<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

એવી તે કઈ મજબૂરી? અંતિમ સંસ્‍કાર તો છોડો બાપના અસ્‍થિ વિસર્જન પણ ન કર્યાં! ત્રણમાંથી એકેય દીકરીએ ન નિભાવી જવાબદારી

સોનીપતના વૃદ્ધાશ્રમમાં કપડાંના વેપારી શિવચરણ રામ રતન ગુપ્તાના મોત પછી પણ કંઈક આવી જ કહાની સામે આવી છે : કેટલાક સંબંધ નજીક હોવા છતાં દૂર થઈ જાય છે અને કેટલાક સંબંધો દૂર રહીને પણ અંતિમ સમયે પોતાની ફરજ નિભાવતા હોય છે

હરિદ્વાર તા.૧૩: કેટલાક સંબંધ નજીક હોવા છતાં દૂર થઈ જાય છે અને કેટલાક સંબંધો દૂર રહીને પણ અંતિમ સમયે પોતાની ફરજ નિભાવતા હોય છે. સોનીપતના વૃદ્ધાશ્રમમાં કપડાંના વેપારી શિવચરણ રામ રતન ગુપ્તાના મોત પછી પણ કંઈક આવી જ કહાની સામે આવી છે. પિતાના મોત પછી તેની ત્રણેય દીકરીઓ તેના અંતિમ સંસ્‍કારની વિધિ માટે આવી નહોતી. પહેલા વૃદ્ધાશ્રમના સંચાલકોએ તેના અંતિમ સંસ્‍કાર કરાવ્‍યા અને હવે અસ્‍થિઓના વિસર્જનની જવાબદારી પણ પરિવારના એક સભ્‍ય અને સમાજ સેવકોએ નિભાવી છે.

બુધવારે હરિદ્વારમાં શિવચરણ ગુપ્તાની અસ્‍થિઓનું વિસર્જન તેના મોટા ભાઈ મહેન્‍દ્ર ગુપ્તાએ કર્યું. ખાસ વાત એ રહી કે હરિદ્વાર પહોંચતા પહેલા મહેન્‍દ્ર ગુપ્તાને પોતાના ભાઈના મોતની ખબર સોશિયલ મીડિયા દ્વારા મળી હતી. આશરે ૧૦ વર્ષથી ભાઈના પરિવાર સાથે તેનો સંપર્ક નહોતો. જ્‍યારે વૃદ્ધાશ્રમ સંચાલકોએ મૃતમની મોટી દીકરી સાથે બીજીવાર વાત કરી તો બેટીએ એવી વાત કહી કે, જેની કોઈને કલ્‍પના પણ નહોતી. મોટી દીકરીએ કહ્યું કે, અસ્‍થિઓને સારી રીતે વિસર્જિત કરી દેજો. તમે મારા પિતાના નાના ભાઈ સમજીને તમામ વિધિઓ સારી રીતે નીભાવજો. અમને ઘણી શરમ આવે છે, પરંતુ અમારી પણ કેટલીક મજબૂરી રહી હશે.

દીકરીએ એમ પણ કહ્યું કે જો તેમની તબિયત સારી હોત તો તેઓ પોતે હરિદ્વાર ચોક્કસ આવત. શિવચરણ ગુપ્તાના નિધન બાદ તેમની ત્રણેય દીકરીઓ અંતિમ સંસ્‍કારમાં સામેલ ન થઈ હોવાનો મામલો અગાઉથી જ ચર્ચામાં હતો. હવે અસ્‍થિ વિસર્જન દરમિયાન પણ દીકરીઓ હરિદ્વાર પહોંચી નહોતી. આવી સ્‍થિતિમાં શિવચરણ ગુપ્તાના મોટા ભાઈ મહેન્‍દ્ર ગુપ્તા આગળ આવ્‍યા. તેઓ હરિદ્વાર પહોંચ્‍યા અને પોતાના નાના ભાઈની અસ્‍થિઓનું વિધિ-વિધાન સાથે વિસર્જન કર્યું. મહેન્‍દ્ર ગુપ્તા સાથે સામાજિક સંસ્‍થાઓ સાથે જોડાયેલા કેટલાક લોકો પણ હરિદ્વાર પહોંચ્‍યા હતા. આ રીતે પરિવાર તરફથી દીકરીઓ ન પહોંચવાના કારણે જે જવાબદારી અધૂરી દેખાઈ રહી હતી, તે મોટા ભાઈ અને સમાજસેવકોએ પૂરી કરી. મહેન્‍દ્ર ગુપ્તાએ પોતાના ભાઈની અસ્‍થિઓને ગંગામાં પ્રવાહિત કરીને અંતિમ વિધિ પૂર્ણ કરી.

