<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

આખરે શું છે આ બ્રિક્‍સ .....? ભારતની અધ્‍યક્ષતા કેમ ખાસ.....? દિલ્‍હી સમિટમાં સૌથી મહત્‍વના મુદ્દા કયા રહેશે....?

મોદી-પુતિન મુલાકાત પર ખાસ નજર : શી જિનપિંગની દિલ્‍હી મુલાકાત, ઈરાનની ભૂમિકા પણ મહત્‍વપૂર્ણ, વૈશ્વિક દક્ષિણનો અવાજ, ભારત સામે મોટો કૂટનીતિક પડકાર, ભારત માટે શું ફાયદો....? શું બ્રિક્‍સ અમેરિકા વિરોધી સંગઠન બનશે...? આખી દુનિયાની નજર દિલ્‍હી પર

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : ભારતની અધ્‍યક્ષતામાં આગામી ૧૨ અને ૧૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ના રોજ નવી દિલ્‍હીના ભારત મંડપમ ખાતે ૧૮મું બ્રિક્‍સ શિખર સંમેલન યોજાઈ રહ્યુ છે. બ્રિક્‍સના સભ્‍ય દેશોના નેતાઓ ઉપરાંત ભાગીદાર દેશો અને આમંત્રિત દેશોના પ્રતિનિધિઓ પણ આ મહત્‍વપૂર્ણ બેઠકમાં જોડાશે.

આ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યું છે જ્‍યારે વિશ્વમાં વેપાર, યુદ્ધ, ઊર્જા, સુરક્ષા, ડોલરનું પ્રભુત્‍વ, વૈશ્વિક દક્ષિણના દેશોની ભૂમિકા અને બદલાતી વૈશ્વિક શક્‍તિ-વ્‍યવસ્‍થા જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્‍દ્રમાં છે. તેથી દિલ્‍હી સમિટને ભારત માટે અત્‍યંત મહત્‍વપૂર્ણ કૂટનીતિક તક તરીકે જોવામાં આવી રહી છે.

* અનેક વાચકોને સવાલ થાય કે આખરે શું છે આ બ્રિક્‍સ ...?

બ્રિક્‍સ મૂળે બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનથી શરૂ થયેલું જૂથ હતું , ત્‍યારબાદ દક્ષિણ આફ્રિકા જોડાતા તેનું નામ બ્રિક્‍સ બન્‍યું. તાજેતરના વિસ્‍તરણ બાદ બ્રિક્‍સમાં હવે ૧૧ પૂર્ણ સભ્‍ય દેશો છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથિઓપિયા, ઈરાન, સંયુક્‍ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, ઇન્‍ડોનેશિયા ઈરાન, ઇજિપ્ત, ઇથિઓપિયા અને યુએઈ ૨૦૨૪માં પૂર્ણ સભ્‍ય બન્‍યા હતા, જ્‍યારે ઇન્‍ડોનેશિયા ૨૦૨૫માં પૂર્ણ સભ્‍ય બન્‍યું. આ વિસ્‍તરણથી બ્રિક્‍સનું આર્થિક અને ભૂ રાજકીય મહત્‍વ નોંધપાત્ર રીતે વધ્‍યું છે.

ભારતની અધ્‍યક્ષતા કેમ ખાસ....?

ભારતે ૧ જાન્‍યુઆરી ૨૦૨૬થી બ્રિક્‍સની અધ્‍યક્ષતા સંભાળી છે. ભારતે પોતાની અધ્‍યક્ષતા માટેનો મુખ્‍ય વિચાર રાખ્‍યો છે. ‘‘સ્‍થિતિસ્‍થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ''. આ ચાર બાબતોને કેન્‍દ્રમાં રાખીને ભારત બ્રિક્‍સના દેશો વચ્‍ચે આર્થિક, સામાજિક, તકનીકી અને રાજદ્વારી સહકાર વધારવા માગે છે.  ભારત ની અધ્‍યક્ષતા દરમિયાન ત્રણ મુખ્‍ય ક્ષેત્રોને ખાસ મહત્‍વ આપવામાં આવી રહ્યું છે.  રાજકીય અને સુરક્ષા સહકાર, આર્થિક અને નાણાકીય સહકાર, સાંસ્‍કળતિક અને લોકો વચ્‍ચેના સંબંધો.

