજના ઓ લાવ્‍યા જેમાંની કેટલીક યોજનાઓને જોઈએ તો જન ધન યોજના પ્રધાનમંત્રી જનધન યોજના જેનો હેતુ દરેક પરિવાર સુધી બેંક ખાતું પહોંચાડવાનું લક્ષ્ય હતો. ૨૮ ઓગસ્‍ટ ૨૦૧૪ના રોજ શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન ધન યોજના ભારતની સૌથી મોટી નાણાકીય સમાવેશ  યોજના છે,આ યોજનાનો મુખ્‍ય હેતુ ગરીબ અને બેંકિગ સુવિધાથી વંચિત લોકો સુધી બેંકિગ સેવા પહોંચાડવાનો છે, તેમજ ગરીબ લોકોને બચત, લોન, વીમા અને પેન્‍શન જેવી સુવિધા આપવી,સરકાર ની સહાય સીધી ખાતામાં પહોંચાડવી, ડિજિટલ અને કેશ લેસ અર્થતંત્રને પ્રોત્‍સાહન આપવું, આના લાભો જોઈએ તો, ઝીરો બેલેન્‍સ ખાતું,આ ખાતામાં ઓછામાં ઓછું બેલેન્‍સ રાખવાની જરૂર નથી, રૂપિયા ડેબિટ કાર્ડ ખાતાધારક ને રૂપી એટીએમ  કાર્ડ આપવામાં આવે છે, તેમજ અકસ્‍માત વીમા કવર, નવા ખાતાઓ માટે ય્‍યર્ભ્‍ીક્ક કાર્ડ સાથે રૂ.૨ લાખ સુધીનું અકસ્‍માત વીમા કવર મળે છે પણ મળે છે, ઓવર ડ્રાફટ સુવિધા,ખાતું નિયમિત ચલાવનાર ને રૂ.૧૦,૦૦૦ સુધી ઓવરડ્રાફટ  મળી શકે છે,આ ઉપરાંત મુખ્‍ય ફાયદો એ છે કે,સરકારી સહાય સીધી ખાતામાં,ગેસ સબસિડી, ખેડૂત સહાય, પેન્‍શન વગેરે સીધા ખાતામાં જમા થાય છે. કોણ ખાતું ખોલી શકે?-કોઈપણ ભારતીય નાગરિક, ૧૦ વર્ષથી વધુ ઉંમરના બાળકો પણ ગાર્ડિયન સાથે ખાતું ખોલી શકે , યોજના હેઠળ આશરે  ૫૦ કરોડથી વધુ જન ધન ખાતાઓ ખુલ્‍યા છે. મહિલાઓ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મોટી સંખ્‍યામાં લાભ મળ્‍યો છે , જેના દ્વારા  સરકારની સહાય પારદર્શક રીતે પહોંચાડી શકાય છે.

 ઉજ્‍જ્‍વલા યોજના

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ભારત ભરની ગરીબ મહિલાઓને મફત  એલપીજી  ગેસ કનેક્‍શન, દેશ ની લાખો મહીલાઓને ધુમાડા વાળા ચુલામાંથી મુક્‍તિ આ યોજના ૧ મે ૨૦૧૬ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેનો મુખ્‍ય હેતુ ગામડાં અને ગરીબ પરિવારોને લાકડું, કોયલા અને ધુમાડા વાળા ચુલા થી મુક્‍ત કરીને સ્‍વચ્‍છ ઈંધણ ઉપલબ્‍ધ કરાવવાનો હતો, મહિલા ઓ ના આરોગ્‍યનું રક્ષણ, રસોડામાં ધુમાડો ઓછો કરવો, પર્યાવરણને ફાયદો પહોંચાડવો ગરીબ પરિવારોને સ્‍વચ્‍છ રસોઈ ઈંધણ આપવું, સરકાર દ્વારા ગેસ કનેક્‍શન, રેગ્‍યુલેટર અને પ્રથમ સિલિન્‍ડર માટે સહાય આપવામાં આવે છે, મહિલા ઓ ને પ્રાથમિકતા, ખાસ કરીને BPL  અને ગરીબ પરિવારોની મહિલાઓને લાભ મળે છે, આ યોજના ને પગલે, લાખો મહીલાઓના આરોગ્‍યમાં સુધારો જોવા મળ્‍યો છે, ધુમાડા વાળા ચુલા ના કારણે થતી આંખ અને શ્વાસની સમસ્‍યાઓ માં પણ ઘટાડો જોવા મળ્‍યો છે આ યોજના થકી દેશ ની કરોડો ગરીબ મહિલાઓને LPG કનેક્‍શન મળ્‍યા અને ગ્રામ્‍ય ભારતમાં સ્‍વચ્‍છ રસોઈ તરફ મોટો બદલાવ આવ્‍યો મહિલાઓના આરોગ્‍યની સાથે સાથે જીવનશૈલીમાં સુધારો થયો.