વૃદ્ધાશ્રમના સંચાલકોએ મોટી દીકરી સાથે ફરી વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન દીકરીએ પોતાના પિતા પ્રત્‍યેની લાગણીઓ વિશે વાત કરી. દીકરીએ કહ્યું કે તે અને તેની બહેનો પોતાના પિતાને ખૂબ પ્રેમ કરતી હતી. પરંતુ તેમણે એ પણ જણાવ્‍યું કે તેમના પિતા તેમની સાથે રહેવા માટે તૈયાર નહોતા. દીકરીએ પોતાની મજબૂરીનો પણ ઉલ્‍લેખ કર્યો. તેમણે કહ્યું કે જો તેમની તબિયત સારી હોત તો તેઓ પોતે હરિદ્વાર પહોંચત.

તેમનું કહેવું હતું કે તેઓ પિતાની અસ્‍થિઓના વિસર્જનને લઈને ચિતિત હતી અને ઈચ્‍છતી હતી કે તેમની અંતિમ વિધિ યોગ્‍ય રીતે પૂર્ણ થાય. તેથી તેમણે વૃદ્ધાશ્રમના સંચાલકોને કહ્યું હતું કે અસ્‍થિઓનું યોગ્‍ય રીતે વિસર્જન કરવામાં આવે અને તેમને પોતાના પિતાના નાના ભાઈ સમાન માનીને સંપૂર્ણ વિધિ કરવાની મંજૂરી આપવામાં આવે.

મોટી દીકરીએ કહ્યું કે, અમને ખૂબ શરમ આવે છે, પરંતુ અમારી કેટલીક મજબૂરી રહી હશે.ૅ દીકરીઓ અંતિમ વિધિમાં સામેલ ન થવાના કારણે સતત સવાલો ઊઠી રહ્યા હતા. ત્‍યારે દીકરીએ પોતાની તરફથી સ્‍પષ્ટતા આપતા પિતા પ્રત્‍યે સન્‍માન અને ભાવનાત્‍મક જોડાણની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ઈચ્‍છે છે કે તેમના પિતાની અંતિમ વિધિ સંપૂર્ણ સન્‍માન સાથે કરવામાં આવે. દીકરીઓએ અંતિમ સંસ્‍કાર અને અસ્‍થિ વિસર્જનની જવાબદારી વૃદ્ધાશ્રમના સંચાલકો તથા પરિવારના અન્‍ય સભ્‍યોને સોંપી હતી. જોકે તેમણે પોતાના પિતાની તેરમાની વિધિ પોતાના ઘરે કરવાની વાત કહી છે.

આ રીતે પિતાની અંતિમ યાત્રામાં સામેલ ન થઈ શકવા છતાં દીકરીઓ પોતાના સ્‍તરે અંતિમ સંસ્‍કાર સાથે જોડાયેલી વિધિઓ કરવાની તૈયારી કરી રહી છે. બીજી તરફ અસ્‍થિ વિસર્જનની જવાબદારી તેમના મોટા કાકા મહેન્‍દ્ર ગુપ્તાએ નિભાવી હતી. વૃદ્ધાશ્રમના સંચાલકોના જણાવ્‍યા અનુસાર, દીકરીઓ સાથે ફરી વાતચીત કર્યા બાદ તેમનો પક્ષ પણ સામે આવ્‍યો છે. દીકરીઓએ પિતા પ્રત્‍યેના પોતાના લગાવની વાત કરી અને પોતાની પરિસ્‍થિતિનો હવાલો આપ્‍યો.

શિવચરણ ગુપ્તાના મૃત્‍યુ બાદ વૃદ્ધાશ્રમના સંચાલકોએ તેમના અંતિમ સંસ્‍કારની જવાબદારી નિભાવી હતી. હવે અસ્‍થિઓને હરિદ્વાર લઈ જઈને વિસર્જન કરાવવાની જવાબદારી પણ સંસ્‍થા અને સામાજિક રીતે જોડાયેલા લોકોએ સંભાળી હતી. પરિવારના નજીકના સભ્‍ય તરીકે મોટા ભાઈ મહેન્‍દ્ર ગુપ્તાને જ્‍યારે આ અંગે જાણ થઈ ત્‍યારે તેઓ પોતે હરિદ્વાર પહોંચ્‍યા હતા. આ રીતે અંતિમ સંસ્‍કારથી લઈને અસ્‍થિ વિસર્જન સુધીની સમગ્ર પ્રક્રિયામાં વૃદ્ધાશ્રમના સંચાલકો, સમાજસેવકો અને પરિવારના મોટા ભાઈએ પોતાની ભૂમિકા નિભાવી હતી.

(9:57 AM IST)