ભારતે યુવા રાજદ્વારીઓ માટે પણ કાર્યક્રમો યોજ્‍યા છે, જે દર્શાવે છે કે ભારત માત્ર શિખર બેઠક સુધી મર્યાદિત ન રહીને લાંબા ગાળાના સહકાર પર ભાર મૂકી રહ્યું છે.  દિલ્‍હી સમિટમાં સૌથી મહત્‍વના મુદ્દા કયા રહેશે.....?

(૧) વેપાર અને નાણાકીય વ્‍યવસ્‍થા

બ્રિક્‍સ દેશો વચ્‍ચે વેપાર વધારવો અને આંતરરાષ્‍ટ્રીય નાણાકીય વ્‍યવસ્‍થાને વધુ સંતુલિત બનાવવી મહત્‍વપૂર્ણ ચર્ચા રહેશે. ખાસ કરીને સ્‍થાનિક ચલણમાં વેપાર, સરહદ પાર ચુકવણી વ્‍યવસ્‍થા અને નાણાકીય સહકાર જેવા મુદ્દાઓ ચર્ચામાં આવી શકે છે , પરંતુ અહીં એક મહત્‍વપૂર્ણ બાબત છે  રશિયાએ હાલમાં સ્‍પષ્ટ કર્યું છે કે બ્રિક્‍સનો હેતુ માત્ર ‘‘ડોલરથી છૂટકારો મેળવવાનો'' નથી, રશિયાના રાષ્‍ટ્રપતિ કાર્યાલયે કહ્યું છે કે મોસ્‍કો વિવિધ સ્‍વીકાર્ય ચુકવણી પદ્ધતિઓ માટે ખુલ્લું છે, એટલે કે ‘‘બ્રિક્‍સ નવી વૈશ્વિક કરન્‍સી જાહેર કરશે'' એવી અટકળોથી અલગ, વાસ્‍તવિક ચર્ચા વધુ વ્‍યવહારુ ચુકવણી વ્‍યવસ્‍થા અંગે રહેવાની શકયતા છે.

(૨) મોદી-પુતિન મુલાકાત પર ખાસ નજર

બ્રિક્‍સ બેઠકની સાથે ભારત અને રશિયા વચ્‍ચેની દ્વિપક્ષીય બેઠક પણ ખૂબ મહત્‍વપૂર્ણ બની શકે છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને રશિયાના રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિનની ૧૧ સપ્‍ટેમ્‍બરે દ્વિપક્ષીય મુલાકાત નક્કી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. બંને દેશો વચ્‍ચે , સંરક્ષણ સહકાર , વેપાર, પરમાણુ ઊર્જા, અદ્યતન ટેકનોલોજી, રશિયન એસયુ-૫૭ વિમાન, દ્વિપક્ષીય વેપાર વધારવા, જેવા મુદ્દાઓ ચર્ચાઈ શકે છે. ખાસ કરીને એસયુ-૫૭ લડાકુ વિમાન અને તેની ટેકનોલોજી અંગે ભારતના રસને  કારણે આ મુલાકાત સંરક્ષણ ક્ષેત્રે પણ મહત્‍વપૂર્ણ બની શકે છે. દિલ્‍હી સમિટમાં સૌથી મહત્‍વના મુદ્દા કયા રહેશે.....?

* વેપાર અને નાણાકીય વ્‍યવસ્‍થા

બ્રિક્‍સ દેશો વચ્‍ચે વેપાર વધારવો અને આંતરરાષ્‍ટ્રીય નાણાકીય વ્‍યવસ્‍થાને વધુ સંતુલિત બનાવવી મહત્‍વપૂર્ણ ચર્ચા રહેશે. ખાસ કરીને સ્‍થાનિક ચલણમાં વેપાર, સરહદ પાર ચુકવણી વ્‍યવસ્‍થા અને નાણાકીય સહકાર જેવા મુદ્દાઓ ચર્ચામાં આવી શકે છે.