આવાસ યોજના

પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબોને  પાકા મકાન આપવાની યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ ‘‘દરેક ને ઘર'' છે. આ યોજના ૨૦૧૫ માં શરૂ કરવામાં આવી હતી જેથી ગરીબ અને મધ્‍યમ વર્ગના લોકોને સસ્‍તું અનેપાક્કું  ઘર મળી શકે, આ યોજના મુખ્‍ય બે  ભાગોમાં વહેંચાયેલી છે

૧. ગ્રામિણ આવાસ યોજના

ગામડાંમાં રહેતા ગરીબ લોકોને પાક્કું ઘર આપવા માટે મુખ્‍ય લાભો, પાક્કું  મકાન બનાવવા માટે નાણાકીય સહાય શૌચાલય માટે વધારાની સહાય, વીજળી, ગેસ અને પાણી જેવી સુવિધાઓ સાથે જોડાણ, સહાય રકમ, સમતલ વિસ્‍તારમાં આશરે રૂ.૧.૨૦ લાખ, પહાડી અને મુશ્‍કેલ વિસ્‍તારમાં આશરે રૂ.૧.૩૦ લાખ સુધી સહાય.

૨. શહેરી આવાસ યોજના

શહેરોમાં ગરીબ અને મધ્‍યમ વર્ગ માટે સસ્‍તા ઘર ઉપલબ્‍ધ કરાવવા, જેમાં મુખ્‍ય લાભો માં ઘર લોન પર વ્‍યાજમાં સબસિડીસસ્‍તા ફલેટ અને મકાનો મહિલાઓને માલિકીમાં પ્રાથમિકતા, યોજનાનો મુખ્‍ય હેતુ હતો ગરીબોને પાક્કું  ઘરઝૂંપડપટ્ટીનું પુનર્વસન મહિલાઓ ને સશક્‍ત બનાવવીસસ્‍તું ઘર અને સારી જીવનશૈલી આપવી આ યોજના થકી લાખો ગરીબ પરિવારોને પાક્કા મકાનો મળ્‍યા,ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં રહેણાંક સુવિધામાં વધારો થયો,મહિલાઓના નામે મિલકત નોંધાવવાની પ્રથા વધી આ યોજના નો લાભ શહેર અને ગ્રામ્‍ય બંને વિસ્‍તારોમાં મળ્‍યો.

આયુષ્‍માન ભારત યોજના

દેશના હજારો  ગરીબ પરિવારોને આરોગ્‍ય વીમા આયુષ્‍માન ભારત યોજર્નાં ભારત સરકારની આ એક મોટી આરોગ્‍ય યોજના છે, જેને ‘‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના'' પણ કહેવામાં આવે છે. તેનો મુખ્‍ય હેતુ ગરીબ અને મધ્‍યમ વર્ગના પરિવારોને મફત અને કેશલેસ સારવાર આપવાનો છે, દર પરિવાર ને વર્ષે રૂ.૫ લાખ સુધીની આરોગ્‍ય કવરેજ સરકારી અને પેનલ માં જોડાયેલા ખાનગી હોસ્‍પિટલોમાં કેશલેસ સારવાર, એમાં પણ પરિવાર ના સભ્‍યો ની સંખ્‍યા પર કોઈ મર્યાદા નથી, પહેલા થી રહેલી બીમારીઓ પણ આવરી લેવામાં આવે છે, ભારત ભર માં પોર્ટેબલ સુવિધા, કોઈપણ એમ્‍પેનલ્‍ડ હોસ્‍પિટલમાં સારવાર, આ યોજના માં હોસ્‍પિટલમાં દાખલ થવાનો ખર્ચ સર્જરી, આઈસીયુ  ખર્ચ, દવાઓડાયગ્નોસ્‍ટિક ટેસ્‍ટ, હોસ્‍પિટલ માં દાખલ થવાના પહેલાં અને પછીના કેટલાક ખર્ચ આવરી લેવામાં આવે છે, મળતી માહિતી અનુસાર,જુલાઈ ૨૦૨૫ સુધી માં દેશભરમાં ૪૧ કરોડથી વધુ આયુષ્‍માન કાર્ડ બનાવાયા હતા.,  હૃદયરોગ, કેન્‍સર, કિડની, ઓપરેશન અને ગંભીર બીમારીઓમાં દેશના લાખો ગરીબ પરિવારોને મોટી રાહત મળી છે. આ યોજના તો જાણે આશિર્વાદ રૂપ બની છે.