(૩) શી જિનપિંગની દિલ્‍હી મુલાકાત

આ સમિટનું બીજું મોટું આકર્ષણ ચીનના રાષ્‍ટ્રપતિ શી જિનપિંગની સંભવિત ભારત મુલાકાત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-ચીન સંબંધોમાં સરહદી તણાવ અને વ્‍યૂહાત્‍મક સ્‍પર્ધા જોવા મળી છે. તેથી જો મોદી અને શી જિનપિંગ વચ્‍ચે દ્વિપક્ષીય મુલાકાત થાય તો સમગ્ર વિશ્વની નજર તેના પર રહેશે. બ્રિક્‍સનું મંચ બંને દેશોને વૈશ્વિક મુદ્દાઓ સાથે સાથે દ્વિપક્ષીય સંબંધો પર પણ સંવાદની તક આપી શકે છે.

(૪) ઈરાનની ભૂમિકા પણ મહત્‍વપૂર્ણ

બ્રિક્‍સના નવા સભ્‍યોમાં ઈરાન પણ મહત્‍વનું દેશ છે. પヘમિ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઈરાનની હાજરી આ સમિટને વધુ સંવેદનશીલ બનાવે છે. ઈરાન અને યુએઈ બંને બ્રિક્‍સના સભ્‍ય હોવાથી પヘમિ એશિયાના મતભેદો બ્રિક્‍સની અંદરની એકતા માટે પણ પડકાર બની શકે છે.

(૫) વૈશ્વિક દક્ષિણનો અવાજ

ભારતની અધ્‍યક્ષતાનો એક મહત્‍વપૂર્ણ હેતુ છે કે વિકાસશીલ અને ઉભરતી અર્થવ્‍યવસ્‍થાઓના પ્રશ્નોને વૈશ્વિક મંચ પર વધુ મજબૂત અવાજ મળે વિકાસશીલ દેશો માટે, વિકાસ માટે નાણાં, ઊર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, ટેકનોલોજી, કળત્રિમ બુદ્ધિમત્તા, આબોહવા પરિવર્તન , આરોગ્‍ય , ડિજિટલ જાહેર માળખું જેવા મુદ્દાઓ મહત્‍વના રહેશે.

* ભારત સામે મોટો કૂટનીતિક પડકાર

બ્રિક્‍સનો વિસ્‍તાર થયો છે, પરંતુ તેની સાથે દેશોના હિતોમાં વિવિધતા પણ વધી છે. એક તરફ રશિયા અને ચીન પヘમિી દેશો સામે વધુ પડકારજનક વલણ ધરાવે છે. બીજી તરફ ભારત અમેરિકા અને યુરોપ સાથે પણ પોતાના વ્‍યૂહાત્‍મક અને આર્થિક સંબંધો મજબૂત રાખે છે. તેથી ભારત માટે સૌથી મોટો પડકાર એ રહેશે કે, બ્રિક્‍સને કોઈ એક દેશ અથવા પヘમિ વિરોધી મંચ બનવાથી દૂર રાખીને તેને વિકાસ અને સહકારના વ્‍યવહારુ મંચ તરીકે આગળ વધારવો.  ભારત આ દિશામાં સર્વ સંમતિથી સંયુક્‍ત નિવેદન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ પヘમિ એશિયાના સંઘર્ષ જેવા મુદ્દાઓને કારણે સર્વસંમતિ મેળવવી સરળ નહીં હોય.

*આપણને સવાલ થાય કે આનાથી ભારતને શું ફાયદો.....?

દિલ્‍હી સમિટ ભારત માટે અનેક રીતે મહત્‍વપૂર્ણ બની શકે છે.

(૧) વૈશ્વિક નેતળત્‍વની છાપ : વિશ્વના મોટા દેશોના નેતાઓને એક જ મંચ પર લાવી ભારત પોતાની કૂટનીતિક ક્ષમતા દર્શાવશે. (૨) રશિયા અને ચીન બંને સાથે સંવાદ : ભારત એક જ સમયે બંને દેશો સાથે વાતચીત કરવાની તક મેળવી શકે છે. (૩) વૈશ્વિક દક્ષિણમાં ભારતનું નેતળત્‍વ : એશિયા, આફ્રિકા, મધ્‍યપૂર્વ અને લેટિન અમેરિકાના દેશો સાથે ભારતના સંબંધો વધુ મજબૂત થઈ શકે છે. (૪) વેપાર અને રોકાણ : બ્રિક્‍સના દેશો સાથે વેપાર અને રોકાણ વધારવાની નવી તકો ઊભી થઈ શકે છે. (૫) ટેકનોલોજી અને ડિજિટલ સહકાર : કળત્રિમ બુદ્ધિમત્તા, ડિજિટલ ચુકવણી, સાયબર સુરક્ષા અને નવી ટેકનોલોજીમાં સહકાર વધી શકે છે. (૬) ઊર્જા સુરક્ષા : રશિયા, મધ્‍યપૂર્વ અને અન્‍ય ઉત્‍પાદક દેશો સાથે ઊર્જા ક્ષેત્રે ભારત માટે નવા સહકારના રસ્‍તા ખુલવાની શકયતા છે.

શું બ્રિક્‍સ અમેરિકા વિરોધી સંગઠન બનશે.....?

ભારતની દૃષ્ટિએ જવાબ સ્‍પષ્ટ છે કે બ્રિક્‍સને કોઈ દેશ વિરોધી મંચ બનાવવાનો હેતુ નથી. ભારતનું વલણ એ રહ્યું છે કે બ્રિક્‍સ વિવિધ દેશો વચ્‍ચે સહકારનું મંચ હોવું જોઈએ. આ વાત ખાસ મહત્‍વની છે કારણ કે ભારત એક તરફ બ્રિક્‍સમાં રશિયા અને ચીન સાથે કામ કરે છે, અને બીજી તરફ અમેરિકા, યુરોપ, જાપાન અને અન્‍ય દેશો સાથે પણ વ્‍યૂહાત્‍મક સંબંધો ધરાવે છે.

આથી દિલ્‍હીની બેઠકમાં ભારતની સંતુલિત વિદેશ નીતિની મોટી કસોટી થવાની છે.

* આખી દુનિયાની નજર દિલ્‍હી પર

આવતીકાલથી એટલે કે ૧૨ અને ૧૩ સપ્‍ટેમ્‍બરના બે દિવસ દરમિયાન નવી દિલ્‍હી માત્ર ભારતની રાજધાની નહીં રહે, પરંતુ વિશ્વની મહત્‍વપૂર્ણ કૂટનીતિક બેઠકોનું કેન્‍દ્ર બનશે. મોદી-પુતિન મુલાકાત, શી જિનપિંગની હાજરી, ઈરાનની ભૂમિકા, વેપાર અને નાણાકીય વ્‍યવસ્‍થા, વૈશ્વિક દક્ષિણનો અવાજ અને પヘમિ એશિયાની સ્‍થિતિ આ તમામ મુદ્દાઓને કારણે આ સમિટ અત્‍યંત મહત્‍વપૂર્ણ બની રહી છે.

* સૌથી મહત્‍વની વાત

દિલ્‍હી બ્રિક્‍સ સમિટનું સાચું મહત્‍વ કોઈ એક કરાર કરતાં પણ વધુ મોટું છે. વિશ્વ એક ધ્રુવીય વ્‍યવસ્‍થાથી ધીમે ધીમે વધુ બહુ ધ્રુવીય વ્‍યવસ્‍થા તરફ આગળ વધી રહ્યું છે. આવી સ્‍થિતિમાં ભારત પાસે એક તરફ રશિયા અને ચીન જેવા દેશો સાથે સંવાદ જાળવવાની અને બીજી તરફ અમેરિકા તથા પヘમિી દેશો સાથેના સંબંધો પણ મજબૂત રાખવાની અનોખી તક છે. આથી ૨૦૨૬ની દિલ્‍હી બ્રિક્‍સ સમિટ ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા માટે એક મહત્‍વપૂર્ણ પરીક્ષા પણ છે અને મોટી તક પણ.