PM કિસાન યોજના

આ યોજના ડિસેમ્‍બર ૨૦૧૮ માં શરૂ થઈ અને તેની અમલ  ફેબ્રુઆરી ૨૦૧૯ થી થયોજેમાં દર વર્ષે રૂ.૬,૦૦૦ ચુકવણી કરાય છે પરંતુ ૩ હપ્તા માં રૂ.૨,૦૦૦ કરીને દ્વારા સીધું બેંક ખાતામાં જમા થાય છે, જે ખેડૂતોના નામે ખેતીની જમીન હોય તેઓ આ લાભ પાત્ર બની શકે છે, જો કે આમાં કેટલાક લોકો બહાર રાખવામાં આવ્‍યા છે,સરકારી માહિતી અનુસાર વર્ષ ૨૦૨૫-૨૬ના તાજેતરના હપ્તામાં અંદાજે ૯.૩ થી ૯.૭ કરોડ ખેડૂતોને લાભ મળ્‍યો હતો,આ યોજના નો ૨૨મો હપ્તો ૧૩ માર્ચ ૨૦૨૬એ જાહેર થયો હતો, જેમાં રૂ.૧૮,૬૪૦ કરોડથી વધુ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્‍સફર થઈ હોવાની માહિતી મળે છે.

પાક વીમા યોજના

એટલે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના,  આ યોજના ખેડૂતો ને કુદરતી આફતો, ભારે વરસાદ, સુકા, વાવાઝોડા, ગોળાવર્ષા, પૂર વગેરેને કારણે પાકનું નુકસાન થાય ત્‍યારે આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવી હતી. યોજના ૨૦૧૬માં શરૂ થઈ હતી, પાક ના નુકસાન સામે વીમા સુરક્ષા, ઓછા પ્રીમિયમ માં વધુ કવરેજ, કુદરતી આફતથી થયેલા નુકસાન પર વળતર, ખેડૂતની આવકમાં સ્‍થિરતા લાવવા મદદ કરે છે, આ યોજના માં પ્રીમિયમ ની વાત કરીએ તો મોટા ભાગ નુ પ્રીમિયમ સરકાર દ્વારા ભરવામાં આવે છે, ખેડૂતને માત્ર ખરીફ પાક માટે ૨%,રવિ પાક માટે ૧.૫%, વ્‍યાપારી/બાગાયતી પાક માટે ૫% પ્રીમિયમ ભરવો પડે છે, બાકીની પ્રીમિયમની રકમ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર આપે છે, આમ શું શું આવરી લેવાય છે એ જોઈએ તો વાવણી ન થઈ શકવી, ઉભા પાકનું નુકસાન કાપણી પછીનું નુકસાન,સ્‍થાનિક કુદરતી આફતો જેવા કારણોસર લાભ લઈ શકાય છે,મળતી માહિતી મુજબ, ૨૦૧૬ થી અત્‍યાર સુધીમાં કરોડો ખેડૂતો જોડાયા છે, ૨૦૨૫ સુધીમાં અંદાજે ૮૦ કરોડથી વધુ ખેડૂત અરજીઓ નોંધાઈ હતી, ખેડૂતો ને લાખો કરોડ રૂપિયાનું વળતર ચૂકવાયું છે.