હવે જો આપણે બ્રિક્‍સ સમિટની ૨૦૦૯ થી ૨૦૨૬ સુધીની સફર જોઈએ :

વિશ્વ ની બદલાતી શક્‍તિ-વ્‍યવસ્‍થામાં બ્રિક્‍સનું વધતું મહત્‍વ, ભારત ત્રણ વખત બન્‍યું યજમાન. વિશ્વની ઉભરતી અર્થવ્‍યવસ્‍થાઓ વચ્‍ચે આર્થિક, રાજકીય અને વ્‍યૂહાત્‍મક સહકાર વધારવાના હેતુથી શરૂ થયેલા બ્રિક્‍સ સંગઠને છેલ્લા દોઢ દાયકામાં લાંબી સફર ખેડી છે. વર્ષ ૨૦૦૯માં પ્રથમ શિખર સંમેલનથી શરૂ થયેલી આ સફર હવે ૨૦૨૬માં ભારતની રાજધાની નવી દિલ્‍હી સુધી પહોંચી છે.

બ્રિક્‍સનું પ્રથમ શિખર સંમેલન ૨૦૦૯માં રશિયાના યેકાતેરિનબર્ગ શહેરમાં યોજાયું હતું. શરૂઆતમાં તેમાં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનનો સમાવેશ થતો હતો, ત્‍યારબાદ દક્ષિણ આફ્રિકા જોડાતા આ જૂથનું નામ બ્રિક્‍સ બન્‍યું.

* ૨૦૦૯ - યેકાતેરિનબર્ગ, રશિયા : બ્રિક્‍સનું  પ્રથમ શિખર સંમેલન રશિયાના યેકાતેરિનબર્ગમાં યોજાયું. આ બેઠકમાં ચાર દેશોએ વૈશ્વિક નાણાકીય અને આર્થિક વ્‍યવસ્‍થામાં ઉભરતી અર્થવ્‍યવસ્‍થાઓની ભૂમિકા વધુ મજબૂત કરવાની દિશામાં ચર્ચા કરી.

* ૨૦૧૦ - બ્રાઝિલિયા, બ્રાઝિલ : બીજું સંમેલન બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં યોજાયું. આ બેઠકમાં વેપાર, નાણાકીય સહકાર અને વૈશ્વિક આર્થિક વ્‍યવસ્‍થામાં સુધારા અંગે ચર્ચા આગળ વધી.

* ૨૦૧૧ - સાન્‍યા, ચીન : ત્રીજું શિખર સંમેલન ચીનના સાન્‍યા શહેરમાં યોજાયું.  આ દરમિયાન દક્ષિણ આફ્રિકાને બ્રિક્‍સમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્‍યું અને ત્‍યારબાદ બ્રિક્‍સનું વિસ્‍તરણ થયું.

* ૨૦૧૨ - નવી દિલ્‍હી, ભારત : ચોથું બ્રિક્‍સ શિખર સંમેલન ભારતની રાજધાની નવી દિલ્‍હીમાં યોજાયું. આ ભારત માટે પ્રથમ બ્રિક્‍સ શિખર બેઠક હતી. આ બેઠક દરમિયાન વિકાસ બેંક સ્‍થાપવાનો વિચાર આગળ વધ્‍યો, જે બાદમાં નવી વિકાસ બેંકની સ્‍થાપનામાં પરિણમ્‍યો.

* ૨૦૧૩ - ડર્બન, દક્ષિણ આફ્રિકા : પાંચ મું સંમેલન દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં યોજાયું. આ બેઠક બાદ બ્રિક્‍સ દેશો વચ્‍ચે નાણાકીય સહકાર વધુ મજબૂત બન્‍યો અને નવી વિકાસ બેંક તથા આકસ્‍મિક અનામત વ્‍યવસ્‍થા જેવા મહત્‍વપૂર્ણ વિચારોને આગળ વધારવામાં આવ્‍યા.

* ૨૦૧૪ - ફોર્ટાલેઝા, બ્રાઝિલ : છઠ્ઠું સંમેલન બ્રાઝિલના ફોર્ટાલેઝામાં યોજાયું. આ બેઠકમાં નવી વિકાસ બેંકની સ્‍થાપના અંગે મહત્‍વપૂર્ણ કરાર થયો. બેંકનું મુખ્‍ય મથક શાંઘાઈમાં રાખવામાં આવ્‍યું.

* ૨૦૧૫ - ઉફા, રશિયા : સાતમું સંમેલન રશિયાના ઉફામાં યોજાયું.  બ્રિક્‍સ દેશો વચ્‍ચે નાણાકીય અને આર્થિક સહકાર વધારવા સાથે નવી વિકાસ બેંકની કામગીરીને આગળ વધારવા પર ભાર મૂકાયો.

*૨૦૧૬ - ગોવા, ભારત : આઠમું બ્રિક્‍સ શિખર સંમેલન ભારતના ગોવામાં યોજાયું. ભારતે આતંકવાદ સામે કડક વલણ, આર્થિક સહકાર અને વિકાસશીલ દેશો વચ્‍ચે ભાગીદારી જેવા મુદ્દાઓ પર ભાર મૂકયો. ભારત માટે આ બીજી વખત બ્રિક્‍સ શિખર બેઠકની યજમાની હતી.

* ૨૦૧૭ - શિયામેન, ચીન : નવમું સંમેલન ચીનના શિયામેન શહેરમાં યોજાયું. આ બેઠક દરમિયાન બ્રિક્‍સ દેશો ઉપરાંત અન્‍ય વિકાસશીલ દેશો સાથે સહકાર વધારવા માટેના પ્રયાસોને પણ મહત્‍વ મળ્‍યું.

* ૨૦૧૮ - જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા : દસમું સંમેલન દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયું. વૈશ્વિક વેપાર, બહુ પક્ષીય વ્‍યવસ્‍થા અને વિકાસશીલ દેશોની ભાગીદારી જેવા મુદ્દાઓ મહત્‍વના રહ્યા.

* ૨૦૧૯ - બ્રાસિલિયા, બ્રાઝિલ : અગિયારમું સંમેલન બ્રાઝિલની રાજધાની બ્રાસિલિયામાં યોજાયું ,  ટેકનોલોજી, નવીનતા, આતંકવાદ વિરોધી સહકાર અને વૈશ્વિક શાંતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ.

* ૨૦૨૦ - વર્ચ્‍યુઅલ સંમેલન : કોરોના મહામારીના કારણે બારમું બ્રિક્‍સ શિખર સંમેલન વર્ચ્‍યુઅલ રીતે યોજાયું.  વૈશ્વિક આરોગ્‍ય સંકટ, કોરોના સામે સહકાર અને વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થાને ફરી ગતિ આપવાના મુદ્દાઓ કેન્‍દ્રસ્‍થાને રહ્યા.

* ૨૦૨૧ - વર્ચ્‍યુઅલ સંમેલન : તેરમું સંમેલન ભારતની અધ્‍યક્ષતામાં વર્ચ્‍યુઅલ રીતે યોજાયું. કોરોના મહામારી, રસી અને આરોગ્‍ય સહકાર સાથે આતંકવાદ સામેની લડાઈ અને બહુ પક્ષીય વ્‍યવસ્‍થાને મજબૂત બનાવવાના મુદ્દાઓ ચર્ચાયા.

* ૨૦૨૨ - વર્ચ્‍યુઅલ સંમેલન : ચૌદમું સંમેલન ચીનની અધ્‍યક્ષતામાં વર્ચ્‍યુઅલ રીતે યોજાયું. વૈશ્વિક વિકાસ, વેપાર, આરોગ્‍ય અને બહુ પક્ષીય સહકાર પર ચર્ચા થઈ.