માટી હેલ્‍થ કાર્ડ યોજના

જમીનની ગુણવત્તા ચકાસણી માટી હેલ્‍થ કાર્ડ યોજના ભારત સરકારની કૃષિ યોજના છે, જે ખેડૂતોને તેમની જમીનની તંદુરસ્‍તી વિશે વૈજ્ઞાનિક માહિતી આપવા માટે શરૂ કરવામાં આવી હતી.આ યોજના ૨૦૧૫ માં નરેન્‍દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, યોજનાનો મુખ્‍ય હેતુ, ખેડૂતોને જાણ થાય કેજમીનમાં કયા પોષક તત્‍વોની કમી છે...?કેટલું ખાતર વાપરવું..?

કયો પાક વધુ યોગ્‍ય રહેશે...?

જમીનની ઉપજ ક્ષમતા કેવી રીતે વધારવી...? સોઈલ હેલ્‍થ કાર્ડ માં જમીન ના ટેસ્‍ટ ના આધારે માહિતી આપવામાં આવે છે, જેમ કે નાઈટ્રોજન, ફોસ્‍ફોરસ,પોટેશિયમ, ઓર્ગેનિક કાર્બન, ઝીંક, આયરન  વગેરે સૂક્ષ્મ પોષક તત્‍વો અને સાથે ખાતર માટે ભલામણ પણ આપવામાં આવે છે, જેનાથી ખાતરના ખર્ચમાં ઘટાડો થાય છે અને, વધુ ઉત્‍પાદન, જમીનની ગુણવત્તા જળવાયબેલેન્‍સ ખાતર ઉપયોગ લાંબા ગાળે જમીન પણ સુધરે.

બેટી બચાવો બેટી ભણાવો

દીકરીઓના શિક્ષણ અને સુરક્ષા માટે અભિયાન બેટી બચાવો બેટી પઢાવો યોજના ભારત સરકારની એક મહત્‍વપૂર્ણ સામાજિક અભિયાન યોજના છે, જે દીકરીઓના જન્‍મ, સુરક્ષા અને શિક્ષણને પ્રોત્‍સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી.

આ યોજના ૨૨ જાન્‍યુઆરી ૨૦૧૫ના રોજ નરેન્‍દ્ર મોદી દ્વારા પાણીપતમાં લોન્‍ચ કરવામાં આવી હતી, યોજનાનો મુખ્‍ય હેતુ, બાળ લિગ અનુપાત સુધારવો, દીકરીઓના શિક્ષણને પ્રોત્‍સાહન, સ્‍ત્રી ભ્રૂણહત્‍યા અટકાવવી, સમાજમાં દીકરી પ્રત્‍યે સકારાત્‍મક લ્લષ્ટિકોણ લાવવો, કેટલાક રાજ્‍યોમાં દીકરીઓનો જન્‍મદર ખૂબ ઓછો હતો, જાતિ આધારિત ગર્ભપાત અને દીકરીઓના શિક્ષણમાં પાછળ પડતી સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરાયું.

સ્‍વચ્‍છ ભારત અભિયાન

દેશવ્‍યાપી સફાઈ અભિયાન સ્‍વચ્‍છ ભારત અભિયાન ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્‍વપૂર્ણ સ્‍વચ્‍છતા અભિયાન છે. તેનો મુખ્‍ય હેતુ દેશને સ્‍વચ્‍છ બનાવવો, ખુલ્‍લામાં શૌચક્રિયા બંધ કરવી અને લોકોમાં સ્‍વચ્‍છતા અંગે જાગૃતિ લાવવી છે, જેની શરૂઆત નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા ૨ ઑક્‍ટોબર ૨૦૧૪ના રોજ કરવામાં આવી હતી, જે મહાત્‍મા ગાંધીની જન્‍મ જયંતિ નો દિવસ છે, આ યોજનાનો,મુખ્‍ય હેતુદેશભરમાં સ્‍વચ્‍છતા વધારવીખુલ્‍લામાં શૌચક્રિયા દૂર કરવી, દરેક ઘરમાં શૌચાલય બનાવવું, કચરાનું યોગ્‍ય સંચાલન કરવું, લોકોમાં સ્‍વચ્‍છતા અંગે જાગૃતિ લાવવી, અભિયાનના બે મુખ્‍ય ભાગ, સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામિણ) ગામડાઓમાં શૌચાલય અને સ્‍વચ્‍છતા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે. સ્‍વચ્‍છ ભારત મિશન (શહેરી) શહેરોમાં કચરા વ્‍યવસ્‍થાપન અને સફાઈ સુધારવા માટે કાર્ય કરે છે.

યુવાનો અને રોજગાર સ્‍ટાર્ટ અપ ઇન્‍ડિયા

નવા સ્‍ટાર્ટઅપ અને યુવા ઉદ્યોગકારોને પ્રોત્‍સાહન માટે સ્‍ટાર્ટ અપ યોજના  ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્‍વપૂર્ણ યોજના છે, જેનો હેતુ યુવાનોને નવા વ્‍યવસાય  શરૂ કરવા માટે પ્રોત્‍સાહન આપવાનો છે, આ યોજનાની શરૂઆત નરેન્‍દ્ર મોદી દ્વારા ૧૬ જાન્‍યુઆરી ૨૦૧૬ના રોજ કરવામાં આવી હતી.

 સ્‍ટાર્ટ અપ એટલે શું....?

સ્‍ટાર્ટ અપ એટલે નવી વિચારસરણી પર આધારિત એવો વ્‍યવસાય, જે નવી સેવા, ઉત્‍પાદન અથવા ટેકનોલોજી દ્વારા લોકોની સમસ્‍યાનું સમાધાન કરે, ઉદાહરણ તરીકેઓનલાઇન શોપિગ એપ,ફૂડ ડિલિવરી સેવા,

ટેકનોલોજી આધારિત વ્‍યવસાય,કૃષિ અને આરોગ્‍ય ક્ષેત્રના નવા પ્રોજેક્‍ટ, યોજના નો મુખ્‍ય હેતુ હતો કે,યુવાનો માં ઉદ્યોગ સાહસિકતા વધારવી,

રોજગારની નવી તકો ઊભી કરવી, નવી ટેકનોલોજી અને નવીનતા  ને પ્રોત્‍સાહન આપવું,નાના વ્‍યવસાયોને સહાય આપવી, સ્‍ટાર્ટ અપ ઇન્‍ડિયાના લાભો જોઈએ તો સરળ રજીસ્‍ટ્રેશન, સરકાર દ્વારા ઓનલાઇન સરળ નોંધણી પ્રક્રિયા ઉપલબ્‍ધ છે.

ટેક્‍સમાં છૂટઃ નવી સ્‍ટાર્ટ અપ કંપનીઓને કેટલાક વર્ષો સુધી ટેક્‍સ માં રાહત મળે છે.

નાણાકીય સહાયઃ સરકાર અને બેંકો દ્વારા લોન તથા ફંડિગ સહાય આપવામાં આવે છે.

માર્ગદર્શન અને તાલીમઃ નવા ઉદ્યોગકારોને તાલીમ, માર્ગદર્શન અને મેન્‍ટરશિપ મળે છે.

પેટન્‍ટમાં સહાયઃ નવી શોધ અને ટેકનોલોજી માટે પેટન્‍ટ ફાઇલ કરવામાં સહાય મળે છે.

 સ્‍કીલ  ઇન્‍ડિયા

યુવાનોને કૌશલ્‍ય તાલીમ

ડિજિટલ ઇન્‍ડિયા

સરકારી સેવાઓ ઓનલાઇન, ઈન્‍ટરનેટ અને ડિજિટલ સુવિધાઓનો વિકાસ, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને રાષ્ટ્રીય વિકાસ

ભારત માળા યોજના

ભારત માળા પરિયોજના, હાઈવે અને રસ્‍તાઓનું નેટવર્ક મજબૂત કરવું

સાગર માળા યોજના

સાગર માળા પ્રોગ્રામ -બંદરો અને દરિયાઈ વેપારનો વિકાસ

જલ જીવન મિશન

દરેક ઘરમાં નળ થી પીવાનું પાણી પહોંચાડવાનું લક્ષ્ય, અન્‍ય મહત્‍વપૂર્ણ પગલાં, જી એસ ટી  અમલ

કોરોના સમયની મફત

રાશન યોજના

આવી અનેક યોજના ઓ પ્રજાજનો ના અને દેશ હિત માટે લાવી અમલ માં મૂકી છે. અને જેનો સીધો લાભ દેશની કરોડો જનતા લઈ રહી છે ત્‍યારે નરેન્‍દ્રભાઇ માટે કેમ લોક ચાહનાના હોય....???

(11:46 AM IST)