* ૨૦૨૩ - જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા : પંદરમું સંમેલન બ્રિક્‍સના વિસ્‍તરણ માટે ઐતિહાસિક સાબિત થયું.  નવા દેશોને બ્રિક્‍સમાં જોડવાની પ્રક્રિયાને મંજૂરી મળી. ત્‍યારબાદ ઇજિપ્ત, ઇથિઓપિયા, ઈરાન, સંયુક્‍ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા જેવા દેશોને જોડવાનો માર્ગ ખુલ્‍યો.

* ૨૦૨૪ - કઝાન, રશિયા : સોળમું સંમેલન રશિયાના કઝાન શહેરમાં યોજાયું. બ્રિક્‍સના વિસ્‍તરણ બાદ નવા સભ્‍યો સાથે સંગઠનનું સ્‍વરૂપ વધુ મોટું બન્‍યું. આ બેઠકમાં વૈશ્વિક નાણાકીય વ્‍યવસ્‍થા, વેપાર, સ્‍થાનિક ચલણમાં વ્‍યવહારો અને આંતરરાષ્‍ટ્રીય સહકાર જેવા મુદ્દાઓને મહત્‍વ મળ્‍યું.

* ૨૦૨૫ - રિયો ડી જાનેરો, બ્રાઝિલ : સત્તરમું બ્રિક્‍સ શિખર સંમેલન બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયું. વિસ્‍તળત બ્રિક્‍સમાં આર્થિક સહકાર, વૈશ્વિક શાસન વ્‍યવસ્‍થામાં સુધારા, વિકાસ અને વૈશ્વિક દક્ષિણના દેશોના હિતો જેવા મુદ્દાઓ વધુ મહત્‍વપૂર્ણ બન્‍યા.

* હવે નજર ૨૦૨૬ની દિલ્‍હી સમિટ પર : ૨૦૦૯માં ચાર દેશોથી શરૂ થયેલું બ્રિક્‍સ હવે વિસ્‍તરીને અનેક ખંડોના દેશોનું મહત્‍વપૂર્ણ આંતરરાષ્‍ટ્રીય મંચ બની ગયું છે. ૨૦૨૬માં ભારત ફરી એક વખત બ્રિક્‍સની યજમાની કરી રહ્યું છે.

૧૮મું બ્રિક્‍સ શિખર સંમેલન નવી દિલ્‍હી માં ૧૨ અને ૧૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ના રોજ યોજાવાનું છે. ભારત માટે આ બેઠકનું મહત્‍વ એટલા માટે પણ વધારે છે કે દેશ એક તરફ રશિયા અને ચીન સાથે બ્રિક્‍સના મંચ પર કામ કરી રહ્યો છે, તો બીજી તરફ અમેરિકા, યુરોપ અને અન્‍ય પヘમિી દેશો સાથે પણ પોતાના વ્‍યૂહાત્‍મક અને આર્થિક સંબંધો જાળવી રહ્યો છે. આથી દિલ્‍હી સમિટ માત્ર બ્રિક્‍સની નિયમિત બેઠક નહીં પરંતુ બદલાતી વૈશ્વિક રાજકીય અને આર્થિક વ્‍યવસ્‍થામાં ભારતની વધતી ભૂમિકાનું મહત્‍વપૂર્ણ પ્રદર્શન બની શકે છે.

વર્ષ ૨૦૦૯થી શરૂ થયેલી બ્રિક્‍સની સફર હવે ૨૦૨૬માં ભારતની રાજધાની સુધી આવી પહોંચી છે. આવતીકાલથી  દિલ્‍હીમાં શરૂ થતી આ સમિટમાં લેવાતા નિર્ણયો બ્રિક્‍સના ભવિષ્‍યની દિશા નક્કી કરવામાં મહત્‍વપૂર્ણ બની શકે છે.....

(1:32 PM IST)